લગ્નની પહેલી રાતે અક્ષય કુમારને લાગ્યો હતો ઝટકો, પત્ની ટ્વિંકલ ખન્નાને લઈને જાણવા મળી હતી ચોંકાવનારી વાત

Posted by

અક્ષય કુમાર અને ટ્વિંકલ ખન્ના બોલીવુડનાં પોપ્યુલર મેરીડ કપલ માંથી એક છે. બંનેએ જાન્યુઆરી ૨૦૦૧માં લગ્ન કર્યા હતા. તેમની લવ સ્ટોરી થી લગ્ન સુધીની સફર પણ ખુબ જ રોચક છે. અક્ષય અને ટ્વિંકલ ની પહેલી મુલાકાત એક ફોટોશુટ દરમિયાન થઇ હતી. અક્ષય તો ટ્વિન્કલને પહેલી નજરમાં જોતાં જ દિલ આપી બેઠા હતા. જોકે બંનેનો પ્રેમ “ઈન્ટરનેશનલ ખેલાડી” ની શુટિંગ દરમિયાન વધી ગયો હતો.

ટ્વિંકલ ત્યારે એક લાંબા રિલેશનશિપ થી બહાર નીકળી હતી. તેવામાં તે માઈન્ડ ફ્રેશ કરવા અને એન્જોય કરવા માટે બીજું રિલેશન ઈચ્છતી હતી. ત્યારે તેમણે અક્ષયને ૧૫ દિવસ માટે પોતાનો બૉયફ્રેન્ડ બનાવ્યો હતો. જોકે આ ૧૫ દિવસમાં તેમને અક્ષય એટલા પસંદ આવી ગયા કે તેમણે લગ્ન કરવાનો નિર્ણય લીધો. તે સમયે ટ્વિંકલ ની “મેલા” ફિલ્મ રિલીઝ થવાની હતી. ટ્વિંકલે અક્ષયને કહ્યું હતું કે જો મારી આ ફિલ્મ ફ્લોપ થઈ તો હું તારી સાથે લગ્ન કરી લઈશ. ત્યારબાદ ફિલ્મ ફ્લોપ થઈ ગઈ અને બંને લગ્નનાં બંધનમાં બંધાઈ ગયા.

લગ્ન કરતાં પહેલા એક વર્ષ સુધી બંને લિવ ઈન રિલેશનશિપમાં પણ રહ્યા છે. આ આઈડિયા ટ્વિંકલની મમ્મી ડિમ્પલ કાપડિયાનો હતો. તેમણે અક્ષયને કહ્યું હતું કે હું લગ્નની પરવાનગી ત્યારે આપીશ જ્યારે તું મારી દીકરી સાથે એક વર્ષ લિવ ઇનમાં રહેશે. જો બંને વચ્ચે વર્ષ સુધી બધું સારું રહ્યું તો તમે લગ્ન કરી શકો છો. અક્ષય અને ટ્વિંકલ આ શરત માની ગયા હતા. તેમણે એક વર્ષ લીવ-ઈનમાં રહ્યાં બાદ જ લગ્ન કર્યા હતા.

લગ્ન બાદ ૨૦૦૨માં દીકરા આરવનો જન્મ થયો. જ્યારે ૨૦૧૨માં દીકરી નિતારા આ દુનિયામાં આવી. નિતારા નાં જન્મ પહેલા પણ ટ્વિંકલે અક્ષય સામે શરત રાખી હતી કે તું સારી ફિલ્મો કરવાનું શરૂ કરી દે. ત્યારબાદ જ આપણે બીજા બાળકનું પ્લાનિંગ કરીશું. અક્ષયે પત્ની ની શરત માની લીધી અને ત્યારબાદ સમજી વિચારીને ફિલ્મની સ્ક્રિપ્ટ પસંદ કરવાનું શરૂ કર્યું હતું.

અક્ષય અને ટ્વિંકલનો એક કિસ્સો પણ ખુબજ જાણીતો છે. તેમાં તેમણે જણાવ્યું હતું કે લગ્નની પહેલી રાતે જ તેમને પત્ની વિશે એક વાત ખબર પડી ગઈ હતી. આ કિસ્સો તેમણે કોમેડિયન કપિલ શર્માનાં શો ધ કપિલ શર્મા શો માં સંભળાવ્યો હતો. શો માં અર્ચના પુરન સિંહે અક્ષયને અમુક સવાલ પુછ્યા હતા, જેના ખીલાડી કુમારે ખુબ જ ફેરવી-ફેરવીને જવાબ આપ્યા હતા.

અર્ચના નો પહેલો સવાલ હતો “શું તમે કિંગ સાઈઝ લાઈફ જીવો છો?” તેના પર અક્ષયે “ના” કહ્યું હતું. બીજા સવાલમાં અર્ચના એ પુછ્યું કે “જ્યારે તમારો અને ટ્વિંકલ નો ઝઘડો થાય છે તો કોણ જીતે છે?” તેના પર અક્ષય કુમારે કહ્યું હતું કે દરેક સમયે ટ્વિંકલ જ જીતે છે. તેમણે આ દરમિયાન પોતાની પત્નીને લઈને ખુલાસો કર્યો હતો કે, “લગ્નની પહેલી જ રાતે તે સમજી ગયા હતા કે લડાઈમાં તે પોતાની પત્ની થી ક્યારેય જીતી શકશે નહીં.”

વર્કફ્રંટની વાત કરીએ તો અક્ષય ખુબ જ જલ્દી બેલબોટમ, પૃથ્વીરાજ, સુર્યવંશી, બચ્ચન પાંડે, રક્ષાબંધન, અતરંગી રે, હેરાફેરી-૩ અને રામસેતુ જેવી ફિલ્મોમાં નજર આવશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *