પાસપોર્ટ માટે સ્માઇલી ચહેરા સાથે ફોટો ખેંચાવવાની શા માટે મનાઈ હોય છે, કારણ જાણો છો તમે….

Posted by

પાસપોર્ટ વિશે બધાને ખબર જ હશે. છતાં પણ જણાવી દઈએ કે કોઈપણ દેશની સરકાર દ્વારા રજુ કરવામાં દસ્તાવેજ હોય છે, જે આંતરરાષ્ટ્રીય યાત્રા માટે કોઈપણ વ્યક્તિની ઓળખાણ અને તેમની રાષ્ટ્રીયતાને પ્રમાણિત કરે છે. તેના વગર કોઈપણ વ્યક્તિ બીજા દેશમાં જઈને નથી રહી શકતો. આવું કરવું ગેરકાનુની હોય છે અને એના માટે તેને મોટામાં મોટી સજા થઈ શકે છે. તેવામાં તમે પણ આ વાત નોટીસ કરી હશે.

જ્યારે પણ તમે પાસપોર્ટ બનાવવા માટે પાસપોર્ટ ઓફિસ ગયા હશો તો જ્યારે તમારી ફોટો  પાડવાનો નંબર આવ્યો હશે તો સંબંધિત વ્યક્તિએ દિશા નિર્દેશ જરૂર આપ્યા હશે કે પોતાના ચહેરાને એકદમ નેચરલ રાખો. તેમાં સ્માઈલ કરવાની કોશિશ ન કરો. પરંતુ શું તમે ક્યારેક એ વિચાર્યું છે કે આખરે એવું કેમ છે? ચાલો આજે તમને જેમણે પાસપોર્ટ બનાવ્યો છે અને જેમણે નથી બનાવ્યો બંનેની જાણકારી માટે જણાવીએ કે આખરે પાસપોર્ટ પર તમારો હસતો ફોટો લગાવવાની કેમ મનાઈ કરવામાં આવે છે.

જણાવી દઇએ કે આખી દુનિયામાં જ્યારે પાસપોર્ટ બનાવતા સમયે ફોટો પાડવામાં આવે છે તો કહેવામાં આવે છે કે નેચરલ રીતે ફોટો પડાવો. સ્માઈલ વગેરેની જરૂરિયાત નથી. તેના માટે દરેક દેશોએ હવે આ કાયદો બનાવી લીધો છે. કારણ એ છે કે પાસપોર્ટ પર ફોટો ક્લિયર હોય, વાળ પાછળ રહે. અલબત્ત જો તમારો નેચરલ સ્માઈલ આપતો ફોટો હોય તો તે ચાલી જશે. મતલબ કે થોડા વર્ષો પહેલા ફોટોમાં ચશ્મા પહેરવા અને પોતાની હેર સ્ટાઈલથી ચહેરાને થોડા ઢાંકવાની આઝાદી હતી, પરંતુ અમેરિકાનાં વર્લ્ડ ટ્રેડ સેન્ટરમાં ૨૬/૧૧ હુમલા બાદ બધુ બદલાઈ ગયું.

એટલું જ નહીં એરપોર્ટ પર ઉપયોગ થવા વાળા બાયોમેટ્રિક ટેકનોલોજી એ પાસપોર્ટ અને ફોટોને સંપુર્ણ રીતે બદલી રાખી દીધા. તમને જણાવી દઈએ કે અમુક દેશોનાં પાસપોર્ટમાં ચિપ લાગી હોય છે, જેમાં સંબંધિત વ્યક્તિનો બધો ડેટા હોય છે. વળી પાસપોર્ટમાં લગાવેલા ચહેરાનાં આકારની સંપુર્ણ જાણકારી હોય છે. જેમ કે બંને આંખોની વચ્ચેનું અંતર, નાક અને દાઢીની વચ્ચેનું અંતર અને મોઢાની પહોળાઈ વગેરે.

તેવામાં જો તમે એરપોર્ટ પરનાં ગેટથી પ્રવેશ કરો છો તો તેમાં લાગેલો કેમેરો તમારા ફોટા થી તમારી ઓળખાણ કરે છે. તમારા પાસપોર્ટમાં લાગેલા ફોટો અને તમારા ચહેરાની  બાયોમેટ્રિક જો મળી જાય છે, તો તમને સરળતાથી પ્રવેશ મળી જશે, નહીં તો તમે શંકાનાં ઘેરામાં આવી શકો છો. તેવામાં પાસપોર્ટ બનાવવા દરમિયાન આ વાતનુ પુરતુ ધ્યાન રાખવું જોઈએ કે ફોટો એકદમ યોગ્ય રીતે પાડેલો હોય.

આ કારણે હસવાની મનાઇ હોય છે

જો તમે હસો તો તમારા ચહેરો પોતાની સામાન્ય અવસ્થામાં નહીં રહેશે. તેના કારણે સ્પષ્ટ જાણકારી કાઢવી સંભવ નથી. પાસપોર્ટ ફોટોની નવી ગાઈડલાઈનમાં ચશ્મા લગાવીને ફોટો પાડવો, ચહેરાને વાળથી ઢાંકવા અને હસવાની મનાઇ હોય છે.

ફ્રાન્સમાં કરવામાં આવ્યો કેસ

ફ્રાન્સ માં એક વ્યક્તિએ આ વાત નકારી કે વળી પાસપોર્ટમાં કેમ હસતું મોઢું ન હોવું જોઈએ? આખરે તેનાથી આપણા દેશની સમૃદ્ધિ, ઉત્સાહ અને ખુશીનું પણ પ્રદર્શન થાય છે. આ વાતને લઈને તેણે વર્ષ ૨૦૧૪માં પોતાના દેશની કોર્ટમાં તેની વિરુદ્ધ કેસ દખલ કરાવ્યો હતો. જાણો છો કે નિર્ણય શું આવ્યો? કોર્ટે તેની ફરિયાદને નકારી દીધી. કારણ કે અદાલતનું પણ માનવાનું હતું કે જ્યાં વાત સુરક્ષાનાં માપદંડો સાથે જોડાયેલી હોય ત્યાં તે ખુશીનું પ્રદર્શન ચહેરાથી થવું કોઈ મહત્વ નથી રાખતું.

તેવામાં કેવી રીતે પડાવવા પાસપોર્ટ માટે સારા ફોટા

જણાવી દઇએ કે પાસપોર્ટ માટે ફોટો પડાવવા માટે જો તમે કાળા રંગની શર્ટ પહેર્યો હતો સારું રહેશે. આ સિવાય માથા અને ખભા સીધા સામે હોવા જોઈએ. માથું એકદમ વધારે ઉપરની તરફ ઊઠેલું ન હોય. તમારા વાળ કાન ઉપર હોવા જોઈએ કે પછી પોનીટેલ ની પણ મંજુરી હોય છે. આંખો ચોખ્ખી હોવી જોઈએ. તેના માટે આંખોમાં આય ડ્રોપનો પણ ઉપયોગ કરી શકો છો.

જ્યારે પાસપોર્ટ માટે ફોટો પડાવવા જવા પહેલા સેલ્ફી પર એની પ્રેક્ટિસ કરવી સારી માનવામાં આવે છે. તેના માટે એક સાઇટ પણ છે, જે તમારી મદદ કરી શકે છે, જેનું નામ છે – mypassportphotos.com

તેવામાં આશા કરીએ કે આ રોચક જાણકારી તમારા માટે ઘણી કામ આવશે. સાથે જ જો  તમે પાસપોર્ટ નથી બનાવ્યો તો હવે પાસપોર્ટ બનાવતા સમયે આ વાતોનું ધ્યાન રાખો. કોમેન્ટ કરી અમને અવશ્ય બતાવો જાણકારી તમને કેવી લાગી?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *