પાપા પાસે કરીના કપુર જેવી મમ્મી લાવવા માટે જીદ કરવા લાગી આ બાળકી, જુઓ આ મજેદાર વિડીયો

Posted by

કહેવામાં આવે છે કે બાળકો મનનાં સાચા હોય છે. તેમના મનમાં જે કંઈ ચાલી રહ્યું હોય છે, તેઓ કંઈ પણ સમજ્યા વિચાર્યા વગર બોલી દેતા હોય છે. જોકે ઘણી વખત બાળકો પોતાના માતા-પિતા પાસે એવી ડિમાન્ડ કરવા લાગે છે, જેને પુરી કરવી તેમના માટે અશક્ય બની જાય છે. હવે સોશિયલ મીડિયા પર આવો જ એક વીડિયો વાયરલ થઇ રહ્યો છે, જેમાં એક બાળકી પોતાના પાસે સાવકી માં લાવવા માટે ડિમાન્ડ કરી રહી છે. બાળકી કહે છે કે તેને માં નથી જોઈતી, પરંતુ સાવકી માં જોઇએ છે. એટલું જ નહીં તે બોલિવુડ એક્ટ્રેસ કરિના કપુર જેવી માં લાવવા માટેની ડિમાન્ડ કરવા લાગે છે.

હકીકતમાં ઉત્તર પ્રદેશની રાજધાની લખનૌમાં યુટ્યુબ ચેનલનો એક વીડિયો અપલોડ કરવામાં આવ્યો છે. વીડિયોમાં જોઇ શકાય છે કે એક બાળકી પોતાના પાપા પાસે સાવકી માં ની ડિમાન્ડ કરી રહી હોય છે. બાળકી કહે છે કે તેને હાલમાં એક સાવકી માં જોઇએ છે. તેના પર તેના પાપા તેને સમજાવવાની કોશિશ કરે છે, પરંતુ બાળકી સમજવા માટે તૈયાર થતી નથી.

બાળકીનું કહેવું છે કે મારા મમ્મી સારા નથી, મારે સાવકી મમ્મી જોઇએ છે. ત્યારબાદ તેના પાપા તેને પુછે છે કે કેવી સાવકી માં જોઈએ? કરિશ્મા કપુર જેવી કે પછી કરીના કપુર જેવી? તેના પર બાળકી નો જવાબ આવે છે કે તેણે કરીના કપુર જેવી મમ્મી જોઈએ છે. તેના પર બાળકીના પાપા તેને પુછે છે કે શું તે ક્યારેય કરીના કપુરને જોયેલી છે? જવાબમાં બાળકી હાં કહે છે. ત્યારબાદ તેના પાપા કહે છે કે તે સૈફ અલી ખાનની પત્ની છે. તેના પર બાળકી ખુબ જ મજેદાર જવાબ આપે છે કે, તો મારે બીજી કરીના જોઈએ છે.

ત્યારબાદ પિતા તેને અલગ અલગ રીતે મમ્મી ને પ્રેમ કરવા અને સાવકી મમ્મી નહીં લાવવા માટે સમજાવે છે, પરંતુ બાળકી સમજવા માટે તૈયાર થતી નથી. પિતા અને બાળકીનો આ મજેદાર વિડિયો સોશિયલ મીડિયા પર ખુબ જ વાયરલ થઇ રહ્યો છે. પાંચ મિનિટ થી વધારેનાં સમયનો આ વિડીયો લોકોને ખુબ જ પસંદ આવી રહ્યો છે અને લોકો અલગ-અલગ પ્રકારનાં રિએક્શન આપી રહ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *