જોક્સ-૧
નોકર ઘેરથી દોડતો શેઠની દુકાને આવ્યો અને બોલ્યો :
શેઠ ઘરને આગ લાગી છે જલદીથી ચાલો.
શેઠજી : વાંઘો નહીં, ઘરનો વીમો છે.
નોકર : પણ શેઠાણી ઘરની અંદર સપડાઈ ગયાં છે.
શેઠજી : અલ્યા, ઘરનો વીમો લેનાર શું મેં શેઠાણીનો વીમો નહીં લીધો હોય એમ તું માને છે?
પુરા પચાસ હજાર રૂપિયાનો વીમો લીધો છે.
જોક્સ-૨
પોતાની બિલ્ડીંગની લિફ્ટ ખરાબ થતાં છગને મગનને જમવા પોતાન ઘેર બોલાવ્યો,
અને ૧૦માં માળના પોતાના ફ્લેટ પર તાળું મારીને દરવાજા પર લખ્યું કે “મુર્ખ બનાવ્યો.”
મગને ઉપર ચઢીને વાંચ્યું અને તેની નીચે લખી દીધું કે “હું તો અહીં આવ્યો જ નહોતો.”
જોક્સ-૩
છગન : તારાં લગ્ન થયાં એથી મને હર્ષ થાય છે!
મગન : અલ્યા તું મારો કયારથી દુશ્મન બની ગયો?
જોક્સ-૪
પતિ (પત્નીને) : તારી જન્મગાંઠ નિમિત્તે હું આ મોતીનો હાર લાવ્યો છું.
પત્ની : પણ મેં તો તમને કાર લાવવા કહ્યું હતું!
પતિ : હા, પણ બજારમાં કોઈ જગાએ નકલી કાર મને મળી નહીં?
જોક્સ-૫
એક ભોમિયો એક પ્રવાસીને એક ઐતિહાસિક મહેલ બતાવી રહ્યો હતો.
એક ઓરડામાં તેઓ આવ્યા એટલે ભોમિયો બોલ્યો : મહારાણી અહીં ભોજન લેતાં બેઠાં હતાં, ત્યાં એક મધમાખી આવી અને મહારાણીને ડંખ માર્યો અને થોડીવારમાં જ તે મૃત્યુ પામ્યાં.
પ્રવાસીએ કહ્યું : પણ ગયા વર્ષે જ્યારે હું અહીં આવ્યો ત્યારે તો આ ઘટના સામેના ઓરડામાં બની હોવાનું કહ્યું હતું તેં.
ભોમિયો બોલ્યો : હા, જો કે મૃત્યુ તો એમનું સામેના ઓરડામાં થયું હતું પણ નનામી આ ઓરડામાં બાંધવામાં આવી હતી.
જોક્સ-૬
મેજિસ્ટ્રેટ (ચોરને) : જો તું કબુલ કરે છે કે પાટલુન તેં ચોર્યું હતું, તો ૩ રૂપિયા દંડ ઓછો કરવાનું શા માટે કહે છે?
ચોર : સાહેબ, પાટલુન બરાબર ફીટ કરાવવા માટે મારે દરજીને ૩ રૂપિયા આપવા પડ્યા હતા.
જોક્સ-૭
દર્દી : દાકતર સાહેબ, મારી યાદશકિત સાવ નબળી પડી ગઈ છે. મારે શું કરવું?
દાક્તર : તમારે મારી ફી અગાઉથી આપવી પડશે.
જોક્સ-૮
માલિક (નોકરને) : જો ફરીથી આવું બનશે તો લાચારીથી બીજો નોકર મારે રાખવો પડશે.
નોકર : ભગવાન તમારું ભલું કરે, બે માણસોનું કામ મારે એકલાએ કરવું પડે છે.
જોક્સ-૯
શિક્ષક : ભારતમાં પહેલાંના સમયમાં દુધ દહીંની નદીઓ વહેતી હતી એનો શો અર્થ થાય?
એક વિદ્યાર્થા : એનો અર્થ એ કે નદીઓમાં માછલી નહીં હોય!
જોક્સ-૧૦
છગન એકવાર પોતાની પત્નીને લઈને પ્રાણીસંગ્રહાલય જોવા ગયો.
તેઓ એક પાંજરા સામે ઊભાં રહ્યાં.
છગને પત્નીને કહ્યું : જો, પાંજરામાં સિંહ કેવી છટાથી ઊભો છે. તે આપણી તરફ કેવી ઉત્સુકતાથી જોઈ રહ્યો છે!
જાણે આપણને કશુંક કહેવા માગે છે. હું તો પ્રાણીઓનો નિષ્ણાત છું એટલે મને આ બધી ખબર હોય!
પણ મારે તારી પરીક્ષા કરવી છે કે પ્રાણી વિશે તને કેટલી જાણકારી છે?
પત્ની કશો જવાબ આપી શકી નહીં.
છગન : હું બતાવું?
પત્ની : હા.
પતિ : એ કહેવા માગે છે કે હું સિંહ નથી, ચિત્તો છું.
જોક્સ-૧૧
એક મિત્ર : મારી પત્નીની આંખે એક કાંકરી પડી અને મારે દાકતરને રૂપિયા વીસનું બિલ ચુકવવું પડ્યું.
બીજો મિત્ર : ‘તે હશે.’ મારી પત્નીની આંખે એક બનારસી સાડી પડી અને મારે દુકાનદારને અઢીસો રૂપિયા રોકડા ચુકવવા પડ્યા.
જોક્સ-૧૨
અમેરિકામાં એક પાદરીએ પોતાના મકાન સામે એક ગધેડાની લા-શ જોઈને શહેરની સુધરાઈના વડાને પોતાનું નામઠામ જણાવીને ટેલિકોન કર્યો :
મારા મકાનની સામે એક ગધેડાની લા-શ પડી છે તો એને લઈ જવાનો કશો પ્રબંધ કરો.
વડાએ કહ્યું : શ્રીમાનજી, મરેલાનાં કફનદફનનો પ્રબંધ આપ પાદરીલોક જ કરો છો.
પાદરીએ કહ્યું : હા, એ વાત સાચી, પણ પહેલાં અમારે મરનારનાં સંબંધીઓની રજા લેવી જ પડે છે.
જોક્સ-૧૩
પત્ની (પતિને) : તો મારા કરતાં તમને આ કમબખ્ત રેડિયો વધારે વહાલો છે, એમ?
પતિ : હા, એને જ્યારે હું ઘારું ત્યારે ચુપ કરી શકું છું.