પવિત્ર શ્રાવણ મહિનામાં જો આ ૧૦ સંકેત માંથી કોઈ ૧ સંકેત પણ મળે છે તો સમજી લેવું કે શિવજી તમારી ભક્તિથી પ્રસન્ન છે

Posted by

શ્રાવણ મહિનો હિન્દુ ધર્મમાં સૌથી વધારે પવિત્ર માનવામાં આવે છે. કારણ કે શ્રાવણ મહિનો ભગવાન શિવને અત્યંત પ્રિય છે. કહેવામાં આવે છે કે આ મહિનામાં ભગવાન શિવ પૃથ્વી ઉપર પધારે છે અને પોતાના ભક્તોની બધી મનોકામના પુરી કરે છે. એટલા માટે શ્રાવણ મહિનામાં દરેક વ્યક્તિ ભગવાન શિવને પ્રસન્ન કરવાના પ્રયાસ કરે છે. શિવપુરાણમાં કહેવામાં આવ્યું છે કે જે પણ મનુષ્ય શ્રાવણ મહિનામાં શિવલિંગ ઉપર ૧ લાખ બિલીપત્ર ચડાવે છે, તેની ઉપર ભગવાન શિવની વિશેષ કૃપા પ્રાપ્ત થાય છે. સાથોસાથ શિવલિંગ ઉપર દુધથી અભિષેક કરનાર મનુષ્યના બધા પાપ નષ્ટ થઈ જાય છે.

Advertisement

જે મનુષ્ય શ્રાવણ મહિનામાં શિવલિંગ ઉપર જળ ચડાવે છે, તેને ધન અને ધાન્યની પ્રાપ્તિ થાય છે. પરંતુ કોઈ પણ વ્યક્તિએ શિવલિંગ ઉપર તુલસીનાં પાન ચડાવવા જોઈએ નહીં. શિવજીની પુજામાં તુલસીનો ઉપયોગ કરવો વર્જિત માનવામાં આવેલ છે. સાથોસાથે શિવપુરાણમાં એવા ૧૦ સંકેતો વિશે જણાવવામાં આવેલ છે, જેમાંથી મનુષ્યને કોઈ ૧ સંકેત મળે છે તો સમજી લેવું જોઈએ કે ભગવાન શિવ તેની ઉપર અત્યંત પ્રસન્ન છે. આવા સંકેતો મળે તો સમજવું જોઈએ કે ભગવાન શિવજી તમારી દરેક મનોકામના અવશ્ય પુરી કરશે.

એક વખત માતા પાર્વતીએ ભગવાન શિવને પુછ્યું હતું કે મહાદેવ શ્રાવણના મહિનામાં સમસ્ત વિશ્વના લોકો તમને પ્રસન્ન કરવા માટે અનેક પ્રકારના ઉપાય અને પુજા અર્ચના કરે છે પરંતુ જ્યારે તમે પોતાના ભક્તો પર પ્રસન્ન થાવ છો તો તેમને કયા પ્રકારના સંકેત આપો છો, જેનાથી ભક્તો સમજી જાય કે તમે તેમની ભક્તિથી પ્રસન્ન છો. તે સમયે દેવોના દેવ મહાદેવે પાર્વતીજીને તે સંકેતો વિશે જણાવ્યું હતું જેના વિશે તમારે પણ અવશ્ય જાણી લેવું જોઈએ.

જો કોઈ મનુષ્યને શ્રાવણ મહિનામાં સપનામાં શિવલિંગના દર્શન થાય છે અથવા શિવલિંગ ઉપર જળ ચડાવતા હોય એવું સપનું આવે છે તો મહાદેવ સંકેત આપી રહ્યા છે કે તે તમારી ભક્તિથી અત્યંત પ્રસન્ન છે અને તેઓ તમારી દરેક મનોકામના પુરી કરવાના છે.

જો તમે શ્રાવણ મહિનામાં ભગવાન શિવના મંદિરે જઈ રહ્યા છો અને તમને રસ્તામાં સફેદ નંદીના દર્શન થાય તો તેને ખુબ જ શુભ સંકેત સમજવા જોઈએ. આ સંકેત જણાવે છે કે આવનારા સમયમાં તમારી સાથે ખુબ જ શુભ થવાનું છે, તમને કોઈ મોટા શુભ સમાચાર મળી શકે છે.

શ્રાવણ મહિનામાં જો તમને સાપના દર્શન થાય છે તો તમારે સમજી જવું જોઈએ કે મહાદેવ તમારી ભક્તિથી ખુબ જ પ્રસન્ન છે. શ્રાવણ મહિનામાં સાપના દર્શન થવા ખુબ જ શુભ માનવામાં આવે છે. આ સંકેત જણાવે છે કે તમને ખુબ જ જલ્દી ધન પ્રાપ્તિ થઈ શકે છે.

શ્રાવણ મહિનામાં જો તમને કોઈ એવું સપનું દેખાય જેમાં તમે કોઈ પહાડ ચડી રહ્યા હોય તો તેને શુભ સંકેત સમજવો જોઈએ. આવું સપનું દર્શાવે છે કે તમને દરેક કાર્યમાં સફળતા મળવાની છે.

શ્રાવણ મહિનામાં જો તમને સપનામાં ભગવાન શિવનો કોઈ મંદિર દેખાય છે, તો તેને ભગવાન શિવનો સંકેત માનવો જોઈએ. આ સંકેત જણાવે છે કે તેઓ તમારાથી અત્યંત પ્રસન્ન છે અને ખુબ જ જલ્દી તમારી કોઈ ઈચ્છા પુરી કરવાના છે.

શ્રાવણ મહિનામાં જો તમને સપનામાં ત્રિશુલ અથવા ડમરુ દેખાય છે તો તમારે સમજી લેવું જોઈએ કે શિવજી તમારી ઉપર પ્રસન્ન છે. સપનામાં ત્રિશુલ દેખાવાનો સંકેત છે કે તમારા બધા જ દુઃખનો નાશ થવાનો છે અને ડમરુ એવો સંકેત આપે છે કે જીવનમાં ખુશીઓ આવવાની છે.

શ્રાવણ મહિનામાં જો તમને કોઈ નદીનાં દર્શન થાય છે અથવા તો તમે કોઈ નદીમાં પોતાને સ્નાન કરતા જુઓ છો તો તેને ખુબ જ શુભ સંકેત સમજવો જોઈએ. ભગવાન શિવ તમને સંકેત આપી રહ્યા છે કે તમારા સમસ્ત પાપનો નાશ થઈ ચુક્યો છે અને તમારી આત્મા પવિત્ર બની ચુકી છે.

શ્રાવણ મહિનામાં બહાર જતા સમયે માટીનાં ઘડામાં દુધ ભરેલું જોવા મળે છે તો તે ધનપ્રાપ્તિનો સંકેત છે. આ સંકેત જણાવે છે કે ભગવાન ભોલેનાથ તમારી ઉપર ખુબ જ વધારે પ્રસન્ન છે અને તેઓ તમારી ગરીબીનો નાશ કરવાના છે.

શ્રાવણ મહિનામાં જો તમને અચાનક કોઈ સ્થાન પર અઘોરી સાધુના દર્શન થાય છે અથવા તો કોઈ અઘોરી સાધુ તમારા દ્વાર ઉપર આવે છે તો તેને સાક્ષાત મહાદેવનો સંકેત સમજવો જોઈએ. મહાદેવ તમને સંકેત આપી રહ્યા છે કે તમારી કોઈ મનોકામના જલ્દી પુરી થવાની છે.

શ્રાવણ મહિનામાં તમારા દ્વાર ઉપર જો કોઈ કુતરો આવે છે તો તે કુતરાની સેવા અવશ્ય કરવી જોઈએ અને તેને અવશ્ય ભોજન આપવું જોઈએ. આવું કરવાથી તમારા બધા સંકટનો નાશ થઈ જાય છે.

Advertisement

Leave a Reply

Your email address will not be published.