પતિ ઘરે ન હોય ત્યારે પત્નીએ ન કરવા જોઈએ આ ૬ કામ, પતિની ઉંમર ઘટી જાય છે અને માં લક્ષ્મી ઘર છોડીને જતાં રહે છે

ગરુડ પુરાણમાં એક પુરુષ માટે કઠોર ગૃહસ્થ નિયમ જણાવવામાં આવેલ છે, એવી જ રીતે પતિવ્રતા સ્ત્રી માટે પણ મહત્વપુર્ણ નિયમ જણાવવામાં આવેલા છે. જે પણ સ્ત્રી આ નિયમોનું પાલન કરતી નથી તેનું સૌભાગ્ય નષ્ટ થઈ જાય છે અને જીવનમાં દુર્ભાગ્ય આવે છે. આવી સ્ત્રી ઉપર ક્યારેય પણ માતા લક્ષ્મીની કૃપા થતી નથી. માતા લક્ષ્મી આવી સ્ત્રીના ઘરમાં ક્યારેય પણ નિવાસ કરતા નથી તથા તેના ઘરનો ત્યાગ કરીને હંમેશા માટે ચાલ્યા જાય છે. ગરુડ પુરાણમાં પરિણીત મહિલાઓ માટે મહત્વપુર્ણ નિર્દેશ આપવામાં આવેલા છે. જો પતિ ઘરમાં ન હોય અને તે કોઈ મહત્વપુર્ણ કામ માટે બહારગામ ગયેલ હોય તો પતિવ્રતા સ્ત્રીએ કઈ રીતે રહેવું જોઈએ અને ક્યાં કાર્ય ન કરવા જોઈએ આ બાબતમાં મહત્વપુર્ણ જ્ઞાન આપવામાં આવેલ છે.

જે પણ સ્ત્રી શાસ્ત્રોમાં બતાવવામાં આવેલા આ નિયમોનું પાલન કરે છે તેના જીવનમાં હંમેશા સુખ શાંતિ રહે છે. વળી જે સ્ત્રી આ નિયમોનું પાલન કરતી નથી તેનો પરિવાર તુટી જાય છે અને બરબાદ થવામાં જરા પણ સમય લાગતો નથી. સાથોસાથ પતિ પત્નીની વચ્ચે પ્રેમ પણ ઓછો થઈ જાય છે અને તેમના સંબંધોમાં તિરાડ પડી જાય છે. શાસ્ત્રોમાં સ્ત્રીઓને ઘરની લક્ષ્મી કહેવામાં આવેલ છે. એટલા માટે સ્ત્રીઓએ મા લક્ષ્મીની જેમ જ ગુણવાન રહેવું જોઈએ. ચરિત્રવાન અને પતિવ્રતા સ્ત્રીઓથી તો દેવતાઓ પણ ભયભીત રહે છે. યમ નાં દુત પણ ડરતા-ડરતા તેમના દ્વાર ઉપર આવે છે. પતિવ્રતા સ્ત્રી જ પોતાના પતિની પ્રગતિ નું સાધન હોય છે.

ગરુડ પુરાણમાં ઘરમાં રહેતા સદસ્યો અને પતિ પત્ની માટે અમુક નિયમ બનાવવામાં આવેલ છે જેથી ઘરમાં ખુશાલી જળવાઈ રહે અને પતિનું આયુષ્ય લાંબુ થાય. આ નિયમો એવા છે, જેને રોજિંદા કામ કરતા સમયે આપણે ધ્યાનમાં રાખવા જોઈએ. ઘરમાં કચરા પોતાથી લઈને પત્નીએ શૃંગાર કરતા સમયે પણ ઘણી બાબતોનું ધ્યાન રાખવું જોઈએ. જો આ નિયમોનું પાલન ન કરવામાં આવે તો તેનાથી પતિના આયુષ્ય ઉપર સંકટ ઉભું થાય છે અને પરિવારમાં ગરીબી છવાઈ જાય છે. ઘરની ખુશહાલી અને પતિના લાંબા આયુષ્ય માટે આ નિયમોનું પાલન કરવું જરૂરી હોય છે.

ક્યારેય પણ પોતાના પતિ બહાર જાય તો તમારે પોતાના શૃંગાર ઉતારવો જોઈએ નહીં. શૃંગાર એવા સમય પર ઉતારવો જોઈએ જ્યારે તમારા પતિ ઘરમાં હોય અથવા તો રાતના સમયે તમે સુવા માટે જઈ રહ્યા હોય ત્યારે શૃંગાર ઉતરવો જોઈએ.. પતિ બહાર ગયા બાદ શૃંગાર ઉતારવાથી તેમના આયુષ્ય ઉપર સંકટ ઉભું થાય છે. આવું ત્યારે કરવામાં આવે છે જ્યારે પતિનું મૃત્યુ થઈ જાય છે, એટલા માટે આવું બિલકુલ ન કરવું જોઈએ. કોઈપણ જ્વેલરી વગેરે ત્યારે ઉતારો જ્યારે પતિ ઘરે હોય અથવા તેમના બહાર ગયાને ઘણો સમય પસાર થઈ ગયો હોય.

જો તમારા વાળ મોટા છે અને તમે તેને બાંધીને રાખો છો તો ક્યારે પણ પતિના બહાર ગયા બાદ વાળ ખોલવા જોઈએ નહીં. આવું કરવાથી ઘરમાં ગરીબીનો વાસ થાય છે. વાળને ખુલ્લા રાખવા ત્યારે જ શ્રેષ્ઠ માનવામાં આવે છે જ્યારે તમારા પતિ ઘરમાં હોય અથવા તો તમે પોતાના વાળ ધોયેલા હોય.

પતિનાં બહાર ગયા બાદ ઘરમાં પોતું કરવું અશુભ માનવામાં આવે છે. જ્યારે પણ તમારા ઘરમાંથી પતિ આવે અથવા તો તમારા પતિ બહાર જાય તો તમારે તુરંત પોતુ લગાવવું જોઈએ નહીં, કંઈક ખાધા પીધા બાદ અથવા તો થોડો સમય બેસી ગયા બાદ પોતુ કરી શકાય છે. જો પતિના ગયા બાદ તુરંત પોતુ કરવામાં આવે તો તેનાથી પ્રગતિ અટકી જાય છે.

ક્યારે પણ એવા સમયે ઘરમાં કચરો કાઢવો જોઈએ નહીં જ્યારે તમારા પતિ ઓફિસ જઈ રહ્યા હોય અથવા તો કોઈ કામ માટે બહાર જઈ રહ્યા હોય. આવું કરવાથી માતા લક્ષ્મી નારાજ થઈ જાય છે. ઘરમાંથી બહાર ગયા બાદ તુરંત સાવરણીથી કચરો સાફ કરવો અશુભ માનવામાં આવે છે. ઘરેથી બહાર જવા માટે કોઈ નીકળે તે પહેલા જ સાવરણીથી કચરો સાફ કરી લેવો જોઈએ.

ક્યારેય પણ બહારથી પતિનાં આવ્યા બાદ તુરંત સ્નાન કરવું જોઈએ નહીં. પતિનાં ઘરમાં આવ્યા બાદ સ્નાન કરવું અશુભ માનવામાં આવે છે. અંતિમક્રિયા માં ગયા બાદ ત્યાંથી આવ્યા બાદ તુરંત સ્નાન કરવામાં આવે છે, એટલા માટે આવું કરવું અશુભ હોય છે. અંતિમ વિદાય બાદ સ્નાન કરવામાં આવે છે એટલા માટે ક્યારે પણ કોઈના આવ્યા બાદ સ્નાન કરવું જોઈએ નહીં.

નખ કાપવા માટે મંગળવાર શનિવાર અને ગુરૂવારનો દિવસ હંમેશા એવોઇડ કરવો જોઈએ. પતિના બહાર ગયા બાદ તુરંત નખ કાપવાથી રાહુ બળવાન બને છે અને તેના સાથે સંબંધિત પતિનું ભાગ્ય કમજોર થાય છે અને પતિ ઉપર સંકટ વધે છે. એટલા માટે કોશિશ કરો કે નખ એવા સમયે કાપવા જોઈએ જ્યારે તમારા પતિ બહાર ન ગયા હોય.