પતિ પત્નીના સંબંધને સુમધુર રાખવા આ પાંચ ટિપ્સ જરૂરથી વાંચજો

Posted by

આપણે ઘણા લગ્ન થઇ ગયેલા ઘણા કપલ પાસેથી સાંભળ્યુ હશે કે લગ્નનાં થોડા સમય બાદ તેમનો સંબંધ બદલાઈ ગયો છે.  હવે તેમની વચ્ચે પહેલા જેવો પ્રેમ નથી રહ્યો જેવો પહેલા હતો.  ના બંને વચ્ચે હવે પહેલા જેટલી સારસંભાળ રહી છે.  આવી બીજી ઘણી ફરિયાદ લોકો પાસે સાંભળવા મળતી હશે અને જો તમે પણ આ સ્થિતિમાંથી પસાર થઈ રહ્યા હોય તો તમને આ પાંચ ટિપ્સ ખુબ જ કામમાં આવશે. તો ચાલો જાણીએ એ પાંચ ટિપ્સ જે તમને કામમાં આવી શકે છે.

૧. તમારી વચ્ચે સંબંધ ભલે ગમે તેટલો જૂનો થઈ જાય પરંતુ તમારા પાર્ટનર માટે હમેશા થોડો સમય કાઢો. જો તમે તમારા જીવનસાથીને ઘણા દિવસો કે મહિનાઓ સુધી સમય નથી આપી શકતા તો એનો અર્થ એ છે કે તમે સંબંધની મૂળભૂત જરૂરિયાતને પૂરી કરી શકતા નથી. કહેવાનો અર્થ ખાલી એટલો જ છે કે તમારા પાર્ટનર માટે થોડો સમય કાઢવો જરૂરી છે.

૨. જો તમે તમારા પાર્ટનરને વધારે સમય સુધી ઇગ્નોર કરશો તો તમારા બંને વચ્ચે અંતર વધતું જશે અને પછી જે ગેરસમજો ઊભી થશે તે કદાચ સોલ્વ કરવું પણ ઘણું મુશ્કેલ થઈ જશે. તમારા જીવનસાથીની વાતો નિરાતે સાંભળો અને તેની વાતને સમજવાની કોશિશ કરો.

૩. સંબંધમાં સૌથી પહેલા વિશ્વાસ હોવો જરૂરી છે. વિશ્વાસ વગર કોઈપણ સંબંધ લાંબો સમય સુધી ટકી શકતો નથી. તેથી તમારા જીવનસાથી પર વિશ્વાસ કરવો જરૂરી છે અને એ વિશ્વાસને ટકાવી રાખવો પણ બંને માટે એટલો જ જરૂરી છે. જો તમે એકવાર તમારા પાર્ટનરનો વિશ્વાસ તોડ્યો તો ફરીવાર તમારા પર એ વિશ્વાસ કરે એ લગભગ અસંભવ છે. તેથી બંનેએ એકબીજાથી કોઈ વાત ના છુપાવી જોઈએ.

૪. તમારા જીવનસાથીની સરખામણી અન્યના જીવનસાથી સાથે કરશો નહીં. અથવા તેને બદલવાનો પ્રયાશ કરશો નહીં. તેઓ જેમ છે તેવી રીતે જ અપનાવી લો અને તેના વ્યક્તિત્વનો આદર કરો.૫. તમે ભલે ઘરેથી પાર્ટનર સાથે જગડીને બહાર નીકળ્યા હોય પરંતુ ક્યારેય પણ તમારા પાર્ટનરની બીજા લોકો સામે મજાક ના બનાવો કે પછી તેનું ખરાબ ના બોલો. ક્યારેય પણ બીજા લોકો સામે તેની સામે ચીસો ના પાડો. બીજા લોકો સામે તેને આદર આપો. સંબંધને ટકાવી રાખવા માટે સૌથી પહેલા તો બંનેએ મનમાંથી ઇગો દૂર કરવો પડશે. બંને એકબીજાને સન્માન આપો જેટલું તમે પોતાને આપો છો.

જો તમે આ પાંચ ટિપ્સ ફોલ્લો કરો છો તો તમારા સંબંધ પહેલા જેટલો જ મધુર બની જશે. આ પાંચ ટિપ્સ અપનાવવી મુશ્કેલ લાગશે પણ જો તમે મનમાંથી ઇગો કાઢી નાખશો તો આ પાંચ ટિપ્સ અપનાવવી જરા પણ મુશ્કેલ નથી.

One comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *