શું હકીકતમાં પતિ-પત્ની ૭ જન્મોનાં સાથી હોય છે, પતિ-પત્નીનાં ૭ જન્મોનું રહસ્ય

Posted by

હિન્દુ મને તો અનુસાર જે વ્યક્તિ સાથે લગ્ન થાય છે તે સાત જન્મ સુધી ચાલે છે. વ્યવહારિક રૂપથી આ વાત ભલે અજીબ લાગે પરંતુ માન્યતાઓ તો એવું જ કહી રહે છે. હિન્દુ ધર્મમાં માન્યતા છે કે પતિ અને પત્ની નો સંબંધ સાત જન્મોનો સંબંધ હોય છે. હિન્દુ ધર્મમાં છુટાછેડા અને લીવ ઇન રિલેશનશિપ જેવી કોઈ બુરાઈ નથી, જેના લીધે માન્યતા પણ દ્રઢ બને છે કે એક વખત જે વ્યક્તિ સાથે લગ્ન થાય છે તે મૃત્યુ પર્યંત સુધી રહે છે અને તે વિવાહમાં પવિત્રતા હોય છે. માનવામાં આવે છે કે વર્તમાનમાં તમે જેની સાથે છો તેની સાથે પ્રેમપુર્વક પારિવારિક જવાબદારીઓ પુરી કરો. જીવનને શ્રેષ્ઠથી પણ વધારે શ્રેષ્ઠ બનાવવાની નિરંતર કોશિશ કરતા રહો. ઘણા લોકોના મનમાં એવો સવાલ ઊભો થતો હોય છે કે શું પતિ પત્ની નો સબંધ પાછલા ઘણા જન્મોથી હોય છે? વળી આખરે આવી માન્યતા કેવી રીતે સ્થાપિત થઈ તેના વિશે પણ ચાલુ તમને જણાવીએ.

Advertisement

હિન્દુ ધર્મમાં ૭ ફેરા અને ૭ વાત વચનનું પ્રવચન છે, એટલા માટે એવી ધારણા પ્રચલનમાં આવેલી હશે કે પતિ પત્નીનો સંબંધ સાત જન્મો સુધીનો હોય છે. પુર્વ જન્મના સિદ્ધાંત આપણા સંબંધો ની સાથે એક ચક્રના રૂપમાં ચાલતા રહે છે. કોઈ મિત્ર છે, કોઈ શત્રુ છે તો કોઈ પ્રેમી છે. કોઈ પતિ છે તો કોઈ પત્ની છે. કોઈ માતા અથવા પિતા છે, તો કોઈ ભાઈ અથવા બહેન છે. જ્યોતિષશાસ્ત્ર અનુસાર કુંડળીમાં પણ એવા ઘણા યોગ હોય છે, જેના લીધે જાણી શકાય છે કે તમારો પુત્ર, પુત્રી અથવા પત્ની તમારા પાછલા જન્મમાં શું હતા.

પરિવારની પુર્ણ સહમતીથી કરવામાં આવેલા બ્રહ્મ વિવાહ થી સંપન્ન વિવાહમાં પ્રેમ, વિશ્વાસ, સમર્પણ, સન્માન અને સંબંધોના મહત્વને સમજવામાં આવે છે. જ્યારે આવા સંસ્કારી પતિ અને પત્ની નું ચિત એકબીજા માટે ગતિ કરે છે તો તેઓ એકબીજા પ્રત્યે પ્રેમ, અનુરાગ અને આસક્તિથી ભરાઈ જાય છે. ત્યારે તેમનું ફક્ત આ જન્મમાં નહીં, પરંતુ આવતા જન્મમાં અલગ થવું શક્ય હોતું નથી. ચિત ની તે ગતિ તેમને ફરીથી એક કરી દેતી હોય છે. જ્યારે બે સ્ત્રી-પુરુષ એકબીજાને અઢળક પ્રેમ કરે છે તો નિશ્ચિત રૂપથી આ પ્રેમ તેમને આવતા જન્મમાં ફરીથી કોઈ પણ રીતે એક કરી આપે છે.

ભગવાન શિવ પોતાની પત્ની સતી ને એટલો પ્રેમ કરતા હતા કે તેમના વગર એક પળ પણ રહી શકતા ન હતા. એવી જ રીતે માતા સતી પણ પોતાના પતિ શિવ પ્રત્યે એટલા પ્રેમથી ભરાયેલા હતા કે પોતાના પિતાના યજ્ઞમાં તેમનું અપમાન કરી શક્યા નહીં અને આત્મદાહ કરી લીધો. પરંતુ આ પ્રેમને લીધે જ સતીને આવતા જન્મમાં ફરીથી શિવજી મળ્યા હતા. તેઓ પાર્વતીના રૂપમાં જન્મ્યા અને અંતમાં તેમની પાછલા જન્મની બધી યાદો તાજી થઈ ગઈ. ભગવાન શિવ જે અંતરયામી હતા, તેઓ બધું જાણતા હતા.

હિન્દુ વિવાહ પતિ અને પત્નીની વચ્ચે જન્મ જન્મ સંબંધ હોય છે, જેને કોઈ પણ પરિસ્થિતિમાં તોડી શકાય નહીં. અગ્નિનાં સાત ફેરા લઈને અને ધ્રુવ તારા ને સાક્ષી માનીને બે તન, મન તથા આત્મા એક પવિત્ર બંધનમાં બંધાઈ જાય છે. હિન્દુ વિવાહમાં પતિ અને પત્નીની વચ્ચે શારીરિક સંબંધથી વધારે આત્મિક સંબંધને મહત્વ આપવામાં આવે છે અને આ સંબંધ ધાર્મિક રીતિ રિવાજથી કરવામાં આવેલા વિવાહ અને તે વિવાહના વચન અને ફેરાને ધ્યાનમાં રાખીને તથા વિશ્વાસ ને પ્રાપ્ત કરીને જાળવી રખાય છે. જે વ્યક્તિએ પોતાના જીવનમાં બાળપણમાં ધર્મ, આધ્યાત્મ અને દર્શનનું અધ્યયન કર્યું નથી તેના માટે વિવાહ એક સંસ્કાર માત્ર છે.

તમારી પત્ની જો તમારા પાછલા જન્મની જીવનસાથી રહેલી છે તો નિશ્ચિત જ તમારા મનમાં તેના પ્રત્યે અને તેના મનમાં તમારા પ્રત્યે એક અલગ પ્રકારનો પ્રેમ અને સન્માન હશે. જે ઊંડાણપુર્વક જોવા પર સમજમાં આવી જશે. આ ભાગદોડ ભરેલા જીવનમાં થોડો સમય કાઢીને પોતાની પત્નીને આંખોમાં જરૂરથી જોઈ લેવું.

ઘણી વખત એક વખત જોવા પર કોઈ સ્ત્રી અથવા પુરુષ પ્રત્યે અજીબ પ્રેમ અથવા આકર્ષણ ઉત્પન્ન થાય છે અને ઘણી વખત વારંવાર જોવા છતાં પણ તેના પ્રત્યેક ઘૃણા ઉત્પન્ન થતી હોય છે. હિન્દુ ધર્મ અનુસાર આપણા ચિત અથવા અંતઃકરણમાં લાખો જન્મની સ્મૃતિઓ સંરક્ષિત હોય છે અને તે આપણને સ્પષ્ટ રૂપથી સમજમાં આવતી નથી. પરંતુ તે સ્મૃતિના હોવાથી જ આપણે કોઈ વ્યક્તિ અથવા જગ્યાને ભુતકાળમાં જોયેલ હોય એવું માનીએ છીએ. જ્યારે આપણે કોઈ વ્યક્તિને પહેલી વખત મળીએ છીએ અથવા તો કોઈ જગ્યા પર આપણે જીવનમાં પહેલી વખત ગયા હોય તો આપણને તે જાણીતી લાગે છે. વ્યક્તિનો ચહેરો ભલે બદલાઈ ગયો હોય પરંતુ તેને જોઈને અને તેને મળીને આપણને અજીબ અહેસાસ થાય છે. ઘણી વખત આપણા સંબંધ એટલા ઊંડા હોય છે કે આપણે તેની સાથે જીવન પસાર કરવા માંગીએ છીએ, પરંતુ તેમ છતાં પણ તે વિશે વિચારવું જરૂરી છે કે આપણા મનમાં કોઈ વ્યક્તિ પ્રત્યે આકર્ષણ શા માટે ઉપજી રહ્યું છે.

આપણા ચિતની અંદર ૪ પ્રકારના મન હોય છે – ચેતન મન, અચેતન મન, અવચેતન મન અને સામુહિક મન. અવચેતન મનને બ્રહ્માંડીય મન કહેવામાં આવે છે. જેમાં આપણા પાછલા જન્મની સ્મૃતિઓ અને સંચિત કર્મ સંરક્ષિત હોય છે. જ્યારે આપણે કોઈ એવા વ્યક્તિને મળીએ છીએ, જે આપણા પાછલા જન્મનો સાથી હતો તો તેના સંપર્કમાં આવતા ની સાથે જ તેની સાથે જ ચિત જોડાઈ જાય છે અથવા તો તેનું અને આપણું આભામંડળ જ્યારે એકબીજા સાથે ટકરાય છે તો કંઈક સારી અનુભુતિ થાય છે અને આપણે સહજ એકબીજા પ્રત્યે સમર્પણ અને પ્રેમ પુર્ણ ભાવથી ભરાઈ જઈએ છીએ. આપણા મનમાં તે વ્યક્તિ પ્રત્યે દયા, પ્રેમ, કરુણા અને તેની સાથે વાત કરવાના ભાવ ઉપજે છે. અહીંયા ધ્યાન રાખવું જરૂરી છે કે કયા ભાવ તમારી અંદર જન્મ લઇ રહ્યા છે. બની શકે છે કે ફક્ત શારીરિક સુંદરતાને કારણે પણ આકર્ષણ હોય.

Advertisement

Leave a Reply

Your email address will not be published.