બોલિવુડ અભિનેત્રી શિલ્પા શેટ્ટીનાં પતિ રાજ કુન્દ્રા ની બે મહિના બાદ જામીન મળી ગયા છે, પરંતુ જેલમાંથી બહાર આવ્યા બાદથી જ રાજ કુંદ્રા ખુબ જ ગુમસુમ અને ઉદાસ નજર આવી રહ્યા છે. એ જ કારણ છે કે જેલમાંથી બહાર આવ્યા બાદ શ્રી રાજ કુન્દ્રાને લઈને કોઈપણ પ્રકાર ની એક્ટિવિટી જોવા મળી રહી નથી. શિલ્પા શેટ્ટી હંમેશા પોતાના સુંદર અંદાજ માટે ઓળખવામાં આવે છે. સોશિયલ મીડિયા પર તે ખુબ જ એક્ટિવ રહે છે અને તેની સાથે જોડાયેલી તસ્વીરો અવારનવાર વાયરલ થતી રહે છે.
અભિનેત્રી શિલ્પા શેટ્ટી પોતાના શરીરને સુંદર અને ફિટ જાળવી રાખવા માટે જિમમાં ખુબ જ પરસેવો વહાવે છે. એટલું જ નહીં તે દરરોજ યોગ પણ કરે છે. હંમેશા પોતાની તસ્વીર અને વીડિયોને લઈને ચર્ચામાં રહેવા વાળી શિલ્પા શેટ્ટી હાલના દિવસોમાં પોતાની હેર સ્ટાઈલને લઈને ખુબ જ ચર્ચામાં છવાયેલી છે. હાલમાં જ તેણે એક ઇન્સ્ટાગ્રામ પર વીડિયો શેર કર્યો છે, જેમાં તે પોતાની નવી હેર સ્ટાઇલ બધા લોકોને બતાવી રહી છે. જેમાં તે પોતાના માથામાં મુંડન કરાવતી નજર આવી રહી છે.
View this post on Instagram
અભિનેત્રીએ પોતાની આ નવી હેરસ્ટાઇલમાં પાછળની સાઇડથી થોડા વાળ કપાવીને મુંડન કરાવેલ છે. શિલ્પા શેટ્ટીનો આ વિડીયો ખુબ જ ઝડપથી વાયરલ થઇ રહ્યો છે અને ફેન્સ ઘણા પ્રકારની વાતો કરી રહ્યા છે, એટલું જ નહીં આ વીડિયો ને શેર કરીને અભિનેત્રી શિલ્પા શેટ્ટીએ લખ્યું છે કે હવે કમ્ફર્ટ ઝોનમાંથી બહાર નીકળીને બિન્દાસ જીવન જીવ્યા વગર રહી શકતી નથી. અભિનેત્રીઓ પોતાની હેરસ્ટાઈલને અંડરકટ બજ કટ નામ આપેલ છે, જે ખુબ જ ઓછું જોવામાં આવે છે.
View this post on Instagram
તમારી જાણકારી માટે જણાવી દઈએ કે અશ્લીલ ફિલ્મો ની બાબતમાં ફસાયેલા શિલ્પા શેટ્ટી નાં પતિ રાજ કુન્દ્રા એ અંદાજે બે મહિના સુધી જેલમાં રહેવું પડ્યું હતું. રાજ કુંદ્રા ની ધરપકડ બાદથી શિલ્પા શેટ્ટીએ ઘણી પરેશાનીઓનો સામનો કરવો પડ્યો હતો. એટલું જ નહીં, તે આ દરમિયાન રાજ કુન્દ્રાને જામીન મળે તેના માટે માતા વૈષ્ણોદેવીના ધામમાં પણ પહોંચી હતી.