પત્ની એ પતિનો મોબાઈલ ચેક કર્યો, એમાં કશું મળ્યું નહિં, તો દીવાલ માં માથું ભટકાડીને એવું બોલી કે તમે પોતાનું હસવાનું રોકી શકશો નહીં

Posted by

જોક્સ-૧

Advertisement

પોતાની બંને દિકરીઓ ના લગ્ન પતી ગયા. જાન રવાના થઈ ગઈ.

પતિ-પત્ની નિરાંતે હિંચકા પર બેઠા.

પતિએ ધીરેથી પત્ની ને કહ્યું, “યાદ છે? જ્યારે જ્યારે આપણો ઝગડો થતો ત્યારે તું કહેતી કે, “આ દિકરીઓને કારણે અહીં પડી રહી છું. નહીંતર ક્યારની જતી રહી હોત….!!!”

જોક્સ-૨

પત્ની એ પતિનો મોબાઈલ ચેક કર્યો, એમાં કશું મળ્યું નહિં.

તો દીવાલ માં માથું ભટકાડી ને બોલી : હે ભગવાન! આને કોઈ ઘાંસ નથી નાખતું અને હું આની સાથે ઝીંદગી કાઢું છું..!

જોક્સ-૩

બે પ્રેમી પંખીડા લગ્ન પહેલા જ એક બાઇક એક્સીડેન્ટમાં સ્વર્ગવાસી થઇ ગયા. સ્વર્ગમાં એન્ટ્રી મળે એની રાહ જોઇને ચિત્રગુપ્તની સામે લાઈનમાં ઉભા ઉભા વિચાર કર્યો કે પૃથ્વી ઉપર મેરેજ ના થયા પણ અહીં સ્વર્ગમાં આપણે મેરેજ કરીને સાથે રહીશું. નંબર આવ્યો એટલે બંને એ ચિત્રગુપ્તને પુછ્યું: “અમે અહીં, સ્વર્ગમાં મેરેજ કરી શકીએ?”

ચિત્રગુપ્ત ઊંડા વિચારમાં પડી ગયા! સ્વર્ગમાં આવીને પણ કોઇ મેરેજ કરે એની નવાઈ તો લાગે ને! થોડો વિચાર કરીને ચિત્રગુપ્ત બોલ્યા : “મને નથી ખબર. હું તપાસ કરીને આવું.”

બંને રાહ જોતા બેઠા. એમને એમ બે મહિના નીકળી ગયા. ચિત્રગુપ્તનો કોઈ અતો પતો નહીં! એ બે મહિનામાં તો આ બેય વચ્ચે થોડા નાના-મોટા ઝઘડા ય ચાલુ થઈ ગયા. બંનેને વિચાર આવ્યો કે કદાચ મેરેજ તો થઈ જશે પણ પછી સાથે ન ફાવ્યું તો સ્વર્ગમાં ડિવોર્સ મળે ખરા? થયું, ચિત્રગુપ્ત આવે એટલે એય પુછી લઈએ.

એમ કરતાં કરતાં છે..ક ૬ મહિને પુષ્કળ થાકી ગયેલા ચિત્રગુપ્ત પાછા આવ્યા અને કહ્યું “હવે સ્વર્ગમાં તમારા મેરેજની વ્યવસ્થા થઈ ગઈ છે.” કપલે ખુશ થઈને કહ્યું : “આભાર. પણ અમને વિચાર આવ્યો કે પછી સાથે ન ફાવે તો અમે ડિવોર્સ લઈ શકીશું?”

અને… ચિત્રગુપ્તનું દિમાગ છટક્યું! એમણે ચોપડો જોરથી ટેબલ ઉપર પછાડ્યો. કપલ એકદમ ગભરાઈ ગયુ અને પુછ્યું “શુ થયું? કેમ આટલા ગુસ્સે?”

ત્યારે ચિત્રગુપ્તે પોતાના માથાના વાળ ખેંચતા કહ્યું : “અહીં સ્વર્ગમાં ગોર મહારાજ શોધવા મારે ૬ મહિના ભટકવું પડ્યું!! માંડ એક મળ્યો પણ… સ્વર્ગમાં વકીલ તો આજ સુધીમાં એકે ય આવ્યો નથી. વકીલ શોધવા મારે ક્યાં જવું???

જોક્સ-૪ 

પતિએ પત્નીને પોતાના વશમાં કરવા માટે બાબા પાસેથી એક તાવીજ લીધું

એક મહિના પછી ,

પતિ : બાબા પત્ની ઉપર તો કોઈ અસર ન થઇ પણ પડોશણ વશમાં આવી ગઈ છે.

બાબા : ચાલો અસર ન થઇ, આડ અસર તો થઇ.

જોક્સ-૫

ગામમાં એક બૈરાએ સ્પીડમાં આવતી બસને અચાનક રોકી.

ડ્રાઇવરે અચાનક બ્રેક મારી અને પુછ્યું કે, “ક્યાં જવું છે?”

બૈરું : જવું નથી. છોકરું રોવે છે થોડીવાર પીપડુ વગાડો ને.

જોક્સ-૬

એક જગ્યાએ ભીત ઉપર લખ્યું હતું : પર સ્ત્રીને ખરાબ દ્રષ્ટિથી ન જુઓ.”

બાપુ વાંચીને ગોટે ચડી ગયા. મગજને ખુબ જ તકલીફ આપીને બે વાર ગામની સ્ત્રીઓના નામની ગણતરી કરી. સુડતાલીસ જ થઈ, એની માંને બાકીની પાંચ ક્યાં ગઈ?

જોક્સ-૭

જો પત્ની કોઈ કામ કરવાનું કહે તો ડોકું બે વાર ઉપર નીચે કરવાનું. આ યોગ સુખી દાંપત્ય જીવનની ચાવી છે.

નોંધ : આ યોગમાં ડોકટ જમણેથી ડાબી બાજુ કરશો તો તે જીવલેણ સાબિત થશે.

જોક્સ-૮

ગાર્ડનમાં બધી લેડીઝ શાંતિથી બેઠી હતી. મેં પુછ્યું : કેમ કોઈ વાતો નથી કરી રહી?

એક બેન બોલ્યા : આજે બધી હાજર છે.

જોક્સ-૯

કરિયાણું લેવા ગયો ત્યાં એક છોકરી ફોનમાં કોઈ છોકરા સાથે માથાકુટ કરતી હતી. હું તો સાંભળીને ઘુમરે ચડી ગયો.

ફોનમાં કહી રહી હતી કે, “તું મારો સગો બોયફેન્ડ છો, એ તો સાવ કો છે, તો ફોનનું રિચાર્જ તારે જ કરી આપવું પડે.”

જોક્સ-૧૦

સિંગલ પણ દુઃખી છે, રિલેશનશિપ વાળા પણ દુઃખી છે અને પરણેલા પણ દુઃખી છે.

સાલું, સમજમાં નથી આવતું કે મજા પણ લઈ રહ્યું છે.

Advertisement

Leave a Reply

Your email address will not be published.