જોક્સ-૧
પતિ : પત્ની હંમેશા પતિને જમાડીને પછી જ કે જમે છે?
ભુખ લાગે ત્યારે જમી લેવું જોઈએ, રાહ જોવાની જરૂર શું છે?
પત્ની : આની પાછળ વૈજ્ઞાનિક અને શાસ્ત્રીય કારણ છે કે
જ્યારે એક વૈજ્ઞાનિક દવા બનાવે છે,
તો તે સૌથી પહેલાં વાંદરાઓ પર પ્રયોગ કરે છે.
જોક્સ-૨
પતિ-પત્નીના ઝગડામાં પત્ની થોડું વધારે પડતું બોલી ગઈ.
પતિએ પોતાનો અધિકાર દર્શાવતા કહ્યું કે, પોતના શબ્દો પાછા લઈ લે.
પત્ની : નહીં લઉં.
પતિએ ફરી ગુસ્સામાં કહ્યું : છેલ્લી વાર કહું છું પોતાના શબ્દ પાછા લઈ લે. હું તને 5 મિનિટનો સમય આપું છું.
પત્ની : અને હું પાંચ મિનિટની અંદર મારા શબ્દ પાછા નહીં લઉં તો?
પતિ : સારું, તો તને કેટલો સમય જોઈએ?
જોક્સ-૩
બોસે પોતાની ઓફિસમાં એક પોસ્ટર લગાવ્યું, જેનાં પર લખેલું કે-
“I’m the Boss, Don’t forget and Remain in your limits ”
(હું બોસ છું, એ ભુલતા નહીં અને પોતાની મર્યાદામાં રહેજો. )
જ્યારે એ જમીને પાછા આવ્યા ત્યારે તેમને ટેબલ પર એક ચબરખી મળી.
જેનાં પર લખેલું હતું કે ઘરેથી મેડમનો ફોન આવેલો હતો અને કહેતાં હતાં કે
તમારા સાહેબને કહી દેજો કે ઘરેથી જે પોસ્ટર લઇને ગયાં છે એ
ચુપચાપ સાંજે આવીને જ્યાંથી લીધેલું ત્યાં લગાવી દે.
જોક્સ-૪
પતિ અને પત્ની એક ડાન્સ પાર્ટીમાં જતા હતા.
પત્ની : આજે તો સ્ટેજ પર આગ લગાવી દઈશું.
પતિ : ઓહ, પણ માચીસ તો સાથે લાવ્યા નથી.
પત્ની : અરે એવી રીતે નહીં, આજે હું જોરદાર ડાન્સ કરીશ.
પતિ : હાં, પછી તો લોકો જ સ્ટેજ પર આગ લગાવી દેશે.
જોક્સ-૫
એક દિવસ પપ્પુને અજાણ્યા નંબર પરથી ફોન આવ્યો.
ફોન પર મહિલાનો અવાજ હતો : હલો, શું તમે કુવારા છો?
પપ્પુ : હા, પણ તમે કોણ છો?
મહિલા : તારી પત્ની બોલી રહી છું, આજે ઘરે આવ એટલે બધું જણાવું.
થોડી વાર પછી પાછો કોઈ બીજા અજાણ્યા નંબર પરથી ફોન આવ્યો?
મહિલા : શું તમે વિવાહીત છો?
પપ્પુ : હાં, પણ તમે કોણ?
મહિલા : તમારી ગર્લફ્રેન્ડ દગાબાજ.
પપ્પુ : સોરી બેબી, મને લાગ્યું મારી પત્ની છે.
મહિલા : તારી પત્ની જ છું, તું ખાલી ઘરે આવ, પછી બતાવું તને.
જોક્સ-૬
પતિ : આ વાત અવિશ્વસનીય છે, તે સાંભળી છે માણસ જેટલો વધારે મુર્ખ હોય, એને એટલી જ વધારે સુંદર પત્ની મળે છે.
પત્ની (ખુશ થઈને) : બસ-બસ, રહેવા દો મારી પ્રશંસા કરવા સિવાય કોઈ બીજા કામ પણ કરતા રહો.