પત્ની રાતે કપડાં ઉતરતા સમયે બોલી : તમને ખબર છે ને કે તમારે શું કરવાનું છે? પતિએ શરમાઈને એવો જવાબ આપ્યો કે પત્ની પણ ચોંકી ગઈ

જોક્સ-૧

પત્નીના જન્મદિવસ પર પતિએ પુછ્યું,

‘શું ગિફ્ટ જોઈએ છે?’

પત્નીને કાર જોઈતી હતી, તેથી તેણીએ વાત ફેરવીને કહ્યું,

મને એવી વસ્તુ આપો, જેના ઉપર સવાર થતાં જ તે બે સેકન્ડમાં ૦ થી ૮૦ સુધી પહોંચી જાય છે.

સાંજે પતિએ તેને વજન કાંટો આપ્યો.

હવે ઘરમાં વાતાવરણ ગંભીર છે.

જોક્સ-૨

મિત્ર : તારી પત્નીએ તને ઘરમાંથી કેમ કાઢી મુક્યો?

મિંકુ : તારા કહેવાથી મેં તેને ચેન ગીફ્ટ કરી, એટલે બહાર કાઢી મુક્યો.

મિત્ર : ચેન ચાંદીની હતી?

મિંકુ : ના સાયકલની હતી.

જોક્સ-૩

ટીચર : છગન તું રોજ છેલ્લી પાટલીએ બેસીને શું કરતો રહે છે?

આજે મારે તારું જનરલ નોલેજ ચકાસવુ પડશે. ચાલ બતાવ બાદશાહ કરતા મોટો કોણ?

છગન : એમાં તો હું પાકો છું. બાદશાહ કરતા મોટો એક્કો.

જોક્સ-૪

રાજુ : યાર જો ત્યાં કોઈનું એક્સિડન્ટ થયું લાગે છે.

પપ્પુ : ચાલ જલ્દી મારે જોવું છે શું થયું છે?

ત્યાં પહોંચ્યા પછી કોઈએ પપ્પુને નજીક જવા ન દીધો તો પપ્પુએ જોરથી બુમ પાડી,

જેનું એક્સિડન્ટ થયું છે તેનો હું પિતા છું.

આ સાંભળી લોકોએ રસ્તો આપી દીધો.

પપ્પુએ નજીક જઈને જોયું તો ત્યાં એક ગધેડો પડેલો હતો.

જોક્સ-૫

પતિ : આજે મારું ખિસ્સુ કપાઈ ગયું.

પત્ની : તો પોલીસમાં રિપોર્ટ લખાવ્યો કે નહિ?

પતિ : ના દરજી પાસે સીવડાવી દીધું.

જોક્સ-૬

પપ્પુના ઘરમાં ચોર ચોરી કરવા આવ્યા.

બધા ઊંઘતા હતા. પણ પપ્પુ ચોરોને જોઈ ગયો.

ચોર ભાગવા માંડ્યા તો પપ્પુએ કહ્યું,

‘મારું દફતર ચોરી જાવ. નહીં હું બુમો પાડીને તમને પકડાવી દઈશ.’

જોક્સ-૭

રમેશ પહેલીવાર બુટ ખરીદીને આવ્યો.

રમેશ : મેં આજે દુકાનદારને ઉલ્લુ બનાવ્યો.

સુરેશ : કેવી રીતે?

રમેશ : હું એક બુટની કિંમતમાં બે પગના બુટ લઇ આવ્યો.

સુરેશ : તેઓ કદાચ બીજા બુટ પર કિંમત લખવાનું ભુલી ગયા હશે.

જોક્સ-૮

લગ્ન પછી પહેલા પાંચ વર્ષ સુધી પત્ની પોતાના પતિને કેવી રીતે બોલાવે છે, તેની એક ઝલક પ્રસ્તુત છે.

પહેલું વર્ષ : જાનુ.

બીજુ વર્ષ : એ જી.

ત્રીજુ વર્ષ : સાંભળો છો?

ચોથુ વર્ષ : ઓ લાલુના પપ્પા.

પાંચમુ વર્ષ : ક્યાં મરી ગયા?

જોક્સ-૯

નિશાળેથી પાછો આવ્યા પછી રઘલાએ પોતાના બાપાને કહ્યું,

રઘલો : બાપુ મારી શિક્ષક મને રોજ મારે છે.

પપ્પા : તું ડરતો નહિ, તું તો સિંહની ઓલાદ છે.

રઘલો : શિક્ષક પણ આવું જ કહે છે.

પપ્પા : શું?

રઘલો : શિક્ષક કહે છે, તું કોઈ જાનવરની ઓલાદ લાગે છે, કાંઈ વાંચતો જ નથી.

જોક્સ-૧૦

વિજય અને રમેશ હોટલમાં ગયા.

આઈસક્રીમ ખાધા પછી રમેશ ચમચો પાણીથી ધોવા માંડ્યો.

એ જોઈને વિજયે કહ્યું : અલ્યા, ચમચો કંઈ આપણે ધોવાનો હોય નહીં. એ તો હોટેલના માણસનું કામ.

રમેશ બોલ્યો : ચમચો ધોયા વિના ચાલે નહીં, ધોઉં નહીં તો પછી એનાથી ખિસ્સું જ બગડે ને!

જોક્સ-૧૧

પતિ (પત્નીને) : હું, તારાથી એટલો તંગ આવી ગયો છું કે રોજ ઈશ્વરને પ્રાર્થના કરું છું કે, ઈશ્વર મને તારી પાસે બોલાવી લે!

પત્ની : હે ભગવાન, પહેલાં મને તારી પાસે બોલાવી લે.

પતિ : પ્રભો! તું મારી પત્નીની પ્રાર્થના સાંભળી લે,

હું મારી અરજી પાછી ખેંચી લઉ છું,

લેડીઝ ફર્સ્ટ.

જોક્સ-૧૨

પત્ની (માથું કુટતા) : ‘મારાં તે કેવાં કમભાગ્ય કે તમારા જેવો પતિ મને મળ્યો!

મને તો તમારા કરતાં વધુ યોગ્ય વર મળતા હતા.’

પતિ : ‘હા, એ બધા યોગ્ય હશે એટલે તો બિચારા તારી ચુંગલ માંથી છટકી ગયા.

જોક્સ-૧૩

પત્ની રાતે કપડાં ઉતરતા સમયે બોલી : તમને ખબર છે ને કે તમારે શું કરવાનું છે?

રાજુ : ગમે તે થઈ જાય પણ અત્યારે તો કપડાં નહીં જ ધોઉ.