જોક્સ-૧
પતિ (ઓફિસમાંથી ફોન) : પર આજે તારે ઉપવાસ છે ને?
પત્ની : હા.
પતિ : કાંઈ ખાધું?
પત્ની : હા.
પતિ : શું?
પત્ની : કેળા, સફરજન, દાડમ, શેકેલા શીંગદાણા, બટેટાની વેફર, ફરાળી ચેવડો, સાબુદાણાની ખીર, સાબુદાણાના પાપડ, રાજગરાનો લાડવો, સાબુદાણાની ખીચડી અને હવે જ્યુસ પીવું છું.
પતિ : બહુ આકરો ઉપવાસ કરે છે હો. બધાયથી ના થાય. હજી કંઈક ખાઈ લેજે, નહીં તો ઉપવાસનાં લીધે ચક્કર આવશે.
શ્રાવણ માસ ની હાર્દિક શુભકામનાઓ.
જોક્સ-૨
પત્ની : તમે આપણા લગ્નના થોડા વખત સુધી તો રોજ વખાણ કરતા તા,
તું મારી અંગુરી બાસુંદી, તું મારી રસ મલાઈ, તું મારી બરફી.
હવે કેમ વખાણ નથી કરતા?
પતિ : અરે ગાંડી, દુધની આઈટમ કેટલા દિવસ સારી રહે.
જોક્સ-૩
પત્ની : મેં તમને કીધું હતું કે મારા જન્મદિવસ ઉપર મને તમે ઘરેણાની ગિફ્ટ આપજો. પણ તમે મને ખાલી ડબ્બો આપ્યો. બધા વચ્ચે મને કેટલી શરમ આવી.
પતિ : શરમ જ સ્ત્રીનું સાચું ઘરેણું કહેવાય ગાંડી.
જોક્સ-૪
પોલીસ : અરે ભાઈ, પાડોશીની બૈરી ભાગી ગઈ, એમાં તું કેમ ફરિયાદ કરાવવા આવ્યો છે?
ભુરો : સાહેબ, હવે મારાથી એના ઘરવાળાને ખુશી જોઈ શકાતી નથી.
મારો બેટો રોજે રોજ પાર્ટી કરે છે.
જોક્સ-૫
ઉનાળામાં તમે પાંચ ઉપર પંખો મુકી આરામથી ટીવી જોતા હોય અને પત્ની આવી પંખો બંધ કરી દે,
“હાથમાં સાવરણી હોય:
શિયાળામાં તમે પંખો બંધ કરી આરામથી ટીવી જોતા હોય અને પત્ની આવી પાંચ પર પંખો ચાલુ કરે,
“હાથમાં પોતુ હોય”
કોની તાકાત છે આ દાદાગીરી અટકાવી શકે?
પ્રભુ તમને આ બધું સહન કરવાની તાકાત આપે.
જોક્સ-૬
પત્ની રાતે આકાશ તરફ જોતા પોતાના પતિને : એવી કઈ વસ્તુ છે, જેને તમે રોજ જુઓ છો, પણ તોડી શકતા નથી?
પતિ : તારું મોં.
પતિ હોસ્પિટલમાં છે. પત્નીએ એનું જ મોં તોડી નાખ્યું.
જોક્સ-૭
પલંગ નહી તો ચાદર બદલાય છે, ઓશીકું નહીં તો કવર બદલાય છે.
આશા જીવંત રાખજે મારા વ્હાલા.
ઘરવાળી તો બદલવાની જ નથી પણ ક્યારેક ક્યારેક પાડોશણ જરૂર બદલાય છે.
જોક્સ-૮
પતિ પત્ની ઝઘડી રહ્યા હતા.
પતિ બરાડ્યો : મારી અંદરના જાનવરને જગાડ નહીં.
પત્ની : ભલે જાગે. ઉંદરથી કોણ ડરે છે!!!
જોક્સ-૯
પતિ નો મોબાઇલ ચેક કરતી પત્નીએ કહ્યું : બીજું બધું તો બરાબર છે,
પણ આ ગફુર ગેરેજ વાળો કેમ પુછે છે કે જમ્યા કે નહીં?
જોક્સ-૧૦
ગઈકાલે એક પત્નીએ પોતાના પતિને એવું કહીને ચુપ કરાવી દીધો કે,
વધારે હોશિયાર ન બનો જેટલું મગજ તમારી પાસે છે ને
એટલું તો મારું હંમેશા ખરાબ રહે છે.
જોક્સ-૧૧
પત્ની : બાહુબલી સરસ છે. જોઈ લો.
હું મોબાઈલ જોતો જોતો બહાર ગેલેરીમાં જતો હતો.
પત્નીએ બુમ પાડી : ક્યાં જાવ છો? મેં બાહુબલી કીધુ, બાજુવાળી નહીં.
જોક્સ-૧૨
શાક બજારમાં બે બહેનપણીઓ વર્ષો પછી મળી. એકબીજાની ઓળખાણ ચાલી.
પહેલી : મારા પતિ કલેક્ટર ઓફિસમાં પીએ છે.
બીજી : મારા પતિ સચિવાલયમાં પીએ છે.