સનાતન ધર્મમાં ગરુડ પુરાણ ને મહાપુરાણ કહેવામાં આવેલ છે. જેના માધ્યમથી લોકોને ખરાબ કર્મોનો ત્યાગ કરીને ધર્મના માર્ગ ઉપર ચાલવાનો સંદેશ આપવામાં આવેલ છે. જેથી તેઓ એક સારું જીવન જીવી શકે. ગરુડ પુરાણમાં સારા અને ખરાબ કર્મો નું વર્ણન કરવામાં આવેલ છે અને તેના આધાર પર જણાવવામાં આવ્યું છે કે મૃત્યુ બાદ વ્યક્તિને શું મળે છે. ગરુડ પુરાણમાં કહેવામાં આવ્યું છે કે મૃત્યુ બાદ મનુષ્યને પોતાના કર્મોના આધાર પર સ્વર્ગ અને નર્કની પ્રાપ્તિ થાય છે. વળી જો કોઈ સ્ત્રી પોતાના પતિનું અપમાન કરી રહી હોય તો આવી સ્ત્રીને ગરુડ પુરાણ અનુસાર દંડ આપવામાં આવે છે. તો ચાલો તેના વિશે વિગતવાર જાણીએ.
એવું માનવામાં આવે છે કે જે લોકો બીજા લોકોના પૈસા લુંટે છે, તેમને દોરડાથી બાંધીને નરકમાં એટલો માર મારવામાં આવે છે કે તેઓ બેભાન થઈ જાય. ભાનમાં આવ્યા બાદ ફરીથી તેમને મારવામાં આવે છે.
જે પોતાના વડીલોનું અપમાન કરે છે અથવા તો તેમને ઘરેથી કાઢી મુકે છે. આવા વ્યક્તિને નરકની આગમાં ડુબાડવામાં આવે છે. વળી તેમને આ આગમાં ત્યાં સુધી ડુબાડવામાં આવે છે, જ્યાં સુધી તેમની ચામડી ઉતરી ન જાય.
જે લોકો પોતાના સ્વાર્થ માટે નિર્દોષ પ્રાણીઓની હત્યા કરે છે, તેમને નરકમાં સખત સજા મળે છે. આવા પાપીઓને એક વાસણમાં ગરમ તેલમાં તળવામાં આવે છે.
પતિ પત્ની જે એકબીજાની સ્થિતિનો ફાયદો ઉઠાવે છે, જ્યાં સુધી તેઓ એકબીજાના પૈસા નો ફાયદો ઉઠાવી શકે છે ત્યાં સુધી એકબીજાની સાથે રહે છે. આવા લોકોને નરકમાં ગરમ લોખંડના સળિયાથી મારવામાં આવે છે.
જે લોકો બીજાની ખુશી લુંટી લેતા હોય છે, તેમની સંપત્તિ છીનવી લેતા હોય છે, આવા લોકોને થી ભરેલા કુવામાં ધકેલી દેવામાં આવે છે.
જે લોકો પોતાની પત્ની સિવાય અન્ય કોઈ સ્ત્રી સાથે સંબંધ રાખે છે, તેમને નરકમાં ખુબ જ ખરાબ રીતે મારવામાં આવે છે.
એવા લોકો જે જાનવરોની બલિ આપીને તેનું માંસ ખાય છે, આવા લોકો નરકમાં જાય છે અને તેમને જાનવરો ની વચ્ચે છોડી દેવામાં આવે છે. ત્યારબાદ તે બધા જાનવર તેને ફાડી ખાય છે.
જે પુરુષો મહિલાઓ નો બળાત્કાર કરે છે અથવા તો મહિલાઓને દગો આપે છે, તેમની સાથે નરકમાં જાનવર જેવો વ્યવહાર કરવામાં આવે છે અને તેમને મળ અને મુત્ર ભરેલા કુવામાં ધકેલી દેવામાં આવે છે.
એવા લોકો જે પોતાના પદનો દુરુપયોગ કરે છે અને નિર્દોષ વ્યક્તિ ઉપર અત્યાચાર કરે છે, તેમને વૈતરણની નદી ની પીડા ભોગવવી પડે છે. માનવામાં આવે છે કે નદીમાં માનવ શરીર, તેમની ખોપડી, હાડપિંજર વગેરે ગંદી ચીજ હોય છે.
સામાન્ય લોકોને પરેશાન કરનાર લોકોને ખતરનાક જાનવર અને સાપ વાળા કુવામાં ફેંકી દેવામાં આવે છે.
માતા સતીએ પતિ ભોલે શંકરનું અપમાન થવા પર જ્વાળા ઉત્પન્ન કરીને પોતાની દેહલીલા સમાપ્ત કરી દીધી હતી. આ ભૌતિક યુગમાં જે સ્ત્રી પોતાના પતિ નું સન્માન કરે છે તેને સીધા વૈકુંઠધામમાં સ્થાન મળે છે, જ્યારે અપમાન કરનાર સ્ત્રીને નરક લોક ની પ્રાપ્તિ થાય છે.