પત્ની બધાને છોડી શકે છે પરંતુ પતિને ક્યારેય છોડી શક્તી નથી, દરેક પતિ-પત્નીએ અચૂક વાંચવું

એક સોસાયટીમાં એક પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું. જેમાં સોસાયટીના બધા જ દંપતિને બોલાવવામાં આવ્યા. સાંજનો સમય હતો જેથી બધા જ લોકો પોતાની ઓફિસથી સીધા જ પાર્ટીમાં પહોચી ગયા. બધા એકબીજાને મળ્યા તથા રાતનું જમવાનું જમ્યા. પછી એક વૃધ્ધ વ્યક્તિ પાર્ટીમાંથી ઊભા થયા અને તેઓએ બધાને સંબોધન કરતાં કહ્યું કે આજે આપણે જે આ પાર્ટી રાખી છે તે એક વિશેષ પાર્ટી છે. આજે આપણે કઈક નવું કરવાના છીએ. બધા જ લોકોનો આખો દિવસ ઓફિસના કામકાજમાં જતો રહે છે તો ચાલો આજે આપણે એક ગેમ રમીએ.

ત્યારબાદ તે વૃધ્ધ વ્યક્તિએ એક વ્હાઇટ બોર્ડ મંગાવ્યું અને પાર્ટીમાંથી એક મહિલાને સ્ટેજ પર તેમની પાસે બોલાવી. પછી વૃધ્ધ વ્યક્તિએ તે મહિલાને કહ્યું કે આ વ્હાઇટ બોર્ડ પર એવા ૨૦ વ્યક્તિના નામ લખો જેને તમે પ્રેમ અથવા તો પસંદ કરો છો. વૃધ્ધની વાત સાંભળીને મહિલા એ બોર્ડ પર પોતાના માતા-પિતા, પતિ, બાળકો, સગા-સંબધી તથા પડોશીના નામ લખ્યા.

મહિલાએ નામ લખી લીધા બાદ વૃદ્ધ વ્યક્તિ થોડું હસ્યાં અને બોલ્યા કે, “હવે આમાંથી છ એવા નામ કાઢી નાખો જેને તમે ઓછા પસંદ કરો છો તથા જેમના વગર તમે આસાનીથી રહી શકો છો.” મહિલાએ થોડો વિચાર કર્યા બાદ પોતાના પાડોશીઓના નામ કાઢી નાખ્યા. બધા જ લોકો આ બધુ શાંતિથી જોઈ રહ્યા હતા. હવે વૃધ્ધ વ્યક્તિએ કહ્યું કે, હવે આમાંથી વધુ ૧૦ એવા નામ કાઢી નાખો જેને તમે ઓછો પ્રેમ કરતાં હોય. મહિલાએ ફરી પોતાના સગા-સંબંધીઓના નામ કાઢી નાંખ્યા.

હવે બોર્ડ પર ફક્ત ૪ નામ જ બચેલા હતા જેમાં તેના માતા-પિતા, પતિ અને બાળકોના નામ હતા. ત્યાં બેઠેલા બધા જ લોકોનું ધ્યાન હવે એ વૃધ્ધ વ્યક્તિ અને મહિલા પર કેન્દ્રિત હતું. વૃધ્ધ વ્યક્તિએ ફરી વિનંતી કરી કે બોર્ડ પરથી હજુ ૨ નામ કાઢી નાંખો. હવે એ મહિલા ખૂબ જ દુવિધામાં ફસાઈ ચૂકી હતી. ગેમ તો એ મહિલા રમી રહી હતી પરંતુ ત્યાં બેઠેલા બધા જ વ્યક્તિના શ્વાસ થંભી ગયા હતા.

બહુ જોર આપવા પર મહિલા રડતાં રડતાં પોતાના માતા-પિતાના નામ બોર્ડ પરથી હટાવી દીધા. હવે બોર્ડ પર ફક્ત બે નામ જ રહ્યા હતા, જેમાં પોતાના પતિ અને બાળકનું નામ હતું. હવે વૃધ્ધ વ્યક્તિએ ફરીથી કહ્યું કે, “શાબાશ બેટા ! ચાલો હવે આમાંથી વધુ એક નામ કાઢી નાંખો.” હવે એ મહિલા ખૂબ જ અસમંજસ માં ફસાઈ ચૂકી હતી. મહિલાની આ પરિસ્થિતી જોઈને વૃધ્ધ વ્યક્તિએ દિલાસો આપતા કહ્યું કે આ ફક્ત એક ગેમ છે અને તું વધારે એક નામ કાઢી નાંખ. વૃધ્ધની વાત સાંભળીને મહિલા બોર્ડ તરફ આગળ વધી અને પોતાના બાળકનું નામ કાઢી નાખ્યું.

હવે બોર્ડ પર ફક્ત તેના પતિનું જ નામ બાકી રહ્યું હતું. હવે વૃધ્ધ વ્યક્તિએ એ મહિલાને પોતાની સીટ પર બેસી જવા માટે કહ્યું. ત્યાં બેઠેલા બધા જ વ્યક્તિને વૃધ્ધ વ્યક્તિએ સવાલ કર્યો કે એવું શા માટે બન્યું કે ફક્ત મહિલાના પતિનું નામ જ બોર્ડ પર રહી ગયું? પરંતુ પાર્ટીમાં બેઠેલા વ્યક્તિઓ માંથી કોઈપણ વૃધ્ધ વ્યક્તિના આ સવાલનો જવાબ આપી શક્યા નહીં.

આ સવાલનો જવાબ આપવા માટે વૃધ્ધ વ્યક્તિએ એ મહિલાને ફરીથી સ્ટેજ પર બોલાવી. અને પુછ્યું કે, “શા માટે તેણે પોતાના પતિનું નામ બોર્ડ પર છોડયું? તમારા માતા-પિતાએ તમને જન્મ આપ્યો છે છતાં પણ તમે તેમનું નામ કાઢી નાખ્યું અને જે બાળકોને તમે જન્મ આપ્યો છે તેનું નામ પણ તમે બોર્ડ પરથી કાઢી નાખ્યું, આવું શા માટે કર્યું?

મહિલાએ વૃધ્ધના સવાલનો જવાબ આપતા કહ્યું કે, “હું મારા માતા-પિતાને પ્રેમ કરું છુ પરંતુ તેઓ હવે વૃધ્ધ થઈ ચૂક્યા છે અને તેઓ બહુ જલ્દી મને છોડીને ચાલ્યા જશે. હું મારા દિકરાને પણ પ્રેમ કરું છુ પરંતુ મને એ વાતની જાણ પણ નથી કે મોટો થઈને મારો ક્યારે એ સાથ છોડી દેશે. પરંતુ મારા પતિ મારો ત્યાં સુધી સાથ આપશે જ્યાં સુધી હું જીવિત છુ. હું તેમની અર્ધાંગિની છુ, તેઓ મારૂ અડધું શરીર બનીને હું જીવીશ ત્યાં સુધી જીવનની દરેક પરિસ્થિતિમાં મારો સાથ આપશે. આ જ કારણ છે કે મારા પતિ મને સૌથી વધારે પ્રિય છે.”

મહિલાના આ વાતો સાંભળીને પાર્ટીમાં બેઠેલા દરેક વ્યક્તિએ તેમણે તાળીઓના ગડગડાટ થી વધાવી લીધા. બધા જ લોકો મહિલાના વિચારોની પ્રસંશા કરવા લાગ્યા. પછી વૃધ્ધ વ્યક્તિએ કહ્યું કે, “આ તો ફક્ત આપણે એક ગેમ રમી રહ્યા હતા, પરંતુ આ ગેમની અંદર તમારા જીવનની હકીકત છુપાયેલી છે. પતિ-પત્ની એકબીજાનું અડધું શરીર હોય છે તથા એકબીજા વગર જીવન પસાર કરવું ખૂબ જ કઠિન હોય છે. તેથી જરૂરી છે કે દરેક પતિ-પત્ની એકબીજાના પ્રેમનું સન્માન જરૂર કરે અને જીવનના દરેક સુખ-દુ:ખમાં એકબીજાનો સાથ નિભાવે, ત્યારે જ લગ્નજીવનનો સાચો અર્થ સાર્થક થાય છે.

મિત્રો, તમને અમારો આ લેખ પસંદ આવ્યો હોય તો શેયર જરૂર કરજો અને તમારા અમુલ્ય વિચાર અમારા સુધી જરૂર પહોચાડજો. આ લેખ વિશે તમારા કિંમતી વિચાર જરૂર લખીને અમને મોકલી આપશો.