પતિ (પત્નીને) : જો ઓપરેશન દરમ્યાન મને કંઈ થઈ જાય તો આ ડોક્ટર સાથે લગ્ન કરી લેજે, પત્ની : એવું કેમ કહો છો? પતિનો જવાબ સાંભળીને હસવાનું નહીં રોકી શકો

Posted by

જોક્સ-૧

Advertisement

એક ગામડાના બાપા અમેરિકા ગયા. ત્યાં દુકાને જઈને “ભીસ્કુટ” માગ્યું. ઓલા લોકો હજી ગુગલ માં સર્ચ કરે છે. આ તો સારું થયું કે સૌકલેટ નો માંગી, નહીંતર ભુરીયા બેભાન થઈ જાત.

જોક્સ-૨

એક છોકરાના મેરેજ નહોતા થતા એટલે એને પાંચ કરોડની જીવન વીમા પોલિસી લીધી, જેથી એના મૃત્યુ પછી એની પત્ની ને પાંચ કરોડ રૂપિયા મળે.

આ વાત બાયોડેટામાં લખતા છોકરીઓની લાઈન લાગી ગઈ અને બીજે મહિને જ લગ્ન થઈ ગયા.

એલઆઇસી એજન્ટ.

જોક્સ-૩

છોકરી મોઢું ધોઈ લે એટલે સમજી લેવાનું એ ક્યાંય જવાની નથી અને

છોકરો મોઢું ધોવે એટલે સમજવાનું કે એ નક્કી ક્યાંય જવાનો છે.

જોક્સ-૪

આજે સવારે બાજુવાળા માસી આવ્યા હતા એ જલ્દીમાં હતા એટલે ખાલી એક કલાક બેસીને ચા પીને ગયા.

જો નવરાશમાં આવ્યા હોત તો કદાચ બપોરનું જમણ અને સાંજની ચા પણ મારા ઘરે પીને જ ગયા હોત.

જોક્સ-૫

પપ્પુ નિર્મલ બાબા પાસે ગયો અને બોલ્યો,

પપ્પુ : બાબા મારી પત્ની ક્યારે સુધરશે? એ મને ઘણો મા-રે છે.

બાબા : પત્નીને સાથે લાવ્યો છે?

પપ્પુ : ના બાબા, અત્યારે તો નથી લાવ્યો.

બાબા : લાવ તો પછી તારો ગાલ બતાવ.

પપ્પુ : બાબા મારો ગાલ કેમ જોવો છો?

બાબા : એના હાથની રેખા જોવી છે.

જોક્સ-૬

વકીલે કોર્ટમાં એક સુંદર યુવતીને પૂછ્યું,

વકીલ : પરમ દિવસે રાત્રે તું ક્યાં હતી?

યુવતી : મારા પાડોશી સાથે રેસ્ટોરેન્ટમાં ગઈ હતી.

વકીલ : અને ગઈ કાલે રાત્રે ક્યાં હતી?

યુવતી : મારા બીજા પાડોશી સાથે રેસ્ટોરેન્ટમાં ગઈ હતી.

વકીલ (ધીરેથી) : આજનો શું પ્લાન છે?

બીજો વકીલ : ઓબ્જેક્શન મી લોર્ડ, આ સવાલ મેં પહેલા જ પૂછી લીધો છે.

જોક્સ-૭

કલ્લુ (ડોક્ટરને) : ડોકટર સાહેબ તમે ઘરે આવવાના કેટલા રૂપિયા લો છો?

ડોક્ટર : 150 રૂપિયા.

કલ્લુ : સારું ચાલો.

ડોક્ટરે પોતાની ગાડી કાઢી અને કલ્લુ સાથે એના ઘરે ગયા.

ઘરે પહોંચવા પર….

ડોક્ટર : દર્દી ક્યાં છે?

કલ્લુ : દર્દી તો કોઈ નથી સાહેબ.

એમાં એવું હતું ને સાહેબ ટેક્સી વાળો 300 રૂપિયા કહેતો હતો,

અને તમે ઘરે 150 રૂપિયામાં આવવા તૈયાર થઈ ગયા. (ડોક્ટર કોમામાં છે.)

જોક્સ-૮

સાળી : બેન, તમે જીજુને એ જી કહીને કેમ બોલાવો છો?

બેન : અરે હું સભ્ય નારી છું, માટે બધાની સામે એમને એ ગધેડા (એ જી) કહીને ન બોલાવી શકું.

માટે ફક્ત એ જી કહીને ચલાવી લેવ છું.

જોક્સ-૯

રાજુ ઓફિસમાં મોડો પહોંચ્યો,

બોસ : ક્યાં હતો અત્યાર સુધી?

રાજુ : સર ગર્લફ્રેન્ડને કોલેજ મુકવા ગયો હતો.

બોસ : શટઅપ, કાલથી ઓફિસ ટાઈમ પર આવી જજે નહીં તો તારી ખેર નથી,

રાજુ : સારું, તમારી છોકરીને કાલથી જાતે જ કોલેજ મૂકી આવજો.

બોસ બેહોશ.

જોક્સ-૧૦

પતિ (પત્નીને) : જો ઓપરેશન દરમ્યાન મને કંઈ થઈ જાય તો આ ડોક્ટર સાથે લગ્ન કરી લેજે.

પત્ની : એવું કેમ કહો છો?

પતિ : તો શું ડોક્ટરને માફ કરી દઉં.

Advertisement

Leave a Reply

Your email address will not be published.