પત્નીને લાગતું હતું કે તેના પતિ બહાર મોજ-મસ્તી કરે છે, પછી એક રાતે જોઈ એવી ચીજ કે…

મોટાભાગે મહિલાઓને પોતાના પતિને લઈને ચિંતા રહેતી હોય છે કે તે અન્ય કોઈ સાથે સંબંધ જોડી ના દે. અમુક મહિલાઓને એવી પણ ફરિયાદ રહેતી હોય છે કે તેમના પતિ રાત્રે મોડા ઘરે આવે છે તો ક્યાંક તમને દગો તો નથી આપી રહ્યા ને? મહિલાઓના મનમાં આવા ઘણા સવાલ પેદા થતા હોય છે કે તેમના પતિ આટલા વ્યસ્ત શા માટે રહે છે? એવું શું છે કે તેઓ પોતાના ફેમિલીને સમય આપી રહ્યા નથી? આવી જ સમસ્યાઓ નો સામનો કરી રહેલ એક મહિલા જોના મિલર દ્વારા પોતાના બ્લોગમાં પોતાની જ એક સ્ટોરી લખવામાં આવી હતી. જેમાં તેમણે જણાવ્યું હતું કે જ્યારે તેમના પતિ મોડી રાત સુધી ઘરે પરત ફરતા ન હતા તો તેમની ગેરસમજણ કઈ રીતે દૂર થઈ. પત્નીને લાગતું હતું કે તેમના પતિ બહાર મોજમસ્તી કરી રહ્યા છે. તેમણે પોતાની સાથે થયેલ દરેક વાત જણાવી, જેને અમે તમને અહીં ટૂંકમાં બતાવવા જઈ રહ્યા છીએ.

પત્નીને લાગતું હતું કે બહાર મોજ-મસ્તી કરે છે પતિ

આ કહાની જોના મિલર નામની એક મહિલાની છે, જે તેણે પોતાના બ્લોગ પર શેર કરી હતી. જોના નાં ઘરમાં તેના પતિ સિવાય તેની નાની દીકરી પણ રહે છે અને તેનું કહેવું છે કે તેના પતિ ખૂબ જ મહેનત કરે છે અને ઘણી વખત ઘરે મોડી રાત્રે પરત ફરે છે. પતિના ઘરે મોડા આવવાની આદત થી જોના અવારનવાર વિચારતી હતી કે તેના પતિને પોતાના ફેમિલી સાથે સમય પસાર કરવો સારો લાગતો નથી? તેઓ મોડી રાત સુધી બહાર શા માટે રહે છે? ઘણી વખત તો મોડા આવવાની વાતને લઈને તેમની વચ્ચે ખૂબ જ ઝઘડો પણ થતો હતો.

આવો જ એક કિસ્સો જોનાએ શેર કર્યો અને જણાવ્યું કે તે બુધવારનો દિવસ હતો જ્યારે મારા પતિએ ઘરે આવવામાં મોડું કર્યું અને મેં તેમનું ભોજન ફ્રીઝમાં રાખીને પોતાની બાળકી સાથે રમવા લાગી. હું પોતાની દીકરી સાથે રૂમમાં હતી, પરંતુ મારો મગજ અન્ય કોઇ જગ્યાએ હતો કે આજે મારે ફરીથી ફોન કરીને પૂછવું પડશે કે તમે ઘરે ક્યારે આવશો? તેની વચ્ચે જ મેં ડ્રાયરનાં બંધ થવાનો અવાજ સાંભળ્યો. પરંતુ ત્યારે પણ હું એવું વિચારતી હતી કે મારા પતિને મારી સાથે સમય પસાર કરવા માટે પસંદ નથી.

અમે ન્યુલી મેરીડ કપલ છીએ અને હાલમાં અમારો હનીમુન સ્ટેજ પણ ચાલી રહ્યો છે. અમારી એક નાની બાળકી છે અને તેની સાથે પણ તેઓ સમય પસાર કરતા નથી. પતિની રાહ જોઈને તે મહિલા કપડાની ઘડી કરવા લાગી અને આ દરમિયાન તેની નજર ત્યાં રાખેલા કપડાનાં બે  ઢગલા પર પડી. તેમાંથી એક કપડાંનો ઢગલો તેનો હતો અને બીજા તેના હસબન્ડણા કપડા હતા. મહિલાના કપડા જ્યાં ચોખ્ખા, નવા અને કલરફુલ હતા, તો વળી તેના હસબન્ડનાં કપડાં ગંદા, ડાઘવાળા અને ફાટેલા હતા.

હકીકત જાણીને આશ્ચર્યચકિત થઈ ગઈ મહિલા

જ્યારે મહિલાએ તે કપડાંને ધ્યાનથી જોયા તો તે આશ્ચર્યચકિત થઈ ગઈ. તેના મગજમાં સવાલ આવ્યો કે આ એજ વ્યક્તિ છે જે, તેની જરૂરિયાતો કરતાં પણ વધુ સામાન તેને આપે છે. તેણે વિચાર્યું કે જ્યારે પણ હું કોઈ ચીજની ડિમાન્ડ કરું છું તો ક્યારેક જ એવું બન્યું હશે કે તેમણે મને મનાઈ કરી હશે. તેની વચ્ચે તે શરમ અનુભવવા લાગી અને પોતાને દોષીત માનીને પોતાને હારેલી મહેસૂસ કરવા લાગી. તેને લાગ્યું કે તે એક પત્નીના રૂપમાં અસફળ રહી ગઈ અને તેને એવો પતિ મળ્યો છે જે તેનું અને તેને દીકરીનું ધ્યાન રાખવા માટે દિવસ-રાત મહેનત કરે છે. તેના પર ગર્વ કરવાને બદલે તે તેની સાથે ઝઘડો કરતી રહી.

તે મહિલાને એવું લાગતું હતું કે જાણે કોઈ કામ કરવાને બદલે તેમના પતિ મિત્રોની સાથે પાર્ટી કરે છે અને હરવા ફરવા જાય છે. જ્યારે તેના પતિ ફક્ત ફાટેલા કપડામાં પણ ખુશ રહેતા હતા, તેના હાથ પણ ફાટેલા હતા અને તે પોતાનું ધ્યાન પણ રાખતા ન હતા. પતિનાં તે ગંદા અને ફાટેલા કપડાને જોઈને મહિલાને તેના પતિનું એક અલગ પાસું નજર આવ્યું, જેને હંમેશા તે અવગણતી હતી. પરંતુ હવે તેણે નક્કી કરી લીધું કે તે એક સારી પત્ની બનીને બતાવશે.