પત્ની : બારીમાં પડદા લગાવવા પડશે, નવો પડોશી મને જોવા માટે વારંવાર પ્રયત્ન કરતો રહે છે, પછી પતિએ એવો જવાબ આપ્યો કે તમને હસી-હસીને પેટમાં દુખવા લાગશે

જોક્સ-૧

પત્ની સવાર સવારમાં મેકઅપ કરતી હતી.

પતિને એ જોઈને નવાઈ લાગી.

એણે કહ્યું, ‘આવા સવારના ટાઈમે મેકઅપ?’

પત્ની : તમે ચૂપ રહો, મારે મારાં ફોનનું લોક ખોલવાનું છે.

મેં પાસવર્ડ તરીકે મારો ચહેરો જ મૂક્યો છે

અને હવે એ રોન્ગ પાસવર્ડ કહે છે.

જોક્સ-૨

એક દિવસ પતિ પત્ની વચ્ચે ઝગડો થઇ ગયો.

પતિ : બસ-બસ, ઘણું થઇ ગયું, આજે તે મારું દિલ તોડી નાખ્યું છે,

હવે હું આ ઘરમાં તારી સાથે નહિ રહી શકું. આજની લડાઈ અંતિમ લડાઈ છે.

હું આ જ સમયે ઘર છોડીને જઈ રહ્યો છું.

એટલું કહીને પતિ દરવાજા તરફ તરફ ગયો..

પત્ની : ક્યાં જઈ રહ્યો છે?

પતિ : ત્યાં જઈ રહ્યો છું, જ્યાંથી તું મને શોધી ન શકે.

દુર ક્યાંક જંગલોમાં, ઊંચા-ઊંચા પહાડો ઉપર, વિશાળ સમુદ્ર પાર કરીને.

પતિ એ દરવાજો ખોલ્યો અને પછી બંધ કરી દીધો.

પત્ની : શું થયું, હવે ગયો કેમ નહિ?

પતિ : બસ હવે આ વરસાદ થોડો ઓછો થઇ જવા દે.

જોક્સ-૩

પત્ની : બારી ના પર્દા લગવવા પડશે.

પતિ : કેમ?

પત્ની : નવો પડોશી આવ્યો છે.

તે મને જોવા માટે વારંવાર પ્રયત્ન કરતો રહે છે.

પતિઃ અલી, એક વાર તેને સારી રીતે જોઈ લેવા દે,

પછી એ પોતે જ પર્દા લગવી લેશે.

જોક્સ-૪

પત્ની અને સૂર્યમાં શું સમાનતા છે?

તમે બન્નેને ધારીને જોઈ નથી શકતા.

જોક્સ-૫

એક ઘરમાં પતિ પત્ની વચ્ચે લડાઈ થતી હતી.

એક મહિલાએ પંડિતજીને ઘરની ખુશહાલીનો ઉપાય પૂછ્યો.

પંડિતજી : પુત્રી પહેલી રોટલી ગાયને ખવડાવ અને છેલ્લી રોટલી કૂતરાને.

મહિલા : પંડિતજી હું એમ કરુ,

પહેલી રોટલી પોતે ખઈશ અને

છેલ્લી રોટલી પોતાના પતિ ખવડાવીશ.

પંડિત બેભાન!!!

જોક્સ-૬

ટીચર : ખુશીનો પાર ન રહ્યો આ વાક્યનો અર્થ શું છે?

પપ્પુ : ખુશી ઘર વાળાથી છુપાઈને રોજ પોતાના બોયફ્રેન્ડને મળવા જતી હતી.

એક દિવસ તેના પપ્પા એ બોયફ્રેન્ડ સાથે જોઈ લીધી અને ખુશીને ઘર માંથી કાઢી મૂકી.

હવે બિચારી ખુશીના આનંદનો પાર ન રહ્યો.

ટીચર બેહોશ.

જોક્સ-૭

એક કપલ હોટલમાં ભોજન કરવા ગયા.

બોયફ્રેન્ડ : સારું, શું લઈશ તું?

ગર્લફ્રેન્ડ : જે તું કહે.

બોયફ્રેન્ડ : વેઈટર જરા મેનુ લાવ.

ગર્લફ્રેન્ડ : હું પણ મેનુ ખાઈશ.

ખરેખર રડવું આવી ગયું… ગામડિયણ છે.

જોક્સ-૮

મોબાઈલ આવ્યો, કેમેરા ગયો

મોબાઈલ આવ્યો, ઘડિયાળ ગઈ

મોબાઈલ આવ્યો, ટોર્ચ ગઈ

મોબાઈલ આવ્યો, રેડિયો ગયો

મોબાઈલ આવ્યો, એમપીથ્રી ગયું

મોબાઈલ આવ્યો, ટપાલ ગઈ

મોબાઈલ આવ્યો, કોમ્પ્યુટર ગયાં

મોબાઈલ આવ્યો, નિરાંત ગઈ

અને તમારો મોબાઈલ…

જો તમારી પત્નીના હાથમાં આવ્યો, તો તમે ગયાં…!

જોક્સ-૯

એક છીકરીનો મોબાઈલ ખુબ ગરમ થઇ રહ્યો હતો.

છોકરી : મારા મોબાઈલમાં હિટીંગ થઇ રહ્યું છે,

ખુબ ગરમ થઇ રહ્યો છે.

દુકાનવાળા : તેમાં તો તમારા મમ્મીની ભૂલ છે.

છોકરી : કેમ મમ્મી એ શું કર્યું?

દુકાનવાળા : દિવસ રાત તો મમ્મી દુવા કરતી રહે છે કે

“આગ લાગે આ ફોન ને”. બસ દુવા મંજુર થઇ ગઈ છે.

જોક્સ-૧૦

એક અમેરિકન ડોક્ટર ભારત આવ્યા.

બસ સ્ટેન્ડ પાસે એક બુક સ્ટોલ ઉપર

પુસ્તક જોતા જ તેમને હાર્ટએટેક આવી ગયું.

૨૦ રૂપિયાની એ પુસ્તકનું નામ હતું : “૩૦ દિવસમાં ડોક્ટર કેવી રીતે બનો?”

જોક્સ-૧૧

એક છોકરી એ બોયફ્રેન્ડ સાથે ઘણા દિવસોથી વાત ન કરી હતી.

છોકરી એ રોમાન્ટિક થઈને ફેસબુક ઉપર અપડેટ કર્યું

છોકરી : ધીરે ધીરે સે મેરી જિંદગી મેં આના..

થોડા સમય પછી છોકરાની કોમેન્ટ આવી

છોકરો : નાલાયક ધીમે ધીમે જ આવી રહ્યો હતો

તારી સોસાયટી વાળાઓએ ચોર સમજીને ઢીબી નાખ્યો.