જોક્સ-૧
એક મારવાડી શેઠને એના મુનિમે એક દિવસ કહ્યું :
શેઠજી, આપને ત્યાં છેલ્લાં વીસ વરસથી હું નોકરી કરું છું,
છતાં કોઈ દિવસ મેં આપની પાસે પગાર વધારવાની માગણી કરી નથી…
તેને આગળ બોલતો અટકાવીને શેઠે કહ્યું :
એટલે તને મેં વીસ વરસથી નોકરી પર જાળવી રાખ્યો છે.
જોક્સ-૨
રિંકી : તને ખબર છે આખી રાત જાગવાથી શું ફાયદો થાય છે?
મિંકી : ના, તું જ જણાવ?
રિંકી : સવારે ઉઠીને બ્રશ કરવાની જરૂર નથી પડતી.
જોક્સ-૩
ડૉક્ટર (દર્દીને) : તને કોઈ ખાસ રોગ નથી, પણ તારે ઘરની બહાર ખુલ્લામાં વધારે રહેવું અને દિવસમાં ૩-૪ માઈલ ફરવાનું રાખવું જોઈએ.
દર્દી : હમ…
ડૉક્ટર : તું શું કામ કરે છે?
દર્દી : હું ટપાલી છું.
જોક્સ-૪
પિતા : ક્યાં છો દીકરા?
ટીટુ : હું હોસ્ટેલમાં છું, પરીક્ષા બહુ નજીક છે એટલે વાંચી રહ્યો છું. તમે ક્યાં છો?
પિતા : ઠેકા પર લાઈનમાં તારી પાછળ છેલ્લે ઉભો છું, મારી પણ એક પોટલી લઈ લેજે.
જોક્સ-૫
ટિલ્લુ તેના ફેસબુક એકાઉન્ટનો પાસવર્ડ વારંવાર ભૂલી જતો હતો.
તેણે વિચાર્યું કે હવે તેની પાસે એવો પાસવર્ડ હોવો જોઈએ જે તે ક્યારેય ભૂલી ન શકે.
તેણે નવો પાસવર્ડ મુક્યો – ‘INCORRECT’.
હવે જ્યારે પણ તે ખોટો પાસવર્ડ નાખે છે, ત્યારે કોમ્પ્યુટર તેને આપોઆપ યાદ કરાવે છે : “તમારો પાસવર્ડ INCORRECT છે.”
જોક્સ-૬
પતિ : જાનું, મને લાગ્યું કે તું મને મિસ કરતી હશે એટલે વિચાર્યું ફોન કરી વાત કરું.
પત્ની : અચ્છા! તો સવારે જે ઝગડો કર્યો તેનું શું?
પતિ : અરે યાર, આ તો ઘરે જ ફોન લાગી ગયો.
જોક્સ-૭
મિંકુ : ભાઈ, વાળ નાના કરી દે.
વાળંદ : સાહેબ કેટલા નાના કરવાના છે?
મિંકુ : એટલો નાના કે પત્નીના હાથમાં ન આવી શકે.
જોક્સ-૮
ચીકુ : જો તું જંગલમાં હોય અને ત્યાં સિંહ આવે તો તું શું કરશે?
મીકુ : હું ઝાડ પર ચઢીશ.
ચીકુ : જો તે ત્યાં પણ પહોંચે તો.
મીકુ : પછી હું પાણીમાં કુદીશ.
ચીકુ : અને એ પાણીમાં પણ આવે તો?
મીકુ : પહેલા મને એ કહે કે તું સિંહનો ભત્રીજો છે કે શું, જે તે તું કહેશે એમ જ કરશે.
જોક્સ-૯
જો કોઈ છોકરી મેકઅપ કરીને, નવા કપડાં પહેરીને લગ્ન, પાર્ટી કે ફંક્શનમાં જઈ રહી હોય તો સમજી લેજો કે…
બીજે જ દિવસે કાં તો ફેસબુક પર તેનો પ્રોફાઈલ ફોટો બદલાઈ જશે, અથવા રિલેશનશિપ સ્ટેટસ.
લી. પિંકીનો એક્સ બોયફ્રેન્ડ.
જોક્સ-૧૦
લગ્નમાં એક હેન્ડસમ છોકરાએ એક છોકરીને પૂછ્યું : શું તમે ડાન્સ કરશો?
છોકરી ખુશ છે : હા, જરૂર.
છોકરો : તો હું તમારી આ ખુરશી લઈ જાઉં દીદી?
છોકરીનો આખો મુડ ખરાબ થઇ ગયો.
જોક્સ-૧૧
૫ વર્ષનો બાળક : હું તને પ્રેમ કરું છું મમ્મી.
મમ્મી : હું પણ તને પ્રેમ કરું છું દીકરા.
17 વર્ષનો બાળક : હું તને પ્રેમ કરું છું મમ્મી.
મમ્મી : તારા બાપ પાસે જા, અહીં એક પણ રૂપિયો નહિ મળે.
જોક્સ-૧૨
માસ્તર : મને કહો બાળકો, ટાઈગર બિસ્કીટ પર રહેલા લીલા નિશાનનો અર્થ શું છે?
વિદ્યાર્થી : સર, મતલબ કે ટાઈગર ઓનલાઈન છે.
જોક્સ-૧૩
ફેસબુક પર દરેક છોકરાની એક જ સમસ્યા છે,
તેના પરિવારના સભ્યોને લાગે છે કે, ક્યાંક અમારો છોકરો લવ મેરેજ ન કરી લે.
પણ એમને શું ખબર, અહીં છોકરીઓ તેને ફ્રેન્ડ નથી બનાવતી, એવામાં લવ મેરેજ તો દૂરની વાત છે.
જોક્સ-૧૪
છોકરીઓની એક સ્માઈલ કન્ફ્યુઝ કરી દે છે કે…
સમજ જ નથી પડતી કે હસીને જોઈ રહી છે કે જોઈને હસી રહી છે.
જોક્સ-૧૫
બે વાત હંમેશા યાદ રાખો :
દરેક વ્યક્તિ એટલી ખરાબ નથી હોતી જેટલી તે આધાર કાર્ડ પર દેખાય છે.
દરેક વ્યક્તિ એટલી સારી નથી હોતી જેટલી તેઓ તેમની Facebook પ્રોફાઇલ પર દેખાય છે.
જોક્સ-૧૬
પરેશ અને જયેશ બંને ભાઈઓ એક જ વર્ગમાં ભણતા હતા.
શિક્ષક : તમે બંનેએ તમારા પિતાનું નામ અલગ-અલગ કેમ લખ્યું છે?
પરેશ : મેડમ, પછી તમે જ કહેશો કે અમે નકલ કરી છે, એટલે.