પતિ પત્નીનાં મજેદાર જોક્સ : પત્ની : તમે મને રાણી કેમ કહો છો? પતિનો જવાબ સાંભળીને તમે પોતાનું હસવાનું નહીં રોકી શકો

Posted by

જોક્સ-૧

Advertisement

પતી : તું દરેક વાત ઉપર હંમેશા મારું મારું કરે છે, તારે આપણું કહેવું જોઈએ.

પત્ની કાંઈક શોધી રહી હોય છે કબાટ માં.

પતી : શું શોધી રહી છે?

પત્ની : આપણો પેટીકોટ

જોક્સ-૨

પતી એ સ્નાન કર્યા પછી બાથરૂમ માંથી બુમ પાડી : “સાંભળો જરા ટુવાલ આપો મારો”

પત્ની (ગુસ્સા માં ) : તમે હંમશા રૂમાલ વગર જ કેમ જાવ છો? હવે નાસ્તો બનવું કે તમને ટુવાલ આપું? ગંજી પણ ધોઈને નળ ઉપર ટીંગાડી દેશો તો પણ હું ઉપાડું, સ્નાન કર્યા પછી wiper પણ નથી મારતા તમે, કાલે તો light પણ બંધ નહોતી કરી. ભીના પગ લઈને બહાર આવો છો, ભીના પગે આખા ઘરમાં ફરો છો, પછી તેની ઉપર માટી પડી જાય છે અને આખું ઘર ગંદુ થઇ જાય છે, આપણી કામવાળી બાથરૂમ સાફ કરવા ગઈ લપસી ને પડી ગઈ અને ૩ દિવસ ન આવી કેવી ખરાબ હાલત થઇ હતી મારી કામ કરીને.

પતી (મનમાં વિચારતા) : ટુવાલ માગીને ભૂલ કરી નાખી કે લગ્ન કરીને?????

જોક્સ-૩

પત્ની બજારમાંથી પાછી ફરી

પતી : મારો અંદાઝો એવું કહી રહ્યો છે કે આ પેકેટમાં કોઈ ખાવાની વસ્તુ છે.

પત્ની : અરે વાહ મારા પતી પરમેશ્વર તમે એકદમ સાચો અંદાઝો લગાવ્યો છે,

તેમાં મારા નવા સેન્ડલ છે.

જોક્સ-૪

સંજુ જેવો ઘરે પહોચ્યો, પત્નીએ લાતો ફેંટોથી મારવાનું શરુ કરી દીધું.

ખરાબ રીતે માર ખાધા પછી સંજુ એ જયારે મારપીટ નું કારણ પૂછ્યું તો પત્ની બોલી :

પાડોશ વાળા વર્માજીનું તેની ઓફીસની સેક્રેટરી સાથે ચક્કર ચાલી રહ્યું છે.

સંજુ : તો મને કેમ મારી રહી છે?

પત્ની : જેથી ડર હંમેશા રહે તમને…

જોક્સ-૫

પત્ની : તમે મને રાણી કેમ કહો છો?

પતી : કેમ કે નોકરાણી લાંબો શબ્દ થઇ જાય છે.

પત્ની ગુસ્સાથી : તમને ખબર છે કે હું તમને “જાન” કેમ કહું છુ?

પતી નહીં : બતાવ જોઈએ?

પત્ની : જાનવર લાંબો શબ્દ થઇ જાય છે એટલા માટે માત્ર “જાન” બોલી નાખું છું.

જોક્સ-૬

દાદા (પૌત્રને) : તારા ટીચર આવી રહ્યા છે, જા સંતાઈ અહી.

પૌત્ર : પહેલા તમે સંતાઈ જાવ,

તમેં સ્વર્ગમાં ગયા એ બહાને બે અઠવાડિયાની રજા લઇ લીધી છે.

જોક્સ-૭

સવાર સવારમાં પત્નીએ કહ્યું : ઉઠો જી, મારા માટે નાસ્તો બનાવી દો, પતી ઉઠ્યો અને બહાર જવા લાગ્યો

પત્ની : અરે ક્યાં ચાલ્યા?

પતી : મારા વકીલ પાસે, મારે તારાથી છૂટાછેડા લેવા છે.

પતી વકીલના ઘરે ગયા અને ત્યાંથી તે પાછા પગલે પાછો ફર્યો અને ચુપચાપ નાસ્તો બનાવવા લાગ્યો, કેમ?

કેમ કે વકીલ વાસણ ઉટકી રહ્યા હતા.

જોક્સ-૮

પપ્પુ પોતાની ગર્ભવતી પત્નીને લઈને હોસ્પિટલ ગયો અને નર્સને કહ્યું

જો છોકરો થાય તો કહેજો ટમેટું થયું છે અને છોકરી થાય તો કહેજો ડુંગળી થઇ છે.

સંયોગથી છોકરો – છોકરી બન્ને જોડિયા થઇ જાય છે અને

નર્સ કન્ફયુઝ થઈને બહાર આવી અને કહ્યું

સર અભિનંદન તમારા ઘેર સલાડ થયું છે.

જોક્સ-૯

પતી : રસોડામાં જાય છે અને તેની પત્ની જે રોટલી બનાવતી હોય છે,

તેને ટોકે છે, આ શું કરી રહી છે? તેને ન ફેરવ, એમ તો બળી જશે રોટલી, જલ્દી કર બળી જશે રોટલી.

પત્ની (ગુસ્સામાં) : હવે તમે મને શીખવાડશો રોટલી બનાવતા?

પતી (હસતા હસતા) : નહિ, હું તો તને એ બતાવવા માગું છું કે

જયારે હું ડ્રાઈવિંગ કરું છું અને તું બોલે છે તો મને કેવું લાગતું હશે.

Advertisement

Leave a Reply

Your email address will not be published.