પતિ રાજ કુન્દ્રાની જેમ જ શિલ્પા શેટ્ટીનો પણ વિવાદો સાથે જુનો સંબંધ છે, જાણો શું હતા વિવાદ

Posted by

મનોરંજન દુનિયામાં હાલનાં દિવસોમાં દરેક તરફ રાજ કુંદ્રા અને શિલ્પા શેટ્ટીની ચર્ચાઓ ઝડપથી ચાલી રહી છે. ૧૮ જુલાઇ સુધી જે અભિનેત્રી પોતાની ફિટનેશ અને પોતાની સ્માર્ટનેસ માટે જાણીતી હતી. તે પોતાના પતિ રાજ કુન્દ્રાની ધરપકડ પછી ખુબ જ વધારે ચર્ચામાં જળવાઈ રહેલ છે. રાજ કુન્દ્રાની ધરપકડ પછી શિલ્પા શેટ્ટીનાં હાથ માંથી ઘણા મોટા પ્રોજેક્ટ નીકળતા જઈ રહ્યા છે.

એટલું જ નહિ વર્તમાન માં તે જે ડાન્સ શોમાં જજ તરીકે  દેખાતી હતી. તેને પણ તેમણે છોડવો પડ્યો છે. પરંતુ તમારી જાણકારી માટે જણાવી દઈએ કે શિલ્પા શેટ્ટીનો પણ વિવાદો સાથે જુનો સંબંધ છે અને તે પણ ઘણીવાર પોતાના અંગત વિવાદોને લઈને ચર્ચામાં રહી ચુકી છે. તો ચાલો આજે અમે તમને તેના જીવન સાથે જોડાયેલા થોડા એવા વિવાદો વિશે જણાવીએ, જેના પછી તે રાતોરાત ઘણી વધારે ફેમસ થઈ ગઈ હતી.

અભિનેત્રી શિલ્પા શેટ્ટી પોતાના જમાનાની જાણીતી અભિનેત્રી રહી છે. પરંતુ તે છેલ્લા ઘણા વર્ષોથી ફિલ્મી દુનિયા છોડી પોતાના પતિ સાથે તેમના બિઝનેસમાં મદદ કરી રહી છે. એટલું જ નહીં તે ઘણા શોમાં જજ તરીકે પણ જોવા મળે છે. પરંતુ હાલમાં જ તેમની પરેશ રાવલ સાથે “હંગામા-2” માં અભિનેત્રી તરીકેની પરત જોવા મળી રહી છે. પરંતુ શું તમે જાણો છો કે શિલ્પા શેટ્ટી પોતાના એક કિસિંગ સીન માટે પણ ખુબ જ વધારે ચર્ચામાં આવી ગઈ હતી.

હકીકતમાં વર્ષ ૨૦૦૭ દરમિયાન વિદેશી મુળનાં કલાકાર રિચાર્ડ ગેર, એડ્સ અવેરનેસ ભારત આવ્યા હતા. તે દરમિયાન તેમની મુલાકાત હિન્દી સિનેમાની જાણીતી અભિનેત્રી શિલ્પા શેટ્ટી  સાથે થઈ. પરંતુ આ દરમિયાન અભિનેતાએ તેમને અચાનક જ પકડીને કિસ કરી લીધી. આ દરમિયાન તેમની ફોટો ઘણી ઝડપથી સોશિયલ મીડિયા પર વાયરલ થઈ હતી અને અભિનેત્રી જોતજોતામાં ચર્ચામાં આવી ગઈ. પરંતુ પછી પોતાની તરફથી શિલ્પાએ સ્પષ્ટતા આપતા કહ્યું હતું કે તેમને સમજ ન આવ્યું અને અચાનકથી આ બધું થઈ ગયું.

એવું જ કંઈક અભિનેત્રી સાથે વર્ષ ૨૦૦૯ દરમિયાન થયું. જ્યારે તે ભગવાનનાં દર્શન માટે એક મંદિરમાં પહોંચી, તો મંદિરમાં રહેલા પુજારીએ પણ તેમને ગાલ પર કિસ કરી લીધી. તેમની ફોટો પણ પછી સોશિયલ મીડિયા પર ઘણી વધારે વાયરલ થઈ હતી અને એના માટે પણ અભિનેત્રીને ટ્રોલર્સનો સામનો કરવો પડ્યો. અભિનેત્રી ઉદિસાનાં સાક્ષી ગોપાલ મંદિર પહોંચી હતી. કારણ કે વાયરલ ફોટામાં તમે સાથે જોઈ શકો છો કે જે પુજારીએ અભિનેત્રીને ગાલ પર કિસ કરી તે ઘણો ઉંમર વાળો છે.

અભિનેત્રી પોતાની અત્યાર સુધીની કારકિર્દીમાં ફિલ્મો સિવાય ઘણા શોનો પણ ભાગ રહી ચુકી છે. એવો જ  એક  શો બીગ બ્રધર દરમિયાન પણ અભિનેત્રી ચર્ચામાં આવી ગઈ હતી. આ સમયે આ શોમાં ભાગ લેવા વાળી એક મહિલા જેડ ગુડી એ અભિનેત્રી પર જાતીય ટિપ્પણી કરી દીધી હતી. ત્યારબાદ જેડ ને શિલ્પા શેટ્ટી પાસે માફી માંગવા પડી હતી અને આ મામલો ઘણા વધારે ચર્ચામાં રહ્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *