પત્ની સવારે ઉંઘમાંથી ઉઠીને પતિને કહે : “એય સાંભળો છો મને હમણાં સપનું આવ્યું કે તમે મારા માટે હીરાનો હાર લઈ આવ્યા છો, પછી પતિએ એવો જોરદાર જવાબ આપ્યો કે તમે ખડખડાટ હસી પડશો

જોક્સ-૧

સાસુ : જમાઇરાજ તમારો માથાનો દુખાવો કેમ છે હવે?

જમાઇ : હમણાં જ બસમાં બેસાડીને આવ્યો,

તમારી પાસે જ આવશે હવે.

જોક્સ-૨

પપ્પુ નિર્મલ બાબા પાસે ગયો અને બોલ્યો,

પપ્પુ : બાબા મારી પત્ની ક્યારે સુધરશે? એ મને ઘણો મા-રે છે.

બાબા : પત્નીને સાથે લાવ્યો છે?

પપ્પુ : ના બાબા, અત્યારે તો નથી લાવ્યો.

બાબા : લાવ તો પછી તારો ગાલ બતાવ.

પપ્પુ : બાબા મારો ગાલ કેમ જોવો છો?

બાબા : એના હાથની રેખા જોવી છે.

જોક્સ-૩

પત્ની : તમે રાત્રે મારી તરફ મોઢું રાખીને ઉંધ્યા કરો. મને રાત્રે બીક લાગે છે.

પતિ : પણ પછી આખી રાત મને બીક લાગ્યા કરે એનું શું?

જોક્સ-૪

ઘરવાળીયુ એક વાર તો આવુ બોલે જ.

ભગવાનનો આભાર માનો કે મારા જેવી સીધી સાદી મળી..

જો કોક માથાભારે ભટકાણી હોતને તો ખબર પડત.

ઓલો આખી જિંદગી વિચારે કે જો આ સીધી સાદી આવી હોય,

તો માથાભારે કેવી હશે.

જોક્સ-૫

વકીલે કોર્ટમાં એક સુંદર યુવતીને પૂછ્યું,

વકીલ : પરમ દિવસે રાત્રે તું ક્યાં હતી?

યુવતી : મારા પાડોશી સાથે રેસ્ટોરેન્ટમાં ગઈ હતી.

વકીલ : અને ગઈ કાલે રાત્રે ક્યાં હતી?

યુવતી : મારા બીજા પાડોશી સાથે રેસ્ટોરેન્ટમાં ગઈ હતી.

વકીલ (ધીરેથી) : આજનો શું પ્લાન છે?

બીજો વકીલ : ઓબ્જેક્શન મી લોર્ડ,

આ સવાલ મેં પહેલા જ પૂછી લીધો છે.

જોક્સ-૬

માખી અને મચ્છરના લગ્ન થયા.

બીજા દિવસે માખી ખૂબ જ રડી.

માખીની બેને આવીને પુછયુ શું થયું.

માખી બોલી મેં રાત્રે ગુડ નાઈટ ચાલુ કરી દીધુ અને

તારા જીજાજી મરી ગયા.

જોક્સ-૭

સાળી : બેન, તમે જીજુને “એ જી” કહીને કેમ બોલાવો છો?

બેન : અરે હું સભ્ય નારી છું, માટે બધાની સામે એમને “એ ગધેડા” (એ જી) કહીને ન બોલાવી શકું.

માટે ફક્ત એ જી કહીને ચલાવી લેવ છું.

જોક્સ-૮

સસરાએ જમાઈને ફોન કર્યો.

સસરા : જમાઈ જી કાલે તમારા સાળા માટે છોકરી જોવા જવું છે,

શક્ય હોય તો તમે આવજો ને.

જમાઈ : તમે લોકો જોઈ લો મારું તો પોતાનું જ ડિસિઝન ખોટું પડ્યું છે.

જોક્સ-૯

રાજુ ઓફિસમાં મોડો પહોંચ્યો,

બોસ : ક્યાં હતો અત્યાર સુધી?

રાજુ : સર ગર્લફ્રેન્ડને કોલેજ મુકવા ગયો હતો.

બોસ : શટઅપ, કાલથી ઓફિસ ટાઈમ પર આવી જજે નહીં તો તારી ખેર નથી,

રાજુ : સારું, તમારી છોકરીને કાલથી જાતે જ કોલેજ મૂકી આવજો.

બોસ બેભાન.

જોક્સ-૧૦

પતિ (પત્નીને) : જો ઓપરેશન દરમ્યાન મને કંઈ થઈ જાય તો આ ડોક્ટર સાથે લગ્ન કરી લેજે.

પત્ની : એવું કેમ કહો છો?

પતિ : તો શું ડોક્ટરને માફ કરી દઉં?

જોક્સ-૧૧

પત્ની સવારે ઉંઘમાંથી ઉઠીને પતિને કહે :

એય સાંભળો છો મને હમણાં સપનું આવ્યું કે તમે મારા માટે હીરાનો હાર લઈ આવ્યા છો.

પતિ : પાછી હુઇ જા…. અને પહેરી લે.