પરસ્ત્રી સાથે સંબંધ રાખવા વાળાને નર્કમાં કઈ સજા મળે છે? ભગવાન વિષ્ણુએ પોતે ગરુડ પુરાણમાં આપેલો છે તેનો જવાબ

Posted by

પ્રેમને સંસારમાં ઈશ્વરનું રૂપ કહેવામાં આવે છે, પરંતુ પ્રેમ જો મર્યાદા અને નીતિઓને ઓળંગીને કામ ભાવનામાં બદલી જાય તો તેનાથી મોટું પાપ બીજું કંઈ પણ નથી. આ પાપની એવી સજા છે જેને જાણશો તો તમારા રુવાડા ઉભા થઈ જશે. લાલચ, મજા અને સ્વાર્થ માટે વ્યક્તિ દરેક કાર્ય કરવા માટે તૈયાર રહે છે, જે તેણે જીવનમાં ક્યારેય પણ કર્યા નથી હોતા. અમુક લોકો એવું વિચારતા હોય છે કે આપણે હંમેશા બુરાઈથી દુર રહીએ છીએ, પરંતુ અવસર મળવા પર તેઓ પણ તેનો લાભ લેવાનો ચુકતા નથી. જો તમે પોતાના જીવનમાં ૧૦૦ પુણ્ય કર્મ કરેલા હશે અને એક જ વખત પાપ કરશો તો તે બધા જ પુણ્ય કર્મ નષ્ટ થઈ શકે છે.

Advertisement

હિન્દુ શાસ્ત્રોમાં મનુષ્યના દરેક કર્મ માટે મળતા ફળ ની વ્યાખ્યા લખવામાં આવેલી છે, પછી તે સારા હોય કે ખરાબ. શાસ્ત્રો અનુસાર જે લોકો પૃથ્વી લોકમાં સારા કર્મ કરે છે તેમને સ્વર્ગ સહિત અન્ય પ્રકારના સુખની પ્રાપ્તિ થાય છે. વળી જે લોકો નીચ કર્મ કરે છે તેમણે નર્કમાં દુઃખ ભોગવવું પડે છે. શાસ્ત્રોમાં વર્ણિત ઘણા પ્રકારના કર્મ ફળમાંથી એક છે પરસ્ત્રી સાથે સંભોગ. મનુષ્ય માટે જે મહત્વતતા ભોજન અને પાણીની છે, એવી જ રીતે સંભોગના પણ પોતાના અલગ કાયદા તથા કર્મ ફળ છે.

ગરુડ પુરાણમાં કહેવામાં આવ્યું છે કે જે વ્યક્તિ મર્યાદા પાર કરીને પરસ્ત્રી અથવા પરપુરુષ સાથે સંબંધ બનાવે છે તેના માટે યમરાજે ખુબ જ કઠોર દંડ નક્કી કરેલો છે. આવા સ્ત્રી અને પુરુષની જીવાત્માને સળગતા લોખંડના થાંભલાને આલિંગન કરાવવામાં આવે છે. તેનાથી જીવાત્માનું શરીર બળી જાય છે. જીવાત્મા તે ક્ષણને યાદ કરીને રડે છે, જ્યારે તેણે અનૈતિક સંબંધ બનાવ્યા હતા. તેનાથી યમરાજ ના દૂતો નું હૃદય પીગળતું નથી અને તે વારંવાર સળગતા લોખંડના થાંભલા સાથે આલિંગન કરાવે છે.

મનુસ્મૃતિમાં જણાવવામાં આવેલ છે કે મનુષ્ય એ સંયમથી કામ લેવું જોઈએ અને પરસ્ત્રી સાથે સંબંધ બનાવવાથી બચવું જોઈએ. મનુસ્મૃતિમાં એવું પણ જણાવવામાં આવેલ છે કે જે વ્યક્તિ કામ ભાવના ને વશીભૂત થઈને ગુરુ પત્ની સાથે સંબંધ જોડે છે, તેને પરલોકમાં માથા ઉપર યોની નું ચિન્હ બનાવી દેવામાં આવે છે. આ ચિન્હ આવતા જન્મમાં વ્યક્તિના માથા ઉપર નજર આવે છે.

વળી શાસ્ત્રોના જાણકારોનું માનવામાં આવે તો આવા સંબંધ બનાવવા માટે સ્ત્રી તથા પુરુષ બંનેને સમાન રૂપથી પાપના ભાગીદાર માનવામાં આવે છે તથા પરલોકમાં તેમની જીવાત્માને અત્યંત કષ્ટ સહન કરવું પડે છે. ગરુડ પુરાણમાં પરસ્ત્રી તથા પરપુરુષ સાથે શારીરિક સંબંધ બનાવવાને લઈને અલગ અલગ વ્યાખ્યા આપવામાં આવેલી છે. તેમાં કુંવારી અથવા નાની ઉંમરની કન્યા સાથે સંબંધ સ્થાપિત કરવાની પણ સજા જણાવવામાં આવેલી છે.

સાથોસાથ જે સ્ત્રી પોતાના પતિ પરમેશ્વરને છોડીને અન્ય કોઈપણ પુરુષ સાથે સંબંધ બનાવે છે તો તેને યમલોકમાં સળગતા લોખંડના સળિયા સાથે આલિંગન કરવું પડે છે. આ સજાની સમય મર્યાદા તે મનુષ્યના કર્મના ફળ અનુસાર થાય છે. સાથોસાથ પાપની સજા પૂરી થયા બાદ તે વ્યક્તિએ ચામાચીડિયા, સાંપ અથવા ગરોળીના રૂપમાં જન્મ લેવો પડે છે.

મનુસ્મૃતિ અનુસાર જે પુરુષ પોતાના ગૌત્રની કન્યા અથવા મહિલા સાથે કામ સંબંધ બનાવે છે, તેણે યમલોકની યાતનાઓ બાદ જાનવરના રૂપમાં આગલો જન્મ લેવો પડે છે. ઓછી ઉંમરની યુવતી તથા કુંવારી યુવતી સાથે શારીરિક સંબંધ બનાવવા વાળા વ્યક્તિએ ઘોર કષ્ટ સહન કર્યા બાદ અજગર નો જન્મ લેવો પડે છે, જે પોતાના પાછલા જન્મમાં પણ કર્મ ફળ ભોગવે છે.

Advertisement

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *