જોક્સ-૧
ચોધાર આંસુએ રડતી ટીના એક બાબાના આશ્રમમાં પહોંચી.
બાબા : શું તકલીફ આવી પડી કે તું આમ ચોધાર આંસુએ રડે છે?
ટીના : ગુરુદેવ મારા પતિ પપ્પુ પ્રભુને પ્યારા થઈ ગયા.
બાબા : હરિ હરિ બહુ ખોટું થયું. બાલિકે પ્રભુ એના આત્માને શાંતિ આપે. પણ છેલ્લી ઘડીએ એની જીભ ઉપર ભગવાનનું નામ તો હતું ને?
ટીના : એવું તો ના કહેવાય ગુરુજી.
બાબા : તો એના છેલ્લા શબ્દો શું હતા?
ટીના : એ ટીનુંડી, બંદુક નીચે ફેંકી દે એવું બરડતા હોય એમ લાગ્યું મને.
બાબાની આંખો ચાર થઈ ગઈ.
જોક્સ-૨
એક માજી રાશનની દુકાને રાશન લેવા ગયા.
દુકાનદાર : માજી, તમારે શું જોઈએ છે?
માજી : એક કિલો ચણા અને એક-એક કિલો મગની અને અડદની દાળ આપ.
લે આ થેલી લે અને આ બધું એક સાથે ભરી દે.
દુકાનદાર : પણ માજી, આમાં બધું મિક્સ થઇ જશે.
માજી : વાંધો નહિ. મારા ઘરે ત્રણ વહુઓ નવરી બેઠી છે. તે અલગ કરી દેશે.
દુકાનદારે ત્રણેય વસ્તુઓ થેલીમાં ભરી અને કહ્યું : માજી, તમારે બીજું કંઈ જોઈએ છે?
માજી : હા, આમાં બે કિલો ચોખા પણ નાખ.
દુકાનદાર : માજી, ચોખા પણ આ થેલીમાં જ નાખું?
માજી : હા, વાંધો નથી. ઘરમાં ત્રણ વહુઓ બેઠી છે, એકદમ નકામી. તે બધું અલગ કરશે.
દુકાનદારે થેલીમાં બધું મુકી કહ્યું : માજી, ૪૧૨ રૂપિયા થયા.
માજી : એ ઉધારમાં લખી દે.
દુકાનદાર : પણ માજી અમે ઉધાર નથી આપતા.
માજી : તો મારે કાંઈ નથી લેવું. તારો સામાન તારી પાસે રાખ.
દુકાનદાર : માજી, તમે ઉધાર લઈ જાઓ. મારી પાસે ત્રણ વહુઓ નથી જે નવરી બેઠી હોય.
જોક્સ-૩
સાસુ : જો વહુ, એક પછી એક પકોડા તળજે, નહિ તો કોઈ કાચા રહી જશે.
અને હા, ભીંડાને એક એક કરીને ધોજે અને પછી ટુવાલથી લુંછીને ૧-૧ કરીને કાપજે.
અને સાંભળ આ કોથમીરના દરેક પાનને ધોઈને નાખજે.
આ રીતે કામ કરીને વહુ બે-ચાર દિવસથી પરેશાન હતી.
પછી પાંચમા દિવસે તેણે કહ્યું : મમ્મી તમે આ શાક કાપો, ત્યાં સુધી હું નાહી લઉં.
જ્યારે વહુ ચાર કલાક સુધી બાથરૂમમાંથી બહાર ન આવી ત્યારે સાસુએ કહ્યું,
અરે વહુ, તને નાહવામાં કેટલો સમય લાગે છે?
વહુ : મમ્મી, હું એક પછી એક વાળ શેમ્પુ કરું છું, હજુ ૩ કલાક લાગશે. તમે રસોઇ બનાવી દો.
એક નારી બધા પર ભારી.
જોક્સ-૪
પતિ પત્નીનો ઝગડો થયો.
પતિએ કંટાળીને પોતાની સાસુને મેસેજ કર્યો :
તમારી પ્રોડક્ટ મારા કહેવા પ્રમાણે કામ કરતી નથી,
તેના ઉત્પાદનમાં ઘણી ઇન-બિલ્ટ ખામીઓ છે જે મને ડિલિવરી સમયે જણાવવામાં આવી ન હતી,
તેથી હું તેને પરત કરું છું અને તમારી પાસેથી એક્સચેન્જ માંગું છું.
સાસુનો તરત જ વળતો જવાબ આવ્યો :
(૧) વોરંટી સમાપ્ત થઈ ગઈ છે.
(૨) રિફંડ અથવા રિપ્લેસની કોઈ પોલિસી નથી.
(૩) પ્રોડક્ટની કામગીરી ઉત્તમ બનાવવી તે તમારા હાથમાં છે.
(૪) પ્રોડક્ટના ઉપયોગના નિયમો અને શરતો અને સાવચેતીઓ તમને ડિલિવરી પહેલાં ફેરા ફરતા સમયે જણાવવામાં આવી હતી.
(૫) અને હવે કંપનીએ નવી પ્રોડક્ટ બનાવવાની બંધ કરી દીધી છે.
આથી આ પ્રોડક્ટને ‘હેન્ડલ વિથ કેર’ સાથે જીવન પસાર કરવાની સલાહ આપવામાં આવે છે.
શુભેચ્છુક, તમારી સાસુ, છેલ્લા શ્વાસ સુધી.
જોક્સ-૫
પત્ની : સાંભળો છો, શું હું મારા વાળ કપાવી લઉં?
પતિ : કપાવી નાખ.
પત્ની : પણ મેં કેટલી મહેનત કરી લાંબા કર્યા છે.
પતિ : તો ના કપાવ.
પત્ની : પણ આજકાલ નાના વાળનો ટ્રેન્ડ છે.
પતિ : તો કપાવી નાખ.
પત્ની : મારી બહેનપણીઓ કહે છે કે મારા ફેસકટ પર ટુંકા વાળ સુટ થશે.
પતિ : તો કપાવી નાખ.
પત્ની : પણ, ટુંકા વાળમાં અંબોળો નથી વળતો.
પતિ : તો ના કપાવ.
પત્ની : હું વિચારું છું કે અખતરો કરી જોઈએ.
પતિ : તો કપાવી નાખ.
પત્ની : પણ એવું કરવા પર વાળ બગડી ગયા તો?
પતિ : તો ના કપાવ.
પત્ની : હું વિચારું છું કે મારે કપાવી લેવા જોઈએ.
પતિ : તો કપાવી નાખ.
પત્ની : જો તે બગડી ગયા તો તમે જવાબદારી લેશો.
પતિ : તો ના કપાવ.
પત્ની : પણ નાના વાળની સંભાળ રાખવી બહુ સરળ હોય છે.
પતિ : તો કપાવી નાખ.
પત્ની : પણ મને બીક લાગે છે કે લુક ખરાબ ના થઇ જાય.
પતિ : તો ના કપાવ.
પત્ની : ઓકે, હવે મેં નક્કી કરી લીધું છે, હું જ કપાવી જ નાખું છું.
પતિ : તો કપાવી નાખ.
પત્ની : તો પછી ક્યારે જઈએ?
પતિ : તો ના કપાવ.
પત્ની : અરે, હું મમ્મીના ઘરે જવાની વાત કરું છું.
પતિ : તો કપાવી નાખ.
પત્ની : અરે, તમે શું બોલો છો? તમારી તબિયત તો ઠીક છે ને?
પતિ : તો ના કપાવ.
એ પતિ આજકાલ આગ્રાના પાગલખાનામાં છે અને આખો દિવસ બડબડાટ કરે છે….
તો કપાવી નાખ.
તો ના કપાવ.
તો કપાવી નાખ.
તો ના કપાવ.
જોક્સ-૬
પાયલટ પત્ની : હેલો કંટ્રોલ ટાવર, આ ફ્લાઇટ-358 છે, અહીં થોડી સમસ્યા છે.
કંટ્રોલ ટાવર પરથી પતિ : તમારો અવાજ બરાબર નથી આવી રહ્યો, શું તમે તમારી સમસ્યા ફરીથી કહી શકો?
પત્ની : કંઈ નહીં… જવા દો… આમ પણ મારો અવાજ તમને ક્યારે સંભળાય છે?
પતિ : પ્લીઝ તમારી સમસ્યા જણાવો.
પત્ની : હવે રહેવા દો.
પતિ : પ્લીઝ કહો.
પત્ની : કંઈ નહીં… હું ઠીક છું… તમે રહેવા દો.
પતિ : અરે બોલો શું પ્રોબ્લેમ છે?
પત્ની : તમને મારી પ્રોબ્લેમથી શું ફરક પડે છે.
પતિ : અરે મુર્ખ મહિલા, એ ફ્લાઇટમાં ૨૦૦ મુસાફરો પણ છે, સમસ્યા જણાવો.
પત્ની : તમને ક્યારેય મારી ચિંતા નથી હોતી, હજુ પણ ૨૦૦ મુસાફરોની ચિંતા કરો છો, જાવ મારે વાત નથી કરવી.