પતિ : અરે, હું તો તારાથી કંટાળી ગયો. તને પરણવા કરતાં ઘણું બધુ જ કામ કરવા કોઈ નોકરાણી રાખી લીધી હોત તો સારૂ થાત! પછી પત્નીએ એવો જવાબ આપ્યો કે પતિને પણ શરમ આવી ગઈ

Posted by

જોક્સ-૧

Advertisement

મહેશ : હે ભગવાન? શ્રીમતી ઈન્દિરા ગાંધીને બાંગ્લાદેશના વડાંપ્રધાન બનાવી દેજો!

મમ્મી : બેટા, આવી પ્રાર્થના શા માટે?

મહેશ : આજે પરીક્ષામાં મેં લખ્યું છે કે ઇન્દિરાજી બાંગ્લાદેશનાં વડાંપ્રધાન છે.

જોક્સ-૨

ગાડી ઊભી રહી કે એક મુસાફરે બીજા એક મુસાફરના ખભા પર હાથ લગાવીને કહ્યું :

આ કયું સ્ટેશન છે?

બીજા મુસાફરે કહ્યું : એ સ્ટેશન નથી, મારો ખભો છે.

જોક્સ-૩

પતિ : અરે, હું તો તારાથી કંટાળી ગયો.

તને પરણવા કરતાં કોઈ નોકરાણી રાખી લીધી હોત તો સારૂ થાત!

આટલી મુસીબતો વેઠવી ન પડત. ઘરનું દરેક કામ તું કરે છે એ બધું જ એ કરી આપત!

પત્ની : એમ? તો પછી તમે કોઈ નોકરાણી રાખી લો.

અને પછી આખો દિવસ ઢસરડો કર્યા પછી રાત પડે ત્યારે એને હાથ લગાડી જોજો.

જોક્સ-૪

બેંક માંથી ૩ લાખની લોન પાસ થઈ ગઈ,

તો લોન વિભાગમાં બેંક મેનેજરે મને પુરા ૩ લાખનો ચેક આપ્યો.

મેં કહ્યું : હું તમારો ખુબ જ આભારી છું, અને તમારું આ ઋણ હું જીંદગી ભર ચુકવી શકીશ નહીં.

આ સાંભળીને મેનેજરે ચેક ખેંચી લીધો અને પાછો લઈ લીધો.

શું મેં કંઈક ખોટું કહ્યું હતું?

જોક્સ-૫

શેઠાણી (માળીને) : અહીં પરસાળમાં શું બેસી રહ્યો છે, જરા બહાર જઈને બગીચાને પાણી પાવા લાગી જા.

માળી : પણ વરસાદ પડે છે પછી…

શેઠાણી : પલળી જવાનો ભય હોય તો મારી આ છત્રી લઈ જા!

જોક્સ-૬

ટીનાના ઘરે નવી કાર જોઈને બીના ચોંકી ગઈ.

બીના : ઓહો ટીનુડી, નવી કાર, શુ વાત છે! તારા પપ્પાએ ગિફ્ટ આપી કે શું?

ટીના : અરે ના ના… મારો વર તો વટનો કટકો છે,

પપ્પા તો ફક્ત ઘરનું ભાડું, કરિયાણાનું, ટેલીફોનનું અને લાઈટનું બિલ ભરે છે.

જોક્સ-૭

વિજય અને રમેશ હોટલમાં ગયા.

આઈસક્રીમ ખાધા પછી રમેશ ચમચો પાણીથી ધોવા માંડ્યો.

એ જોઈને વિજયે કહ્યું : અલ્યા, ચમચો કંઈ આપણે ધોવાનો હોય નહીં.

એ તો હોટેલના માણસનું કામ.

રમેશ બોલ્યો : ચમચો ધોયા વિના ચાલે નહીં. ધોઉં નહીં તો પછી એનાથી ખિસ્સું જ બગડે ને!

જોક્સ-૮

જો પત્ની બહુ મગજમારી કરે, તો ચપ્પલ ઉઠાવો…

અને પહેરીને બહાર જતા રહો.

બાકી તમે જે વિચાર્યું એના માટે તો હિમ્મત જોઈએ.

જોક્સ-૯

માતા : અરે કનુ બેટા, આજે આટલો બધો રડે છે કેમ?

કનુ : માં, મારા શિક્ષક માંદા છે એટલે….

માતા : એ તો સારા થઈ જશે….

કનુ : મને પણ એવું લાગે છે અને એથી જ મને રડવું આવે છે.

જોક્સ-૧૦

એક ચિત્ર પ્રદર્શનમાં એક સન્નારી એક ચિત્ર પાસે રહીને પુછવા લાગી,

શું આ બદસુરત વાળી મહિલાનું ચિત્ર પણ તમારી કળાના નમુના રૂપ છે?

ચિત્રકારે જવાબ આપ્યો : હા, આપ ચિત્ર નહીં પણ એ અરીસો જોઈ રહ્યા છો.

જોક્સ-૧૧

છગનલાલ : રમેશ, તો તું દાકતર પાસે કાલે ગયો હતો?

રમેશ : હા, પિતાજી!

છગનલાલ : દાક્તરે તને બરાબર તપાસ્યો?

રમેશ : બરાબર તો નહીં, પણ લગભગ ઠીક ઠીક તો તપાસ્યો.

મારા ખિસ્સામાં ૧૩ રૂપિયા હતા અને તેમણે ૧૨ રૂપિયાનું બિલ બનાવ્યું.

Advertisement

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *