પતિ : કામ કરવા માટે એક નોકરાણી રાખી દઈએ તો? પત્ની : ના હો, નથી જોઈતી. પતિ : કેમ? પછી પત્નીએ એવો જવાબ આપ્યો કે પતિને પણ શરમ આવી ગઈ

જોક્સ-૧

પત્ની : જ્યારે, હું આ ઘરમાં આવી ત્યારે મચ્છરો ઘણા હતા, હવે જુઓ ઘર કેટલું સ્વચ્છ છે. અહીં કોઈ મચ્છર નથી.
પતિ : આપણા લગ્ન પછી મચ્છરો એવું કહીને ઘરમાંથી નીકળી ગયા કે,

હવે તારું લોહી પીનારી આવી ગઈ છે,

એટલે અમારા માટે કાંઈ બચશે જ નહિ.

જોક્સ-૨

પપ્પુ એ રેડિયો સ્ટેશનમાં કોલ કર્યોને પુછ્યું,

શું તમે 93.5 FM માંથી બોલો છો?

FM વાળા : જી હા, બોલો.

પપ્પુ : શું મારો અવાજ આખું શહેર સાંભળે છે?

FM વાળા : હા સાંભળે છે ભૈ…

પપ્પુ : તો મારા ઘરે મારી બેન રેડિયો સાંભળે છે એને પણ અત્યારે આજ સાંભળતું હશે ને?

FM વાળા : હા લ્યા કેટલી વાર પુસે….

પપ્પુ : હેલ્લો પિંકી જો તું મારો અવાજ સાંભળતી હોય તો મોટર ચાલુ કરી દેજે…. હું ઉપર ટોયલેટમાં બેઠો છું ને પાણી પતિ ગયું છે…. ને તારો ફોન સ્વીચઓફ આવે છે….

જોક્સ-૩

પત્ની : સાંભળો છો, મારા પેટમાં મચ્છર જતું રહ્યું છે, હવે હું શું કરું?

પતિ : અરે ગાંડી ઓલ આઉટ પી લે.

છ સેકન્ડમાં કામ શરૂ.

પછી પતિની જોરદાર ધોલાઈ થઈ.

જોક્સ-૪

પત્ની : તું બહુ સ્વાર્થી છે.

પતિ : અરે મેં એવું તે શું કર્યું?

પત્ની : તમારા લેપટોપમાં My Documents નામનું ફોલ્ડર છે, તમે તેને Our Documents તરીકે પણ નામ આપી શક્યા હોત. પણ તમે રહ્યા સ્વાર્થી એટલે એવું ના કર્યું.

પતિએ રડતા રડતા માઈક્રોસોફ્ટ વાળાને ફેરફાર માટે મેઈલ કર્યો છે.

જોક્સ-૫

છોકરો : તારો નાનો ભાઈ મેં તને કિસ કરી એ જોઈ ગયો.

એનું મોં બંધ રાખવા એને શું આપું?

છોકરી : બીજા બધા ૧૦૦ આપે છે તું ૯૦ આપશે તો ચાલશે.

જોક્સ-૬

રમેશ : હાથમાં આવેલી હર્ષા છટકી ગઈ.

સુરેશ : તું તારા કરોડપતિ કાકાનો એકલો વારસ છે એ તેં એને કહ્યું હતું?

રમેશ : હા. અને હવે તે મારી કાકી થવાની છે.

જોક્સ-૭

ગર્લફ્રેન્ડ : આપણા લગ્ન માટે તારા મમ્મી-પપ્પાએ શું વિચાર્યું?

બોયફ્રેન્ડ : પપ્પા હજુ કાંઈ બોલ્યા નથી અને મમ્મી એનો વિરોધ કરવા તૈયાર છે.

જોક્સ-૮

હિના : હું તારી દરેક મુશ્કેલીમાં સાથ આપીશ.

પપ્પુ : પણ ગાંડી મારે કોઈ મુશ્કેલી જ નથી.

હિના : હું લગ્ન પછીની વાત કરું છું.

જોક્સ-૯

ટીના : વાંચ, પરેશે મારા માટે શું લખ્યું છે.

મીના : તારી પાંચ ફૂટ છ ઈંચની લંબાઈ, તારો ગોળમટોળ ચહેરો, તારી એકવીસ ઇંચની કમર,

શ્યામ વાન, ભૂરી આંખ અને કાળા વાળ ખુબ યાદ આવે છે.

ટીના : કેટલું સુંદર લખ્યું છે નઈ!

મીના : તને ખબર નથી? તે ટીવી પર ખોવાયેલી વ્યક્તિઓ વિષેની જાહેરાત કરવાનું કામ કરે છે.

આ કોઈ બીજાની માહિતી છે.

જોક્સ-૧૦

અજય : મારી એક્સ ગર્લફ્રેન્ડ ગમે એની જોડે પરણી શકી હોત.

વિજય : તો હજી સુધી પરણી કેમ નથી.

અજય : કોઈને હજી સુધી ગમી નથી.

જોક્સ-૧૧

પત્ની : મેં એક અફલાતૂન વાત વાંચી.

પતિ : કઈ?

પત્ની : જેને ચાળીસ વર્ષ સુધી વાંચતા લખતા નો’તું આવડતું એ માણસ સ્ત્રીને ખાતર બે વર્ષમાં પ્રોફેસર બની ગયો.

પતિ : એમાં શી મોટી વાત છે? હું એવા માણસને ઓળખું છું જે ૪૦ વર્ષની ઉંમરે પ્રોફેસર હતો અને એક સ્ત્રીને મળી બે જ દિવસમાં મૂર્ખ બની ગયો.

જોક્સ-૧૨

કીર્તિ : આ છોકરાઓ કેટલા જલ્દી બદલાઈ જાય છે નહિ.

નીતિ : એ કેવી રીતે?

કીર્તિ : બે મહિના પહેલા હું સોહમની દીવાની હતી.

અને આજે તે મને ભૂંડ જેવો લાગે છે.

જોક્સ-૧૩

જજ : તમારી પત્નીની ફરિયાદ છે કે તમે ૫ વર્ષથી પત્ની જોડે વાત કરી નથી.

પપ્પુ : યોર ઑનર. હું એક જેન્ટલમૅન છું. સ્ત્રી બોલતી હોય તો વચમાં બોલતો નથી.

જોક્સ-૧૪

પતિ : કામ કરવા માટે એક નોકરાણી રાખી દઈએ તો?

પત્ની : ના હો, નથી જોઈતી.

પતિ : કેમ?

પત્ની : તારા લખણ ની ખબર છે, તને ખબર છે ને પેલા હું પણ નોકરાણી જ હતી.