જોક્સ-૧
ટિંકુ : ભગવાન તમારી કૃપાથી મને રસ્તામાં ૧૦૦૦ રૂપિયા મળી જાય,
તો હું તમારા ચરણોમાં ૫૦૦ રૂપિયા ચોક્કસ અર્પણ કરીશ.
થોડે દુર ગયા પછી ટિંકુને ૫૦૦ રૂપિયાની નોટ મળી.
ટિંકુ : પ્રભુ, તમને મારા પર એટલો પણ વિશ્વાસ ન હતો કે તમે તમારો ભાગ કાપી લીધો.
જોક્સ-૨
પિતા : આટલા ઓછા માર્કસ… બે થપ્પડ મારવાનું મન થાય છે.
દીકરો : હા પપ્પા મને પણ. જલ્દી ચાલો, મેં પેલા માસ્તરનું ઘર પણ જોયું છે.
જોક્સ-૩
રમેશ : પહેલાં હું બોલતો અને મારી પત્ની સાંભળતી હતી.
કમલેશ : પછી?
રમેશ : પરણ્યા પછી મારી પત્ની બોલે છે અને હું સાંભળું છું.
કમલેશ : હમ……
રમેશ : બાબો જન્મ્યા પછી હું અને મારી પત્ની બોલીએ છીએ… જોર જોરથી ઝઘડી પડીએ છીએ…
કમલેશ : અને સાંભળે છે કોણ?
રમેશ : પાડોશીઓ!
જોક્સ-૪
લગ્ન પછી પત્નીને પ્રેમ દર્શાવવા માટે આઇ લવ યુ કરતાં પણ એક અસરકારક શબ્દ છે.
લાવ આજે વાસણ હું ધોઈ દઈશ.
જોક્સ-૫
પતિ : વહાલી! આજે મને એટલું ફેન્ટાસ્ટીક સ્વપ્નું આવ્યું કે,
આપણે આપણી મેરેજ એનીવર્સરી ઉજવીએ છીએ
ત્યારે તું પટોળું પહેરીને ઉભી હોય છે
ત્યારે તને હું નવલખો હીરાનો હારે પહેરાવું છું.
જોક્સ-૬
માસ્તરજી : ‘એક સાથે રહેવામાં શક્તિ છે’ આનું એક ઉદાહરણ આપો.
વિદ્યાર્થી : ખિસ્સામાં એક બીડી હોય તો તુટી જાય અને આખું બંડલ હોય તો તુટતું નથી.
હવે માસ્તરજીને સમજાતું નથી કે આને ઠપકો આપવો કે વખાણ કરવા?
જોક્સ-૭
પત્ની : તમે મને એવી બે વાતો કહો કે,
એકથી હું ખુશ થઈ જાઉં અને બીજાથી ગુસ્સો આવી જાય.
પતિએ કહ્યું : તું મારું જીવન છે.
અને ધિક્કાર છે આવા જીવન પર.
જોક્સ-૮
એક દિવસ ખેતરના માલિકે બધી મરઘીઓને કહ્યું,
કાલથી બધાએ બે ઈંડા આપવાના છે, જે નહીં આપે તેમને કાપી નાખીશ.
બીજે દિવસે સવારે બધી મરઘીઓએ બે-બે ઈંડાં મુક્યાં, પણ એકે એક જ ઈંડું મુક્યું.
જ્યારે માલિકે આનું કારણ પુછ્યું તો તેને કહ્યું,
માલિક, આ પણ તમારા ડરના કારણે મકયું છે, નહીં તો હું મરઘો છું.
જોક્સ-૯
એક છોકરો દોડતો દોડતો છોકરી પાસે આવ્યો અને કહ્યું,
મારે તારી સાથે દોસ્તી કરવી છે.
છોકરી : પણ ભાઈ, આપણી દુશ્મની ક્યારે થઈ હતી?
પછી તે છોકરો સીધો રક્ષાબંધન પર દેખાયો.
જોક્સ-૧૦
પ્રશ્ન : પત્ની શું છે?
જવાબ : પત્ની એ શક્તિનું નામ છે, જેની એક નજર પડતા પતિને પરવળના શાકમાં પણ પનીરનો સ્વાદ આવવા લાગે છે.
જોક્સ-૧૧
ગર્લફ્રેન્ડ : હું મારું પર્સ ઘરે ભુલી ગઈ, મારે ૧૦૦૦ રૂપિયા જોઈએ છે.
બોયફ્રેન્ડ : કરી દીધીને નાની વાત. અરે ગાંડી આ ૧૦ રૂપિયા લે અને રિક્ષા કરીને ઘરેથી પર્સ લઈ આવ.
ગર્લફ્રેન્ડ બેભાન.
જોક્સ-૧૨
એકવાર કીડી રીક્ષામાં ક્યાંક જઈ રહી હતી.
થોડી વાર પછી તેણે પોતાનો એક પગ રીક્ષામાંથી બહાર કાઢ્યો.
રિક્ષાવાળો વાંદરો બોલ્યો : મેડમ, તમારો પગ અંદર લઇ લો.
કીડીએ જવાબ આપ્યો : તું ચુપ રહે, મારે પેલા હાથીને લાત મારવી છે,
ગઈકાલે તેણે મને આંખ મારી હતી.