પતિ : તું મારા જીવનનો ચાંદ બનીશ? પત્ની (ખુશ થઈને) : હા જાનુ, જરૂર બનીશ, પતિએ એવો જવાબ આપ્યો કે તેની બરાબર ધોલાઈ થઈ

જોક્સ-૧

જન્મ થયા પછી આંખ ક્યારે ખુલે છે???

ગાય : તરત જ

બકરી : ૨ કલાક પછી

બિલાડી : ૬ દિવસ પછી અને

માણસ ની… લગ્ન પછી …

જોક્સ-૨

પત્ની : અરે સાંભળો છો? જેણે આપણા લગ્ન કરાવ્યા હતા તે ગુજરી ગયા.

પતિ : એક દિવસ તેમને તેમના કર્મનું ફળ તો મળવાનું જ હતું.

જોક્સ-૩

પતિ : તું મારા જીવનનો ચાંદ બનીશ?

પત્ની (ખુશ થઈને) : હા જાનુ, જરૂર બનીશ.

પતિ – ખૂબ સરસ, તો મારાથી ૩,૮૪,૪૦૦ કિમી દૂર જતી રહે.

પછી પતિની જોરદાર ધોલાઈ થઇ.

જોક્સ-૪

સર : બેટા, સાચા મનથી કોઇ વસ્તુ માટે પ્રાર્થના કરો તો તે વસ્તુ ચોક્કસ મળે છે.

વિદ્યાર્થી : રહેવા દો સર,

જો પ્રાર્થના સફળ થતી તો તમે અહીં હોત જ નહીં,

જોક્સ-૫

મોલમાં બિસ્કિટ ચોરી કરતી એક સુંદર મહિલા પકડાઈ ગઈ.

જજ : તમે બિસ્કિટમાં એક પેકેટ ચોર્યું, તેમાં ૩૦ બિસ્કિટ હતા,

તેના માટે તમને ૩૦ દિવસની સજા સંભળાવવામાં આવે છે.

મહિલાનો પતિ બોલ્યો : જજ સાહેબ મારી પત્નીએ મમરા નું પેકેટ પણ ચોર્યું છે.

જોક્સ-૬

વિદ્યાર્થી : સર, રાષ્ટ્રગીત અને રાષ્ટ્રીય પ્રાણી એક સાથે આવે તો શું કરવું?

ભાગી જવું કે સાવધાનની મુદ્રામાં ઊભા રહેવું.

ત્યારથી માસ્ટર પ્રશ્નનો જવાબ શોધવા લાંબી રજા પર ચાલ્યા ગયા છે.

જોક્સ-૭

પત્ની : તમે મને કેટલો પ્રેમ કરો છો?

પતિ : શાહજહાં જેટલો.

પત્ની : તો મારા માટે તાજમહેલ બનાવો.

પતિ : જમીન ખરીદીને રાખી જ છે, બસ તારા મરવાની રાહ જોઉં છું.

જોક્સ-૮

માસ્તર : બોલો એવી કઈ વસ્તુ છે જે ખેંચવાથી નાની થઈ જાય છે?

ટીંકુ : સર બીડી.

માસ્ટર : ડફોળ, તું મારા ક્લાસમાંથી બહાર નીકળી જા.

જોક્સ-૯

એક વકીલે નવી ઓફિસ ખોલી, બીજા દિવસે તેને પહેલો ક્લાયન્ટ આવતો દેખાયો.

ક્લાયન્ટ જેવો જ ઓફિસમાં પ્રવેશ કરવાનો હતો કે, વકીલે ટેલિફોન ઉંચકીને ક્લાયન્ટની સામે હોંશિયારી મારતા કહ્યું,

સાંભળો મગનલાલ, તમે હરજીભાઈને કહો કે તે કેસ જીતી ગયા છે.

પછી ઓફિસમાં આવેલા તે વ્યક્તિ તરફ જોઈને બોલ્યા : જી કહો, હું તમારી શું સેવા કરી શકું છું.

વ્યક્તિએ થોડું અચકાઈને કહ્યું : મારે કાંઈ નથી કરાવવું,

હું તો ખાલી તમારો ટેલિફોન રિપેયર કરવા આવ્યો છું.

જોક્સ-૧૦

એક છોકરો શાળાએથી વહેલો ઘરે આવ્યો.

દાદા : શું થયું દીકરા? તું બહુ વહેલો ઘરે આવી ગયો.

છોકરો : હા દાદા, મેં એક મચ્છર માર્યુ તો શિક્ષકે મને ભગાડી દીધો.

દાદા : શું? તું સાચું બોલી રહ્યો છે, મચ્છરને મારવા બદલ શાળામાંથી કાઢી મૂક્યો.

છોકરો : શિક્ષકના ગાલ પર મચ્છર બેઠું હતું.