પત્ની : તમે દરેક વાતમાં મારા પિયરવાળાને વચ્ચે કેમ લાવો છો? પતિનો જવાબ સાંભળીને તમારું હસવાનું નહીં રોકાય

જોક્સ-૧

મોટુ : ઓ યાર ગાડી ની સ્પીડ કેમ વધારી દીધી?

પતલુ : ઓ ગાડી ની બ્રેક ફેલ થઈ ગઈ છે, એકસિડેન્ટ થઈ જાય એ પેલા ઘરે પહુંચાવી દઉં.

જોક્સ-૨

છગન ની છત્રી માં કાણું હતુ, તો છગન ના છોકરા એ પૂછ્યું,

પાપા છત્રી માં કાણું કેમ છે?

છગન : અરે ગધેડા, વરસાદ બંદ થઈ જાય તો ખબર કેવી રીતે પડશે?

જોક્સ-૩

પપ્પુ એ ભગવાન ને પૂછ્યું,

હું આવતા જનમ માં ગધેડો બની શકું છું,

ભગવાને જવાબ આપ્યો : તમે આ સુવિધા નું લાભ પહેલાજ ઉઠાવી લીધો છે.

જોક્સ-૪

પપ્પુ રીક્ષા વાળા ને કહ્યું : હનુમાન મન્દિર જાસો ભાઈ.

રીક્ષા વાળો : હાં

પપ્પુ : તો આવતા વખતે પ્રસાદ લેતા આવજો.

જોક્સ-૫

મોટુ : મોબાઈલ માં આટલી ધીમી અવાજ થી કોના જોડે વાત કરે છે?

છોટુ : બહેન છે.

મોટુ : તો પણ આટલી ધીમી અવાજ માં કેમ?

છોટુ : તારી છે એટલે.

જોક્સ-૬

એક વાર મગન રસ્તા પર મોજ થી જઈ રહ્યો હતો એવામાં એક દીવાલ પર વાચ્યું.

“વાંચવા વાળો ડોબો”

મગન ને બહુ ગુસ્સો આવ્યો, તેણે તે મિટાવી ને લખ્યું.

“લખવા વાળો ડોબો”

જોક્સ-૭

પપ્પા : સિગારેટ પીવી સ્વાસ્થ્ય માટે હાનિકારક છે.

પપ્પુ : બસ, તો આજથી હું રૂમમાં સિગારેટ સળગાવીશ.

પપ્પા : કેમ.

પપ્પુ : હું બધા મચ્છરોના ફેફસાં ખરાબ કરી દઈશ.

જોક્સ-૮

શિક્ષક : ‘મારા પિતા કામ પર ગયા છે’ આ વાક્યનો ભવિષ્ય કાળ જણાવો?

વિદ્યાર્થી : તે કાલે પણ જશે. અને જો કોઈના બાપમાં હિંમત હોય તો તેમને રોકીને બતાવે.

જોક્સ-૯

ડોક્ટર : તમે ગટરમાં કેવી રીતે પડ્યા?

પપ્પુ : શું કહું ડોક્ટર સાહેબ…

ગટરનું ઢાંકણું ખુલ્લું હતું, પણ મને લાગ્યું કે તે સોશિયલ ડિસ્ટન્સિંગનું વર્તુળ છે.

જોક્સ-૧૦

પતિ : ડાર્લિંગ મારા સમ ખાઈને કહે કે તને બિલકુલ ભૂખ નથી લાગી.

પત્ની : સમ ખાવા જેટલી જગ્યા હોત તો તમે લાવેલી મીઠાઈ ન ખાઈ લીધી હોત?

જોક્સ-૧૧

છગન એકલો બેઠો બેઠો હસતો હતો.

મગન : શું થયું? તું આટલો ખુશ કેમ છે?

છગન : આજે ઘણા સમય પછી કોલેજ વાળી હિનાના મેસેજનો રિપ્લાય આવ્યો. એ વાતથી હું એટલો ખુશ છું કે તેની કોઈ હદ નથી.

મગન : અરે વાહ… શું કહ્યું હિનાએ?

છગન : લે તું જ વાંચી લે.

મગને મેસેજ વાંચ્યો : જો તેં ફરી મેસેજ કર્યો તો હું મારા પતિને કહીને તારી ધોલાઈ કરાવી દઈશ.

જોક્સ-૧૨

રાહુલ : તું ભીખ કેમ માંગે છે. આ ખરાબ કામ છે.

ભિખારી : તમે ભીખ માંગી છે?

રાહુલ : ના.

ભિખારી : તો તમને કેવી રીતે ખબર પડી કે આ ખરાબ કામ છે.

જોક્સ-૧૩

પત્ની : તમે દરેક વાતમાં મારા પિયરવાળાને વચ્ચે કેમ લાવો છો?

પતિ : જો, જ્યારે ટીવીમાં પ્રોબ્લેમ આવે છે ત્યારે ટીવી વિશે કોઈ વાત કરતું નથી, તેઓ સીધા કંપની વાળાની ભૂલ કાઢે છે.