પતિ : દરેક સવારે જ્યારે મારી આંખ ખુલે છે તો ભગવાન પાસે હું પ્રાર્થના કરું છું કે બધાને તારા જેવી પત્ની મળે, પત્ની (ખુશ થઈને) : અચ્છા!!! પછી પતિએ એવો જવાબ આપ્યો કે તે અત્યારે હોસ્પિટલમાં દાખલ છે

જોક્સ-૧

છોકરો છોકરી જોવા ગયો.

છોકરો : તમને કેવા પતિ જોઇએ છે??

છોકરી : મને એક ખુશમિજાજી વ્યક્તિ જોઇએ છે.

જે સારું ગાતો હોય.

સારું ડાન્સ કરતો હોય મને રોજ નવી નવી જગ્યા બતાવે,

દર અઠવાડિયા પિક્ચર બતાવે, હું કહું તો બોલે નહીં તો ચૂપ રહે.

છોકરો : મને લાગે છે કે

તમને પતિ નહીં ટેલિવિઝન સેટની જરૂર છે.

જોક્સ-૨

પપ્પુ : મારી પત્ની એટલી મજાક કરે છે કે શું જણાવું.

ગપ્પુ : એકાદ કિસ્સો તો જણાવ.

પપ્પુ : કાલે મેં પાછળથી જઈને તેની આંખો પર હાથ રાખીને પૂછ્યું, હું કોણ?

તો તે બોલી : દૂધ વાળા.

જોક્સ-૩

છગન અને મગન એક બેંકમાં નોકરી કરતા હતા, એક દિવસ બેંકમાં ચોર ઘુસી ગયા.

તેમણે બેંકના બધા રૂપિયા લઇ લીધા અને કર્મચારીઓને લાઈનમાં ઉભા રાખીને તેમના પાકીટ, ઘડિયાળ અને કિંમતી વસ્તુઓ લેવા લાગ્યા.

ત્યારે છગને ચુપચાપ મગનના હાથમાં ૨૦૦૦ ની નોટ મૂકી લીધી.

મગને પૂછ્યું : આ શું છે?

છગન : મેં તારી પાસેથી ૪ મહિના પહેલા ૨૦૦૦ ઉધાર લીધા હતાને, તે ચૂકવી દીધા.

જોક્સ-૪

લગ્ન પછી પત્નીને ખુશ રાખવા માટે I Love You પછીનો સૌથી અસરદાર શબ્દ છે,

લાવ આજે વાસણ હું ધોઈ દઉં છું.

જોક્સ-૫

ચંગુ : ભાઈ ક્યાં જઈ રહ્યો છે?

મંગુ : યાર સોનું ખરીદવા જઈ રહ્યો છું, તેના ભાવ આજે ઘણા ઉતરી ગયા છે.

ચંગુ : તને કોણે કહ્યું?

મંગુ : ટીવી પર ન્યુઝ વાળી સુંદર છોકરી કહી રહી હતી,

સોનેમેં ભારી ગિરાવટ આઈ હૈ, પહેલે લોગ ૮ ઘંટે સોતે થે અબ મોબાઈલ ફોન કે કારન ૪ ઘંટે સોતે હૈ.

જોક્સ-૬

છગન પોતાની પત્ની પીન્કી અને નવજાત બાળકને હોસ્પિટલમાં લઈને આવ્યો.

પીન્કી : બાળકે પેશાબ કરી છે તેનું ડાયપર બદલી દો.

છગન : અત્યારે હું વ્યસ્ત છું, બીજી વખત પાક્કું બદલી દઈશ.

થોડી વાર પછી બાળકે સંડાસ કર્યું તો પીન્કીએ છગનને બાળકનું ડાયપર બદલવા કહ્યું.

છગને પીન્કી તરફ જોઇને કહ્યું : મારો કહેવાનો અર્થ હતો કે બીજું બાળક થશે ત્યારે હું તેનું ડાયપર બદલીશ.

પછી હોસ્પિટલ વાળાએ છગનને માથા પર પાટાપીંડી કરીને ઘરે મોકલવો પડ્યો.

જોક્સ-૭

ગર્લફ્રેન્ડ અને બોયફ્રેન્ડ ફૂટપાથ પર ચાલી રહ્યા હતા.

બોયફ્રેન્ડે ગર્લફ્રેન્ડનો હાથ પકડીને કહ્યું : તારી આંખો કેટલી સુંદર છે.

ગર્લફ્રેન્ડ (શરમાઈને) : છોડોને.

બોયફ્રેન્ડ : તારા વાળ કેટલા સુંદર છે.

ગર્લફ્રેન્ડ : છોડોને.

બોયફ્રેન્ડ : તારા ગાલ કેટલા ગુલાબી છે.

ગર્લફ્રેન્ડ : છોડોને.

બોયફ્રેન્ડ : અરે ક્યારનો આટલી લાંબી લાંબી છોડી રહ્યો છું, હજી કેટલી છોડું મારી માં.

ગર્લફ્રેન્ડ (ગુસ્સે થઈને) : મારો હાથ છોડોને એમ કહું છું.

જોક્સ-૮

રાજુ : મને એ સમજાવ કે પતિ હકીકતમાં હોય છે શું?

શ્યામ : પતિ તે પ્રાણી છે જે ભૂત પ્રેતથી નહિ ડરે,

પણ પત્નીના મિસકોલ જોઇને તે જરૂર ડરી જાય છે.

જોક્સ-૯

શિક્ષક : અપ્પુ વિજળી ક્યાંથી આવે છે???

અપ્પુ : મામાને ઘરેથી!!

શિક્ષક : હે… કેવી રીત??

અપ્પુ : જ્યારે વિજળી જાય છે મારા પપ્પા કહે છે,

સાલાએ ફરીથી કાપી નાંખી!!!

જોક્સ-૧૦

પતિ : દરેક સવારે જ્યારે મારી આંખ ખુલે છે

તો ભગવાન પાસે હું પ્રાર્થના કરું છું કે બધાને તારા જેવી પત્ની મળે.

પત્ની (ખુશ થઈને) : અચ્છા!!!

પતિ : આટલા મોટા શહેરમાં હું એકલો જ શા માટે દુઃખી રહું.