પતિને રાજા અને ઘરનાં સ્વર્ગ બનાવી દે છે આવી સ્ત્રી, આવી સ્ત્રી સાથે જ લગ્ન કરવા

Posted by

ભારતીય ઇતિહાસનાં મહાન વિદ્વાનો માંથી એક આચાર્ય ચાણક્યએ એવી ઘણી વાતો જણાવી છે, જે માનવ જીવનમાં ખુબ જ કારગર છે. આચાર્ય ચાણક્યની નીતિઓનું પાલન કરીને વ્યક્તિ જીવનમાં સફળતા પ્રાપ્ત કરી શકે છે. આચાર્ય ચાણક્યએ દરેક ક્ષેત્ર સાથે જોડાયેલી વાતોને વિસ્તારપૂર્વક જણાવેલ છે. એવી જ રીતે આચાર્ય ચાણક્યએ પોતાની નીતિમાં એવું પણ જણાવ્યું છે કે ક્યાં પ્રકારની સ્ત્રી સાથે લગ્ન કરવાથી પુરુષનું જીવન ખુશહાલ બની શકે છે અને તેનું વૈવાહિક જીવન હંમેશાં સુખમય જળવાઈ રહે છે. તો ચાલો જરા પણ મોડું કર્યા વગર આ આર્ટિકલમાં આવી સ્ત્રી વિશે જાણીએ.

ધાર્મિક

ફક્ત લગ્ન માટે ધાર્મિક સ્ત્રી યોગ્ય નથી, પરંતુ દરેક વ્યક્તિએ ધાર્મિક હોવું જરૂરી છે. ધર્મ સાથે જોડાયેલ વ્યક્તિ ક્યારે પણ ખોટા રસ્તા પર ચાલી શકતો નથી અને હંમેશા સફળતાની સીડી ચડી શકે છે. જો કોઈ પુરુષ કોઈ ધાર્મિક સ્ત્રી સાથે વિવાહ કરે છે તો તેનાથી નિશ્ચિત વ્યક્તિનો ભાગ્યોદય થઈ જાય છે. જે ઘરમાં દરરોજ પુજાપાઠ થાય છે તે ઘર કોઈ મંદિર થી ઓછું હોતું નથી.

સંતોષ રાખવાવાળી

આચાર્ય ચાણક્યએ સંતોષ રાખવાવાળી સ્ત્રીને શ્રેષ્ઠ જણાવેલ છે. ચાણક્ય અનુસાર જે સ્ત્રી સંતોષ રાખે છે અને કોઈપણ પરિસ્થિતિમાં સમજી વિચારીને કાર્ય કરે છે, તેના પતિ પણ હંમેશા ખુશ રહે છે.

ધીરજવાન

દરેક વ્યક્તિએ પોતાના જીવનમાં ધીરજ રાખવી જોઈએ. કહેવામાં આવે છે કે ઉતાવળમાં કરવામાં આવેલ કામ વ્યક્તિને પરેશાનીમાં મૂકી શકે છે, જેથી થોડો વિચાર કરીને કામ કરવું વધારે યોગ્ય હોય છે. આચાર્ય ચાણક્યનું કહેવું છે કે જે પુરુષ ધીરજવાન સ્ત્રી સાથે લગ્ન કરે છે તે સ્ત્રી તેનું ભાગ્ય બદલી શકે છે અને બંનેનું વૈવાહિક જીવન આનંદ અને સુખ સમૃદ્ધિથી પસાર થાય છે.

ક્રોધ ન કરવા વાળી સ્ત્રી

ક્રોધ એટલે કે ગુસ્સો વ્યક્તિનો સૌથી મોટો દુશ્મન હોય છે. ક્રોધ અંદરને અંદર વ્યક્તિને ખાલી કરી નાખે છે અને ક્રોધને જેટલો કાબુમાં કરી શકાય તેટલું વધારે સારું હોય છે. આચાર્ય ચાણક્ય જણાવે છે કે ક્યારે પણ ખુબ જ ક્રોધિત થવું જોઈએ નહીં. ખાસ કરીને મહિલાઓને લઈને ચાણક્યનું મંતવ્ય છે કે મહિલાઓએ ગુસ્સો કરવો જોઈએ નહીં. ચાણક્ય જણાવ્યું છે કે જે સ્ત્રી ક્રોધ ન કરે તેની સાથે લગ્ન કરવાથી વ્યક્તિનું ભાગ્ય બદલી જાય છે. જે ઘરમાં ક્રોધ કરવાવાળા લોકો નથી હોતા, ત્યાં ભગવાનનો વાસ હોય છે. તે ઘર કોઈ સ્વર્ગ થી ઓછું હોતું નથી. આવા ઘરમાં કોઈપણ પ્રકારની પરેશાની અથવા સમસ્યા આવતી નથી.

મધુર વાણી બોલવા વાળી

મીઠી વાણી બોલવાવાળી કોયલ પણ લોકોનું મન મોહી લેતી હોય છે, તો પછી મીઠા વચન બોલવા વાળી સ્ત્રી કોઈ પણ પુરુષનાં દિલ પર રાજ કરી શકે છે. વ્યક્તિ ની સૌથી મોટી ઓળખ તેની વાણી પર થાય છે અને જો વાણી મધુર હોય તો પછી તો કહેવું જ શું. આચાર્ય ચાણક્ય જણાવે છે કે વ્યક્તિએ હંમેશા મધુર વાણી બોલવી જોઈએ. વળી આ પ્રકારની સ્ત્રી કોઈપણ પુરુષનાં ભાગ્યનો ઉદય કરી શકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *