કોરોના વાયરસને કારણે ભારતમાં હજુ લોકડાઉન ચાલી રહ્યું છે. લોકોને ઘરમાં બેસી રહેવાને અંદાજે ૨ મહિના જેવો સમય થવા આવ્યો છે. કોઈપણ જરૂરી કામ વગર લોકો બહાર અવરજવર કરી શકતા નથી. તેવામાં ઘરમાં એક જ છત ની અંદર સમગ્ર પરિવારે ૨૪ કલાક સાથે રહેવું પડે છે. હવે અમુક લોકો માટે આ ખુબ જ સારી બાબત માને છે કે તેમને પોતાના ફેમિલી સાથે સમય પસાર કરવાનો અવસર મળ્યો છે. જોકે અમુક લોકો આ બાબતથી કંટાળી પણ ગયા છે. ખાસ કરીને લોકો જેમને પરસ્પર ઘરના સદસ્યો સાથે વધારે બનતું નથી.
તેમને ન ઇચ્છા હોવા છતાં પણ આ લોકોની સાથે આખો દિવસ સમય પસાર કરવો પડે છે. એ જ કારણ છે કે લોકડાઉન દરમિયાન ઘરેલુ હિંસાના મામલા પણ ખૂબ જ વધી ગયા છે. ફક્ત એટલું જ નહીં આ લોકડાઉન ની અસર અમુક લોકોની મેન્ટલ હેલ્થ ઉપર પણ પડેલી છે. તેઓ મગજથી કામ નથી લઈ રહ્યા અને પોતાનું ભાન ગુમાવીને આડીઅવળી હરકતો કરી રહ્યા છે. હવે અમદાવાદમાં બનેલી આ ઘટના નો દાખલો જ લઈ લો.
તીખું ભોજન ન મળતા બાલ્કનીમાંથી કુદવા લાગ્યો
અમદાવાદના ચાંદખેડા વિસ્તારના એક એપાર્ટમેન્ટમાં ખૂબ જ અજીબો-ગરીબ મામલો જોવા મળ્યો હતો. રિપોર્ટ અનુસાર એક વ્યક્તિને જ્યારે તેની પત્નીએ મિર્ચ-મસાલા વાળો ખોરાક ન આપ્યો, તો તે બાલ્કનીમાંથી કૂદવાની ધમકી આપવા લાગ્યો. ફક્ત એટલું જ નહીં પરંતુ બાલ્કનીમાં તે ગુસ્સે થઇને લટકી પણ ગયો હતો. એક પોલીસ અધિકારીએ આ ઘટનાની જાણકારી આપતા જણાવ્યું હતું કે, “આ એક પતિ-પત્ની વચ્ચેનો ઝઘડો હતો. પતિને તીખું ભોજન જોઈતું હતું. આ બાબત પર બંને વચ્ચે ઝઘડો થયો હતો. ત્યાર બાદ પતિ બાલ્કનીમાંથી નીચે ઉતરવાની ધમકી આપવા લાગ્યો હતો. આ સમગ્ર મામલામાં કોઇ ફરિયાદ દાખલ કરવામાં આવી નથી.”
Fight over lunch menu, husband tries to jump out of his balcony. #Ahmedabad 😥 pic.twitter.com/iXLVCN4foV
— Godman Chikna (@Madan_Chikna) May 18, 2020
શું છે વીડિયોમાં?
વીડિયોમાં આપણે જોઈ શકીએ છીએ કે એક બિલ્ડિંગની બાલ્કનીમાં એક વ્યક્તિ રેલીંગ પકડીને લટકે છે. થોડા સમય બાદ તેની આસપાસના લોકો આવીને તે વ્યક્તિને ઉપર ખેંચી લે છે. આ સમગ્ર ઘટનાને ત્યાં રહેતા લોકલ વ્યક્તિએ પોતાના મોબાઇલ કેમેરામાં રેકોર્ડ કરી લીધી હતી. હવે સોશિયલ મીડિયામાં આ સમગ્ર ઘટનાનો વિડીયો ખૂબ જ વાયરલ થઇ રહ્યો છે. આ વીડિયોને ટ્વિટર પર એક યૂઝરે શેયર કરેલ છે. વીડિયોને શેયર કરતા તેને કેપ્શન માં લખ્યું છે કે, “ભોજનનાં મેનુને લઈને ઝઘડો, પતિએ બાલ્કનીમાંથી કૂદવાની કોશિશ કરી.”
અમે સમજીએ છીએ કે લોકડાઉન દરેક વ્યક્તિ માટે સરળ નથી. પરંતુ તમે તેને પોતાની મેન્ટલ હેલ્થ પર હાવી ન થવા દો. થોડી હસી મજાક કરો, રિલેક્સ રહો અને પોતાના તણાવને દુર ભગાવો.