પત્ની લગ્ન બાદ પ્રેગનેટ બની ગઈ, આ એક ખૂબ જ સામાન્ય બાબત છે. પરંતુ જો તમને કહેવામાં આવે કે લગ્ન બાદ પતિ પ્રેગનેટ બની ગયો તો શું તમે માની લેશો? સ્વાભાવિક છે કે તમે કહેશો કે મજાક કરો છો કે શું? પરંતુ તમને જણાવી દઈએ કે કોલંબિયામાં આવું જ કંઈક બન્યું છે. અહીંયા એક પતિ ૮ મહિનાથી પ્રેગ્નન્ટ છે અને આવતા મહિને બાળકને જન્મ પણ આપવા જઇ રહ્યો છે. કોલંબિયાની એક ટ્રાન્સજેન્ડર મોડલ જેનું નામ ઈસ્ટવેન લેન્દ્રુ છે, જેણે પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર તેમના તરફથી એક તસવીર પોસ્ટ કરવામાં આવી છે. જેમાં ૮ મહિનાના પ્રેગ્નેન્ટ પતિ સાથે ડેના સુલ્તાના નજર આવી રહી છે.
હકીકતમાં એવું બન્યું હતું કે પુરુષના રૂપમાં ડેના સુલ્તાને જન્મ લીધો હતો. બાદમાં તેમનામાં મહિલાઓના લક્ષણો જોવા મળ્યા હતા. ડોક્ટરોએ તપાસ કરીને ડેના સુલ્તાનાને એક મહિલા જણાવી હતી. તેવામાં એક ટ્રાન્સજેન્ડર મોડલ સાથે તેમણે લગ્ન કરી લીધા અને ત્યારબાદ તે પ્રેગનેટ બની ગયા.
ઈસ્ટવેન જે એક ટ્રાન્સજેન્ડર મોડલ છે. એક યુવતીના રૂપમાં તેને જન્મ લીધો હતો પરંતુ બાદમાં જાણ થઈ કે તે પુરુષ છે. પોતાના પતિ બૈલીને કિસ કરતા ઈસ્ટવેને એક ફોટો પણ સોશિયલ મીડિયામાં મૂક્યો છે અને નીચે કેપ્શન માં લખ્યું છે કે Love is love, જેનો મતલબ થાય છે કે પ્રેમ, પ્રેમ હોય છે.
આ કપલે જણાવ્યું હતું કે અમારું બાળક સંપૂર્ણ રીતે સ્વસ્થ છે. બિલકુલ સામાન્ય પ્રોસેસ થી પતિનાં ગર્ભમાં વિકસી રહ્યું છે. થોડા દિવસો પહેલાં જ પતિને લેબર પેન થયું હતું અને તેને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. આ બંને પાછલા દિવસોમાં લાગ્યું હતું કે પ્રિમેચ્યોર લેબર પેન થવા જઈ રહ્યું છે. તેવામાં આ લોકો હોસ્પિટલ તરફ દોડી પડ્યા હતા. બાળકના સ્વાગતની તૈયારીઓ કપલના પરિવારજનોએ કરી લીધી હતી.
આ લોકો જ્યારે હોસ્પિટલ પહોંચ્યા તો ડોક્ટરે જણાવ્યું કે બાળક ખૂબ જ મોટું છે. સાથે સાથે સંપૂર્ણ રીતે સ્વસ્થ પણ છે. આગલા મહિનામાં જ બાળકની ડીલીવરી શક્ય છે. ત્યારબાદ તે બંને પોતાના ઘરે પરત ફરી ગયા હતા. સોશિયલ મીડિયામાં બંનેના ખૂબ જ સારા ફોલોઅર્સ છે. પત્ની મોડેલિંગનું કામ કરે છે. તેમના પતિ પણ ખૂબ જ મશહૂર છે. ઇન્સ્ટાગ્રામ પર ઈસ્ટવેન નાં ૨ લાખથી પણ વધારે ફોલોઅર્સ છે. તેમના ફોટો સામે આવ્યા બાદ લોકો તરફથી આ કપલને ઘણી શુભકામનાઓ આપવામાં આવી રહી છે.
વાસ્તવમાં આ કપલે દરેક વ્યક્તિને આશ્ચર્યમાં મૂકી દીધા છે. જ્યારે પણ આ કપલ કોઈ કામથી ઘરની બહાર નીકળે છે, તો આ બંને ને જોઈને લોકો ખૂબ જ આશ્ચર્ય ચકિત થઈ જાય છે. જોકે લોકો આ બંનેની વચ્ચેનો પ્રેમ જુએ છે તો ખૂબ જ ખુશ થાય છે. આ કપલ હવે પોતાના બાળકની તૈયારીના સ્વાગતમાં જોડાયેલ છે. સોશિયલ મીડિયા પર આ કપલની ખૂબ જ ચર્ચા થઇ રહી છે અને આ બંને હાલમાં સોશિયલ મીડિયામાં આકર્ષણનું કેન્દ્ર બનેલા છે.