જોક્સ-૧
પપ્પુ : પપ્પા, મમ્મીને છોકરા ઉછેરતા જ નથી આવડતું!
પપ્પા : પપ્પુ, તું કેવી રીતે કહી શકે?
પપ્પુ : “દાખલા તરીકે મને ને પપ્પીને જ્યારે મોડી રાત્રે ઊંઘ નથી આવતી ત્યારે ઊંઘવા માટે ફોર્સ કરે છે અને મળસ્કે જયારે મીઠી નિંદર આવે છે ત્યારે અમારા ટાંગલા હાઈને પથારીમાંથી ખેંચી કાઢે છે.
જોક્સ-૨
મુકેશભાઈ પોતાના દીકરાને મારી રહ્યા હતા.
પાડોશી હરીશભાઈએ પુછ્યું : આ બિચારાને કેમ મારી રહ્યા છો?
મુકેશભાઈ : આ અને બિચારો….?? અરે! એક નંબરનો નંગ છે આ.
મેં તેને ૧-૧ દાદર છોડીને ચડવા કહ્યું હતું જેથી ચપ્પલ ઓછી ઘસાય,
પણ આ નાલાયક ૨-૨ દાદરા છોડીને ચડ્યો,
એમાં પેન્ટ ફાડી નાખ્યું પોતાનું.
જોક્સ-૩
રમેશ : હું સ્મશાનેથી હમણાં જ પાછો આવ્યો!
સુરેશ : નસીબદાર તમે, બાકી ત્યાં ગયેલું કોઇ પાછું આવતું નથી!
જોક્સ-૪
પપ્પુ મરી ગયો અને બીજી જ મિનિટે ચિત્રગુપ્તના દરબારમાં પ્રગટ થઈ ગયો.
પપ્પુનો ચોપડો ઉકેલતા ચિત્રગુપ્તે કહ્યું “તને સ્વર્ગમાં સ્થાન મળે તેમ નથી.”
પપ્પુ : એનું કારણ શું?
ચિત્રગુપ્ત : તે પૃથ્વી પર કર ચોરી કરી છે. ઇન્કમ ટેક્સ નથી ભર્યો.
પપ્પુ : તો કોઈ ઉપાય સુચવો પ્રભુ.
ચિત્રગુપ્ત : પાંચ વર્ષ સુધી તારે બેડોળ, કદરૂપી, કાળી, જાડી સ્ત્રી સાથે રોજ ફરવાનું અને સહશયન કરવું પડશે.
પછી તને સ્વર્ગમાં રહેવાનું સુખ પ્રાપ્ત થશે.
અનંતકાળ સુધી સુખ માટે પાંચ વર્ષની આહુતિનો સોદો પપ્પુને સસ્તો લાગ્યો. એને કહ્યું “કબુલ”.
એક દિવસ તે કાળી, જાડી, કદરૂપી સ્ત્રી સાથે ફરી રહ્યો હતો, ત્યારે તેણે સામેથી એક વિશ્વસુંદરીને આવતી જોઈ. અને તેની સાથે બેડોળ, બદસુરત એક માણસને જોયો જે એના મિત્ર ટપ્પુ જેવો લાગતો હતો. નજીક જઈને તેણે જોયું તો તેનો મિત્ર ટપ્પુ જ હતો.
પપ્પુ : અલ્યા ટપ્પુ તું અહીં ક્યાંથી? અને આ સુંદરી કોણ છે?
ટપ્પુ : મને પણ સમજ નથી પડતી પપ્પુ, હું તો નરકમાં હતો.
ત્યાંથી ટેમ્પરરી ટ્રાન્સફર ઉપર મને અહીં મોકલ્યો અને રોજ આ સુંદરી સાથે ફરવા કહ્યું.
મારી તો કોઈ ફરિયાદ નથી. પણ આ સુંદરી રોજ રાતે ઊંઘમાં બબડતી હોય છે કે, આના કરતાં ઇન્કમ ટેક્સ ભરી દીધો હોત તો સારું થાત.
આવુ કેમ બબડે છે એ સમજ નથી પડતી.
ટપ્પુ ના સમજ્યો પણ પપ્પુ સમજી ગયો.
જોક્સ-૫
છોકરી : અમદાવાદ એક્સપ્રેસ ક્યારે આવશે?
ટીટી : પાંચ વાગ્યે.
છોકરી : લોકલ.
ટીટી : નવ વાગ્યે.
છોકરી : માલગાડી.
ટીટી : એક વાગ્યે, પણ તમારે જવું ક્યાં છે?
છોકરી : મારે ક્યાંય જવું નથી, મારે તો ફક્ત પાટા પર ઉંઘીને સેલ્ફી લેવી છે.
જોક્સ-૬
ગઈકાલે એક નવા નંબર પરથી ફોન આવ્યો.
મેં ફોન ઉપાડ્યો અને કહ્યું : હા, કહો.
સામેથી કોઈ સ્ત્રી ગુસ્સામાં બોલી : સવારે નાસ્તો કર્યા વગર ઓફિસ કેમ ગયા?
કેટલી વાર કહ્યું છે કે રાતના ઝગડાને સવારમાં ભુલી જવા, પણ તમે સમજતા કેમ નથી. આજે તમે ઘરે આવો પછી સારી રીતે તમારી ખબર લઉં છું.
હું સ્પષ્ટ કહું છું કે, જો મને બાળકોની ચિંતા ન હોત તો ક્યારનીય તમારાથી દુર જતી રહી હોત.
તે સ્ત્રી ગમે તેમ બોલી રહી હતી અને હું આશ્ચર્યચકિત થઈને વિચારી રહ્યો હતો કે આ નિર્દોષ સ્ત્રી કોણ છે જે મને પોતાનો પતિ માનીને મારો ક્લાસ લઈ રહી છે.
અને મારે તો દુર દુર સુધીનું સગાઇના પણ કોઈ સંકેત દેખાતા નથી.
જ્યારે તે સ્ત્રીએ બોલવાનું બંધ કર્યું ત્યારે મેં કહ્યું : શ્રીમતી, તમે કદાચ ખોટા નંબર પર ક્લાસ લઇ લીધો. પણ હું તમારો આભારી છું કે મારા લગ્ન થયા ન હોવા છતાં તમે થોડી વાર માટે મને પરણેલા હોવાનો અનુભવ કરાવ્યો.
પછી તે સ્ત્રીએ કહ્યુ : મારા લગ્ન પણ હજી બાકી જ છે. હમણાં જ મારા લગ્ન નક્કી થયા છે, તો મારી ભાભીએ કહ્યું કે તું કોઈપણ નંબર ડાયલ કર અને તેને ખંખેરી નાખ.
તેનાથી પ્રેક્ટિસ પણ થશે અને હૃદયને સંતોષ પણ મળશે.
જોક્સ-૭
છોકરી : ભાઈ, પ્લીઝ મને કોઈ સ્ટાઇલિશ સાડી બતાવો.
દુકાનદાર : લો મેડમ, આ બનારસી સાડી છે.
છોકરી : આની કિંમત કેટલી છે?
દુકાનદાર : ૨ હજાર રૂપિયા.
છોકરી : ભાઈ, સમજીને કિંમત લગાવો ને, હું દર વખતે તમારી દુકાનમાંથી જ લઈ જઉં છું.
દુકાનદાર : થોડી દયા કરો મેડમ. આ દુકાન ગયા અઠવાડિયે જ નવી ખોલી છે.