પતિ-પત્નીએ આ દિવસોમાં એકબીજાથી દુર રહેવું જોઈએ, નહીંતર દેવી-દેવતાઓનાં ક્રોધનો સામનો કરવો પડશે

Posted by

સ્ત્રી પુરુષ ને એકબીજા પ્રત્યે આકર્ષણ હોય તે સૃષ્ટિનું સનાતન સત્ય છે. સૃષ્ટિ ની રચના સ્ત્રી-પુરૂષના મિલન ઉપર નિર્ભર કરે છે. શાસ્ત્રો અનુસાર તે કહેવું બિલકુલ પણ યોગ્ય નથી કે જો મહિલા પુરુષ સામાજિક ધાર્મિક અને પારિવારિક માન્યતાઓ અનુસાર હોય તો એ પવિત્ર ઘટનાક્રમ છે. ધાર્મિક માન્યતાઓને સમજનાર લોકો જાણે છે કે વૈવાહિક બંધન વગર બંધાયેલા સ્ત્રી પુરુષ નો સંગમ યોગ્ય માનવામાં આવતો નથી. આપણા સમાજમાં વૈવાહિક બંધનમાં બંધાઈ ગયા બાદ જ મહિલા પુરુષોના સંબંધોને માન્યતા આપવામાં આવે છે.

Advertisement

લગ્ન બાદ મહિલા પુરુષ ની વચ્ચે સંબંધને પુર્ણ રૂપથી શુદ્ધ અને માન્યતાઓને અનુરૂપ માનવામાં આવે છે. પરંતુ બ્રહ્મવૈવર્ત પુરાણ અનુસાર અમુક એવા દિવસ હોય છે જે દિવસે પતિ પત્ની કોઈ પણ રૂપમાં સંબંધ સ્થાપિત કરવા જોઈએ નહીં. તો ચાલો તે અશુભ દિવસો વિશે જાણીએ, જ્યારે પતિ પત્નીના મિલનને અશુભ માનવામાં આવે છે.

અમાસ

શાસ્ત્રો અનુસાર અમાસના દિવસે પતિ-પત્ની એકબીજા સાથે શારીરિક સંબંધ સ્થાપિત કરવા જોઈએ નહીં. તેનાથી વૈવાહિક જીવનમાં નકારાત્મક પ્રભાવ પડે છે.

પુનમ

પુનમની રાત્રે પણ વિવાહિત દંપતિ એ એકબીજાથી અલગ રહેવું જોઈએ.

સંક્રાંતિ

સંક્રાંતિ ના સમયે પણ પતિ-પત્નીએ એકબીજાની નજીક રહેવું જોઈએ નહીં. આ દરમિયાન નજીક રહેવું તેમના માટે બિલકુલ પણ શુભ માનવામાં આવતું નથી.

એકબીજાથી અંતર

તિથિઓની વાત કરવામાં આવે તો ચતુર્થી અને આઠમ ઉપર વિવાહિત દંપતિએ એકબીજાથી દુર રહેવું જોઈએ.

રવિવાર

પુરાણો અનુસાર રવિવારના દિવસે પણ પતિ-પત્ની એકબીજાથી દુર રહેવું જોઈએ. સંબંધ સ્થાપિત કરવા માટે આ દિવસ શુભ માનવામાં આવતો નથી.

શ્રાધ્ધ અથવા પિતૃ-પક્ષ

શ્રાદ્ધ અથવા પિતૃપક્ષ દરમિયાન પણ પતિ પત્ની સંબંધ બાંધવા વિશે વિચારવું પણ જોઈએ નહીં.

વ્રત

જે દિવસે સ્ત્રી અથવા પુરુષ વ્રત રાખે છે, તે દિવસે પણ કોઈપણ પ્રકારથી પોતાના સાથી ની નજીક જવું જોઈએ નહીં. વળી સંબંધ સ્થાપિત કરવા માટે પણ આ દિવસ યોગ્ય માનવામાં આવતો નથી.

નવરાત્રી

નવરાત્રીના દિવસોમાં પણ સ્ત્રી પુરુષ ની વચ્ચે સંબંધ સ્થાપિત થવા નિષેધ માનવામાં આવે છે.

હિન્દુ ફક્ત એક ધર્મ નથી, પરંતુ જીવન જીવવાની એક રીત છે. સફળ જીવન અને નિર્વિધ્ન ખુશીઓને પ્રાપ્ત કરવા માટે ખુબ જ જરૂરી છે કે હિન્દુ પરંપરાઓ અનુસાર કાર્ય કરવામાં આવે.

Advertisement

Leave a Reply

Your email address will not be published.