આજના સમયમાં ઘણા લગ્ન ફક્ત એટલા માટે તુટી જાય છે. કારણ કે પુરુષ પોતાની પત્નીને દગો આપે છે. શું તમે ક્યારેય વિચાર્યું છે કે શા માટે પુરુષો લગ્ન બાદ પણ અન્ય મહિલાઓની કંપની પસંદ કરે છે? પુરુષોના દગા આપવાના ઘણા કારણો હોઈ શકે છે. મોટાભાગે એવું જ કારણ સામે આવે છે કે પતિ પત્નીની વચ્ચે કોઈ રોમેન્ટિક સંબંધ હોતા નથી અથવા પુરુષ પોતાના રિલેશનથી કંટાળીને કંઈક નવું ટ્રાય કરવા માંગતા હોય છે. ઘણી વખત પુરુષો આવું જાણી જોઈને પણ કરતા હોય છે, તો ઘણી વખત પરિસ્થિતિઓથી મજબુર થઈને આવું કરતા હોય છે. જો તમે જાણી લેશો કે પતિ-પત્ની આવું શા માટે કરતા હોય છે, તો આ કારણોને જાણીને તમે આરામથી પોતાના સંબંધોને તુટવાથી બચાવી શકો છો. તો ચાલો જાણીએ કે પતિ-પત્ની એકબીજાને સંબંધોમાં દગો શા માટે આપે છે અને તેનું મુખ્ય કારણ શું હોય છે.
સામાન્ય રીતે પુરુષો ઉપર દગો આપવાનો આરોપ મુકવામાં આવતો હોય છે, પરંતુ આવું હોતું નથી. દગો આપવામાં મહિલાઓ પણ પુરુષોથી ઓછી હોતી નથી. ઘણા મામલાઓમાં મહિલાઓ પોતાના પતિને દગો આપે છે. જોકે તેની પાછળ ઘણા કારણ હોય છે, જેના લીધે મહિલાઓ આવું પગલું ઉઠાવતી હોય છે. ખુશહાલ લગ્નજીવન જીવવા માટે સંબંધોમાં પ્રેમ હોવો ખુબ જ જરૂરી હોય છે. પરંતુ જ્યારે સંબંધોમાં પ્રેમ અને લાગણી ખતમ થઈ જાય છે તો લોકો દગો આપવા લાગે છે.
સે-કસની ઈચ્છા માં દગો આપવો
આ વાત ઘણા રિસર્ચમાં સાબિત થઈ ચુકી છે કે લગભગ ૮૦ ટકા પુરુષો પોતાની પત્નીઓ ને સે-ક્સ્યુઅલ ઈચ્છાઓને લીધે દગો આપે છે. સામાન્ય રીતે સે-ક્સ્યુઅલ ડિઝાયર્સ પણ ઘણા પ્રકારની હોય છે. તેમની અંદર સે-ક્સ્યુઅલ એડિશન હોઈ શકે છે, જેના કારણે તેઓ પોતાના હાલના સંબંધોથી અસંતોષ થઈને નવી જગ્યાએ સંબંધ બનાવવાની કોશિશ કરે છે.
અમુક લોકોની અંદર અલગ અલગ પાર્ટનર સાથે સે-કસ કરવાની ઈચ્છા ખુબ જ પ્રબળ હોય છે. એટલા માટે તેઓ નવા સંબંધો પ્રત્યે આકર્ષિત થતા હોય છે. તે સિવાય ઘણી વખત પાર્ટનરની સામે પોતાને સ્પેશિયલ ફિલ કરાવવા અથવા સે-ક્સ્યુઅલી ખુબ જ એક્ટિવ હોવું પણ તેની પાછળનું કારણ હોઈ શકે છે. આ સામાન્ય ઇચ્છાઓ છે જે સામાજિક બંધનોની વચ્ચે અચેતનમાં દબાયેલી રહે છે. પરંતુ અનુકુળ પરિસ્થિતિમાં પુરુષમાં આવી ઈચ્છાઓ બળવાન બની જાય છે.
અહંકારને લીધે પણ દગો આપે છે પુરુષ
ઘણી વખત પુરુષ પોતાના અહંકારને લીધે પણ પત્નીને દગો આપે છે. અયોગ્ય પાલનપોષણ અથવા ખરાબ સોસાયટીમાં મોટા થયેલા હોવાને લીધે અમુક પુરુષો પોતાને મહિલાઓથી વધારે શ્રેષ્ઠ માને છે. કુલ મળીને તેઓ સ્ત્રીઓનું સન્માન કરતા નથી. આવી સ્થિતિમાં ઘણી વખત પોતાના અહંકારને સંતુષ્ટ કરવા માટે તેઓ બીજી સ્ત્રીઓ પ્રત્યે આકર્ષિત થઈ જાય છે. હકીકતમાં તેઓ પોતાના પાર્ટનરને બતાવવા માંગતા હોય છે કે તેઓ મહિલાઓને કેટલી સરળતાથી આકર્ષિત કરી શકે છે.
સંબંધોમાં વધી રહેલો કંટાળો
લગ્ન બાદ પુરુષોનું એક્સ્ટ્રા મેરિટલ રિલેશનશિપ નું એક મહત્વપુર્ણ કારણ છે કે સંબંધોમાં કંટાળો આવવો. સામાન્ય રીતે પુરુષો એક જ પ્રકારના રૂટિન થી ખુબ જ જલ્દી કંટાળી જતા હોય છે. જેમાં તેઓ કંઈક નવું શોધવાની અથવા તો કંઈક એડવેન્ચરસ કરવાની વિચારસરણી ધરાવતા હોય છે. જીવન તે સમયે વધારે નિરસ થઈ જાય છે જ્યારે પત્ની ઘરેલુ કામકાજમાં એટલી વ્યસ્ત બની જાય છે કે પુરુષોમાં દીલચસ્પી લેવાનું છોડી દેતી હોય છે. જેથી અમુક પુરુષો એકલતા દુર કરવા માટે અલગ અલગ મહિલાઓ સાથે સે-કસ સંબંધ બનાવે છે.
આત્મસન્માન ની શોધ માટે નવા સંબંધો
લગ્નના અમુક વર્ષો બાદ મહિલાઓ પોતાના પતિથી વધારે પોતાના સંબંધો આડોશ પાડોશ અને શોપિંગમાં વ્યસ્ત થઈ જાય છે. પતિ આવી સ્થિતિમાં પોતાને નેગેટ સમજવા લાગે છે અને ધ્યાન આકર્ષિત કરવા માટે એક્સ્ટ્રા મેડિકલ રિલેશનશિપ સાથે જોડાઈ જાય છે. આ પ્રકારના પુરુષોની સંખ્યા ખુબ જ વધારે છે અને તેને ખુબ જ સરળતાથી રોકી પણ શકાય છે. કારણ કે આ પ્રકારના મામલામાં મોટાભાગે પતિ દગો આપવા માંગતા હોતા નથી. હકીકતમાં જ્યારે પુરુષોને એવો અહેસાસ થવા લાગે છે કે તેનો પાર્ટનર તેમને નજરઅંદાજ કરી રહેલ છે તો તેઓ બહાર પ્રેમની શોધ કરવા લાગે છે. તેવામાં પુરુષો એવા પાર્ટનરની તલાશ કરવા લાગે છે, જે ફક્ત તેમને વિશેષ એટેન્શન આપે અને સાથોસાથ પુરુષ તેમની સાથે પોતાની ભાવનાઓને પણ શેર કરી શકે.
આ કારણો હતા જેમાં પુરુષો મહિલાઓને શા માટે દગો આપે છે, તેના વિશે જણાવવામાં આવેલ હતું. તો ચાલો હવે તમને જણાવીએ કે મહિલાઓ લગ્ન સંબંધોમાં પુરુષોને શા માટે દગો આપતી હોય છે.
પ્રેમ ન મળવો
પત્નીનું દગો આપવાનું મુખ્ય કારણ પોતાના પતિ તરફથી પ્રેમ ન મળવાનું હોય છે. લગ્નના અમુક વર્ષ બાદ સુધી તો પતિ પત્ની એકબીજાને ખુબ જ પ્રેમ કરે છે. પરંતુ જેમ જેમ સમય પસાર થાય છે પતિ પોતાના પત્ની માટે પ્રેમ ઓછો કરી દેતા હોય છે અથવા તો પોતાના કામમાં વધારે વ્યસ્ત બની જાય છે. પ્રેમ ન મળવા પર પત્ની અન્ય પુરુષ તરફ આકર્ષિત થવા લાગે છે.
ઇન્ટીમેસી ન થવા પર
સંબંધોમાં ઇન્ટીમેસી ની કમી થી પણ પત્ની પોતાના પતિને દગો આપે છે. પતિ પત્નીના સંબંધોમાં ભાવનાત્મક લાગણીની સાથોસાથ ફિઝિકલ ઇન્ટીમેસી જરૂરી હોય છે. તેવામાં તેની કમી મહેસુસ થવા પર પત્નીઓની દિલસેસ્પી બીજા પુરુષોમાં વધવાની સંભાવના વધી જાય છે.
દરરોજ ઝઘડાથી પરેશાન
જ્યારે પતિ દરરોજ પોતાની પત્ની સાથે ઝઘડો કરવા લાગે છે તો પત્ની તેનાથી પરેશાન થઈ જાય છે. તેનાથી બંનેની વચ્ચેનો પ્રેમ ખતમ થઈ જાય છે અને અંતર વધવા લાગે છે. આવું થવા પર પત્ની અન્ય કોઈ જગ્યાએ પ્રેમ શોધવા લાગે છે અને પોતાના પતિને દગો આપતી હોય છે.
આર્થિક સમસ્યાઓથી પરેશાન થઈને
ક્યારેક ક્યારેક એવું પણ થતું હોય છે કે પત્ની આર્થિક સમસ્યાઓથી પરેશાન થઈને પણ પોતાના પતિને દગો આપતી હોય છે. લગ્ન કર્યા બાદ જ્યારે પતિ પોતાની પત્નીની જરૂરિયાતોને પુરા કરી શકતા નથી તો તેઓ નાની-નાની ચીજો માટે તરફથી હોય છે. તેવામાં તેઓ કોઈ એવા પુરુષને શોધી લેતી હોય છે, જે તેમની ખુશીઓને પુરી કરી શકે.