પત્ની : સાંજે બાંકડે કોની સાથે બેઠા’તા?? બહેન હતી કે ગર્લફ્રેન્ડ? પતિનો જવાબ સાંભળીને હસવાનું નહીં રોકી શકો

Posted by

જોક્સ-૧

Advertisement

બપોરે પ્રેમ થી પીરસાયેલા ભાત ને

જ્યારે તમે ના પાડો છો, ત્યારે, અજાણતા જ તમે સાંજ માટે વઘારેલા ભાત ને હા પાડો છો…

જોક્સ-૨

પપ્પા : સારું ભણ, વ્યવસ્થિત ભણ, મોટો થા, સુંદર, સુશીલ પત્ની મળશે !

છોકરો : તમારા ટાઈમ માં આવી સ્કીમ નહોતી?

મમ્મીએ એવો ધીબેટી કાઢ્યો, એવો ધીબેટી કાઢ્યો કે ના પૂછો વાત.

જોક્સ-૩

જીવનમાં યોગ્ય પાત્ર મળી જાય તો રોજ વેલેન્ટાઈન ડે.

આળસુ પાત્ર મળે તો લેબર ડે.

અપરિપક્વ  પાત્ર મળે તો ચાઈલ્ડ ડે.

પરિપક્વ પાત્ર મળે તો મધર્સ ડે.

અને પાત્ર ન મળે તો રોજ ઇન્ડિપેન્ડન્સ ડે.

જોક્સ-૪

અમદાવાદી : અલ્યા જીવલા, કાશ્મીર માં શીકારા (બોટ) લઈએ તો હાઉસીંગ લોન લેવી કે વ્હિકલ લોન લેવી…!!?

જોક્સ-૫

પત્ની :  આપણો સંસાર સુખેથી ચાલે એટલે હું એકાદશી રહું છું, બીજ રહું છું, પૂનમ રહું છું, જન્માષ્ટમી રહું છું, રામનવમી રહું છું, વડસાવિત્રી રહુ છુ, નવરાત્રી રહુ છુ.

પતિ : એમાં શું થઈ ગયું.?

પત્ની : તમે શું રહો છો, બોલો!

પતિ : હું રહું છું એ તું ના રહી શકે…

પત્ની : એવું તો તમે શું રહો છો જે હું ના રહી શકું, બોલો.?

પતિ : હું મૂંગો રહું છું….

જોક્સ-૬

“એક્કેય ગાંડાને કોરોનો થયો? બેફામ, માસ્ક પહેર્યાં વગર ફરે છે”. આવો એક સગા નો મેસેજ આવ્યો.

તો મેં રિપ્લાય આપ્યો……. છતાંય તમારે ઘ્યાન રાખવું..”

તો મને બ્લોક કરી દીધો બોલો.

જોક્સ-૭

સૌથી હોશિયાર માણસ એ છે જે ટોઇલેટમા બેસતા પહેલા નળ ચાલુ કરીને જોઇ લે કે પાણી આવે છે કે નહી..

બાકી સાયન્સ..કોમર્સ તો ઠીક છે મારા ભાઈ.

જોક્સ-૮

પતિ: આજે યુ ટ્યુબ પરથી શીખ્યો છું. તારા કોઈ સગાને હાર્ટ, કીડની કે ફેફસાનું ઓપરેશન કરાવવું હોય તો કહેજે. હુ કરી આપીશ.

પત્ની: એવા ખોટા અખતરા નો કરતા. એમ વીડીયો જોયે કાંઇ નો આવડે હો!

પતિ: તો તુ શેની કુકિંગ શૉ જોઈને રોજ મંડાણી હોય છે?

જોક્સ-૯

પત્ની : મારું ટોટલ બોડી ચેકઅપ કરાવ્યું, તો પણ શું બીમારી છે ખબર જ નથી પડતી.

પતિ : હવે તો એકજ ઉપાય છે, “પોસ્ટમોર્ટમ” કરાવીએ…!!

જોક્સ-૧૦

પત્ની: સાંજે બાંકડે કોની સાથે બેઠા’તા??

બહેન હતી કે ગર્લફ્રેન્ડ…?

પતિનો નિર્દોષ જવાબ : “એણે” હજી કઈ કીધું નથી..!

જોક્સ-૧૧

છત્રી ભલે લેડીઝ હોય પણ વાવાઝોડામાં એ કાગડો જ થાય “કાગડી” નો થાય…

જોક્સ-૧૨

એક મોટું અચરજ

ઘેર પીઝા મંગાવે ને બહારગામ થેપલાં લઇ જાય…અમે ભાઇ ગુજરાતી.!

જોક્સ-૧૩

લગન કરેલા માણસ ને અડજેસ્ટમેન્ટ ની એટલી  આદત પડી ગઈ હોય છે કે ઘરવાળી પિયર ગઈ હોય તો ય ડબલ બેડ ના એક ખૂણામાં જ ટુટીયું વાળીને પડ્યો હોય.

જોક્સ-૧૪

કુંવારા ને ભાગી ને લગન કરવા છે!

જેના લગન થઇ ગયા છે એને ય ભાગવા નું મન થાય છે!

જોક્સ-૧૫

એક મેડમનું નામ નમ્રતા હતું.

તેના પતિ એને લાડથી “નમુ” કઈ ને બોલાવતા અને હંમેશા કે’તા

કે “નમુ” મારી છે અને હું નમુનો છું….!!

Advertisement

Leave a Reply

Your email address will not be published.