પત્ની : ઉઠો સવાર થઇ ગઈ, ક્યાં સુધી સુતા રહેશો? પતિ (રોમાન્ટિક થઈને) : આંખ નથી ખુલી રહી, એવું કંઈક બોલ કે ઊંઘ ઉડી જાય, પછી પત્નીએ કઈક એવું કહ્યું કે પતિને ૩ દિવસ સુધી ઊંઘ ના આવી

Posted by

જોક્સ-૧

Advertisement

એક એન્જીનિયરીંગનો વિદ્યાર્થી અને

એક પટાવાળો વાતચીત કરી રહ્યા હતા,

એન્જીનિયરીંગનો વિદ્યાર્થી : મારી પાસે સ્કિલ છે, ડિગ્રી છે,

સમાજમાં ઇજ્જત છે, તારી પાસે શું છે?

પટાવાળો : મારી પાસે નોકરી છે!!!!

જોક્સ-૨

એક બાપ અને તેમનો ૧૫ વર્ષનો દીકરો હોટલમાં ગયા.

બાપ : વેટર એક બિયર અને એક આઇસ્કીમ લઇ આવ.

દીકરો : પપ્પા આઈસ્ક્રીમ કેમ? તમે પણ બિયર લો ને.

પછી તો દે ચપ્પલ… દે ચપ્પલ…

જોક્સ-૩

એન્જીનિયરીંગ પછી…

અંકલ : શું બેટા, શું કરી રહ્યો છે આજકાલ?

એન્જીનિયર : બસ અંકલ, આ સવાલથી

બચાવાનો પ્રયાસ કરી રહ્યો છું!!!!

જોક્સ-૪

પત્ની : ઉઠો સવાર થઇ ગઈ, ક્યાં સુધી સુતા રહેશો?

પતિ (રોમાન્ટિક થઈને) : આંખ નથી ખુલી રહી, એવું કંઈક બોલ કે ઊંઘ ઉડી જાય.

પત્ની : રાત્રે તમે જે જાનુ સાથે ચેટ કરી રહ્યા હતા તે મારુ જ બીજું આઈડી છે.

હવે બિચારા પતિને ૩ દિવસથી ઊંઘ નથી આવી રહી.

જોક્સ-૫

છોકરો : તને મારી અંદર સૌથી સારી વાત કઈ લાગે છે?

છોકરી : લોકો સમય સાથે બદલાઈ જાય છે પણ તું નથી બદલાયો.

છોકરો : કઈ રીતે?

છોકરી : જ્યારે તું મને મળ્યો હતો ત્યારે પણ બેરોજગાર હતો અને આજે પણ બેરોજગાર છે.

જોક્સ-૬

પત્નીની સુંદર પરિભાષા :

જે મહિલા પોતાના પતિ પાસેથી ૫,૦૦૦ રૂપિયા લઈને તેને ૬,૦૦૦ હજારનો હિસાબ દેખાડે,

તેમજ ૨,૦૦૦ હજાર રૂપિયા પોતાની પાસે બચાવી લે તેને જ પત્ની કહેવાય છે.

જોક્સ-૭

ચિત્રગુપ્ત : સ્વર્ગ તમારું સ્વાગત છે.

આશા રાખીએ છીએ કે ધરતી પર તમારું જીવન સારું પસાર થયું હશે.

માણસ : એ બધું તો ઠીક છે,

પણ તમે પહેલા એ જણાવો કે

‘લગ્નની જોડીઓ સ્વર્ગમાં બને છે’ એ ટિમ કોણ હેન્ડલ કરે છે,

મારે તેમની સાથે ડાયરેક્ટ વાત કરવી છે.

જોક્સ-૮ 

સેલ્સમેન : મેડમ, મારી પાસે એક ચોપડી છે,

જેમાં પતિઓના મોડી રાત્રે ઘરની બહાર રહેવાના ૧૦૦ બહાના જણાવ્યા છે.

શું તમે આ ચોપડી ખરીદશો?

મહિલા : તને એવું કેમ લાગ્યું કે હું આ ચોપડી ખરીદીશ?

સેલ્સમેન : મેડમ, કારણ કે આ ચોપડીમેં આજે સવારે જ તમારા પતિને વેચી છે.

જોક્સ-૯

બાપ : દીકરા ૫ પછી શું આવે છે?

દીકરો : ૬ અને ૭.

બાપ : શાબાશ. મારો દીકરો તો ઘણો હોંશિયાર છે. ૬ અને ૭ પછી શું આવે છે?

દીકરો : ૮, ૯, ૧૦.

બાપ : અને તેના પછી?

દીકરો : તેના પછી ગુલામ, રાણી અને બાદશાહ.

જોક્સ-૧૦

ઇન્સ્પેકટર : આટલો બધો ડારૂ કેમ પીધો છે?

રાજુ : મજબુરી છે ભાઈ.

ઇન્સ્પેકટર : કેવી મજબુરી?

રાજુ : બોટલનું ઢાંકણ ખોવાઈ ગયું હતું.

જોક્સ-૧૧

ટીચર : હું તમે ભુતકાળ, વર્તમાન કાળ અને ભવિષ્ય કાળનું એક ઉદાહરણ આપીશ, પછી બીજું ઉદાહરણ તું મને આપજે.

પિન્ટુ : ઓકે મેડમ.

ટીચર : હું સુંદર હતી, સુંદર છું અને સુંદર રહીશ.

પિન્ટુ : મેડમ આ તમારો વહેમ હતો, વહેમ છે અને વહેમ રહેશે જ.

પછી શું… દે ફૂટપટ્ટી… દે ફૂટપટ્ટી… દે ફૂટપટ્ટી…

જોક્સ-૧૨

ટીચર : સેમેસ્ટર સિસ્ટમથી શું ફાયદો થયો છે તે જણાવો.

પપ્પુ : ફાયદો તો ખબર નથી પણ હવે રિઝલ્ટને લીધે અપમાન વર્ષમાં બે વખત થાય છે.

જોક્સ-૧૩

પિતા : દીકરા, એક જમાનો હતો જયારે હું ૧૦ રૂપિયા લઈને બજારમાં જતો અને કરિયાણું, શાકભાજી અને દૂધ લઇ આવતો હતો.

દીકરો : પપ્પા, હવે એ જમાનો બદલાઈ ગયો છે, આજકાલ દરેક દુકાન પર સીસીટીવી કેમેરા લાગી ગયા છે.

જોક્સ-૧૪

માતા-પિતા પોતાના બાળકને : અમારો રાજા બેટા મોટો થઈને શું બનશે?

બાળક : એટલો સમજદાર બનીશ કે ૩ વર્ષનાં દીકરાને આ બધું નહીં પુછું.

Advertisement

Leave a Reply

Your email address will not be published.