પતિએ ઓફિસમાં બેઠા બેઠા સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી, “પંછી બનું ઉડતા ફિરું મસ્ત ગગન મેં….” તરત જ પત્નીની કમેન્ટ આવી કે…

Posted by

જોક્સ-૧

Advertisement

એક ખીચોખીચ ભરેલી બસમાં મોન્ટુ એક ટકલા માણસને બિલકુલ અડીને બેસી ગયો.

ટકલા માણસે ગુસ્સામાં કહ્યુ :

‘હજી નજીક આવી જા ને મારા માથા પર જ બેસી જા’

મોન્ટુ : ના કાકા, હું અહી જ ઠીક છું,

ત્યાંથી તો લપસી જવાનો ડર રહે છે.

જોક્સ-૨

પતિએ ઓફિસમાં બેઠા બેઠા સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી,

‘પંછી બનું ઉડતા ફિરું મસ્ત ગગન મેં…’

તરત જ પત્નીની કમેન્ટ આવી,

‘ધરતી છુતે હી ધનિયા લે આના અપને ભવન મેં,

વર્ના એક ભી બાલ બચને ન દૂંગી તુમ્હારે ચમન મેં’

જોક્સ-૩

એક બહેનપણીએ બીજી બહેનપણીને કીધું,

મારો પતિ મને ખુબ પ્રેમ કરે છે.

કહે છે કે તું જ સાત જન્મ સુધી મારી પત્ની રહેજે.

બીજી બહેનપણી બોલી, આ પુરુષો આવા જ હોય છે,

સાતમાં જન્મથી આગળ બીજી કોઈને કહી રાખ્યું હોય છે.

જોક્સ-૪

પત્ની : કાલ રાતે મને એક સ્વપ્ન આવ્યું કે,

હું અને તમે એક દુકાન પર ગયાં. એ દુકાન સોના ચાંદીનાં ઘરેણાંની હતી.

પતિ : પણ આ વાત સ્વપ્નની જ છે ને?

પત્ની : એ દુકાનેથી તમે મારા માટે એક ઘરેણું ખરીઘું ત્યારે જ મને ખબર મડી કે, આ સ્વપ્ન જ હોવું જોઈએ.

જોક્સ-૫

શિક્ષક : તું ક્લાસમાં ૨૫ મિનિટ મોડો કેમ આવ્યો?

મોન્ટુ : સર હું તમારા વર્ગ માટે મોડો નથી પડ્યો,

હું આગળના વર્ગ માટે ૫ મિનિટ વહેલો આવ્યો છું.

જોક્સ-૬

સરલા તરલાને કહી રહી હતી : મારા પતિ ઓફિસેથી ઘેર પાછા આવે છે, ત્યારે હું એમને ખુબ આરામપુર્વક આરામખુરશીમાં બેસવાનું કહું છું,

અને સાથોસાથ ટિપોય પર પગ લાંબા કરવાનું કહું છું.

તરલા : તને આ ઉદારતાનું શું ઈનામ મળે છે?

સરલા : થોડીવાર બાદ આરામખુરસી પર ઘણું સારું પરચુરણ મને મળી જાય છે, જે એમનાં ખિસ્સામાંથી બહાર નીકળી આવે છે.

જોક્સ-૭

પત્ની : સવારના પહોરમાં તમે છાપામાં શું આમ માથું ઘાલીને વાંચી રહ્યો છો?

પતિ : સાંભળ, એક સમાચાર છે કે એક પતિએ તેની પત્નીને એટલા માટે છુટાછેડા આપ્યા કે,

તેની પત્ની રોજ એના (પતિના) ખિસ્સા ફંફોળ્યા કરતી.

પત્ની : હું તો તમારા ખિસ્સાને હાથ પણ લગાડતી નથી.

હા, પૈસાની જરૂર પડે તો તમારા પાકીટમાંથી કયાં નથી કઢાતા?

જોક્સ-૮

મુકુંદરાવ એમની રોજની ટેવ પ્રમાણે પોતાની ઓફિસે જવા નીકળ્યા કે, તરત જ એમની પત્નીએ જરા રોષે ભરાઈને કહ્યું,

આજે આપણા લગ્નની ૨૫મી વર્ષગાંઠ છે એટલો યે તમને ખ્યાલ આવતો નથી?

મુકુંદરાવ : યાદ કેમ ન આવે?

પત્ની : તો આપણે કંઈ અનોખી રીતે એ ઊજવીએ.

થોડી વાર વિચારીને મુકુંદરાવે સુચવ્યું : બે મિનિટનું મૌન પાળીને શોક વ્યકત કરીએ તો?

જોક્સ-૯

ભોમિયો : જુઓ સાહેબ, આ પાંચસો સાલ પુરાણો કિલ્લો છે. એને એવો ને એવો જાળવી રાખવામાં આવ્યો છે.

એક ઈટ પણ બદલવામાં આવી નથી.

પ્રવાસી : હા, ભાઈ તારું કહેવું ખરું છે. હું સમજી ગયો.

આનો માલિક પણ મારા મકાન માલિક જેવો હોવો જોઈએ.

મારા મકાન માલિકે પણ ૨૦ વર્ષથી મકાનની મરામત કરાવી નથી.

જોક્સ-૧૦

પત્નીએ પોતાના ભાઈને એક કાગળ લખ્યો અને પોતાના ભુલકણા સ્વાભાવવાળા પતિને તે કાગળ ટપાલમાં નાખવા માટે આપ્યો.

પતિએ કાગળમાં તારીખ જોઈ તો આવતા મહિનાની ૧ લી તારીખ તેમાં લખી હતી.

પતિએ કહ્યું : અરે, આવતા મહિનાની તારીખ કેમ લખી?

પત્ની : તમારા ભૂલંકણા સ્વભાવને શું હું નથી જાણતી?

આવતા મહિનાની ૧ લી તારીખ સુધીમાં પણ તમને શું આ કાગળ ટપાલમાં નાખવાનું યાદ નહીં આવે?

Advertisement

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *