પતિ : તું ઘણી સુંદર અને ઘણી પાતળી પણ દેખાઈ રહી છે 😂😂😂😂😂

Posted by

જોક્સ-૧

Advertisement

બે ભિખારી એકબીજા સાથે વાત કરી રહ્યા હતા,

પહેલો ભિખારી : યાર, તે વ્યક્તિ તને આટલા ટાઈમ સુધી શું પુછી રહ્યો હતો?

બીજો ભિખારી : તે પુછી રહ્યો હતો કે, હું કેટલા કમાઉ છું.

પહેલો ભિખારી : તો તે શું કહ્યું?

બીજો ભિખારી : હું ચુપ રહ્યો?

પહેલો ભિખારી : કેમ?

બીજો ભિખારી : મને લાગ્યું કે, તે વ્યક્તિ ઇન્કમ ટેક્સવાળો હતો.

જોક્સ-૨

પ્રવાસી : આપે જાહેરાતમાં તો એમ લખ્યું હતું કે, સ્ટેશનથી તમારી હોટેલનો રસ્તો પાંચ મિનિટનો જ છે,

મને તો ચાલતાં આવતાં પુરો એક કલાક લાગ્યો.

હોટેલ વાળો : ઓહ! તો આપ પગે ચાલીને અહીં આવ્યા! તો ક્ષમા કરો, આપ જો ટેક્સીનું ભાડું આપવા પણ શકિતમાન નથી,

તો અહીંનું બિલ શી રીતે ભરી શકશો?

જોક્સ-૩

પતિ : તું ઘણી સુંદર અને ઘણી પાતળી પણ દેખાઈ રહી છે.

પત્ની : I Love You Darling.

ભાઈઓ ઉપર જણાવેલા મંત્રનો દિવસમાં ત્રણ વાર જાપ કરવાથી,

પરિવારમાં હંમેશા શાંતિ રહે છે અને બોલવામાં આવતા આ જુઠાણાંનું પાપ પણ નથી લાગતું.

“શાંતિ શાંતિ શાંતિ.”

જોક્સ-૪

એક ગ્રાહક હોટેલમાં ભારે પરેશાન થઈ ગયો.

એણે મેનેજરને ફરિયાદ કરતાં કહ્યું : અરે, આ ભાતમાં કાંકરા જ કાંકરા છે.

મેનેજરે કહ્યું : ના, વચ્ચે વચ્ચે ભાતના દાણા પણ છે.

જોક્સ-૫

દીકરો : માં, હું નદીમાં નહાવા જાઉં.

માં : ના, તું હજી બહુ નાનો છે.

દીકરો : પણ પિતાજી તો ગયા છે!

માં : એ મોટા છે અને એમનો વીમો પણ લીધો છે આપણે.

જોક્સ-૬

છગનજી એક દરજીની દુકાન પર ગયા અને બોલ્યા :

અરે ભાઈ મગને ૩ વરસ પહેલાં આપને ત્યાં એક સુટ સીવડાવ્યો હતો અને સિલાઈના પૈસા તમને આપ્યા નહોતા, ખરૂ?

દરજી : હા.

છગનજી : બસ, એ શરતે મને પણ એક સારો સુટ સીવી આપો.

જોક્સ-૭

છગન (તંત્રીને) : આપના અખબારમાં મારે મારા બાળકના જન્મની જાહેરાત આપવી છે. શું ભાવ રાખ્યા છે?

તંત્રી : ઇંચના પાંચ રૂપિયા.

છગન : હેં! તો તો મારાથી જાહેરાત નહીં અપાય. કેમકે મારો બાબો પુરો દોઢથી બે ફૂટનો છે.

જોક્સ-૮

ભિખારી : શેઠાણી, તમારી પાડોશણે મને બે રોટીઓ આપી, તો આપ મને કશું નહીં આપો?

શેઠાણી : જરૂર આપીશ, હું તને ખોરાક હજમ કરવાની ગોળી આપીશ.

જોક્સ-૯

કર્મચારી : સાહેબ, હું અહીં પાંચ વરસથી ત્રણ માણસોનું કામ કરી રહ્યો છું.

આપે હવે મારો પગાર વધારી આપવો જોઈએ.

મેનેજર : પગાર તો નહીં વધારવામાં આવે તારો,

પણ તું પેલા બે કર્મચારીઓનાં નામ કહે તો એમને નોકરીમાંથી કાઢી મુકવામાં જરૂર આવશે.

જોક્સ-૧૦

ટ્રેન નીચે આપઘાતનાં હેતુથી પપ્પુ રેલપાટા પર સુઈ ગયો હતો.

એને એક વ્યકિત એ પુછ્યું : અરે અહીં શું કરી રહ્યો છે તું?

પપ્પુ : હું આપઘાત કરવા અહીં આવ્યો છું!

વ્યક્તિ : સારૂ, પણ તો સાથે શાક-રોટલી કેમ રાખ્યા છે?

પપ્પુ : ગાડી કદાચ લેઈટ પણ થાય તો?

Advertisement

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *