નવી દિલ્હી : ડિઝિટલ ટ્રાન્ઝેક્શનનો ઉપયોગ કરનાર માટે દુનિયાની પ્રસિદ્ધ કંપની ખુશખબર લાવી છે. આ કંપનીનું નામ છે પેટીએમ. એવી તે કઇ ખુશખબર? આપને આ બધું જાણવાની ઉત્સુકતા હશે. પેટીએમ કંપની હવે ક્રેડિટ કાર્ડ પણ પ્રસ્તુત કરવાં જઇ રહી છે. જેને કંપનીએ સિટી બેન્ક સાથે લોંચ કરી દીધી છે. આ સ્કિમને’ પેટીએમ ફર્સ્ટ કાર્ડ’ નામ આપવામાં આવ્યું છે. આ આકર્ષક સ્કિમને વ્યાપક આવકાર મળે એવી ધારણા છે.
પેટીએની લલચામણી સ્કીમમાં એવી તે શું છે વિશેષતા?
હરિફાઇનાં આ યુગમાં માર્કેટ ટકાવી રાખવાનું કામ અઘરું છે. જો કોઈ કંપની કે વેપારી બજાર સર કરવામાં નિષ્ફળ જાય તો એની હાલત કેવી થાય તે બધાં જાણે છે. હવે વાત આગળ વધારીને એટીએમ ગ્રાહકોને શું પીરસવા ધારે છે એની વિગતો જોઈએ. ગ્રાહકોને આકર્ષવા માટે પેટીએમ કંપનીએ’ યુનિવર્સલ અનલિમિટેડ કેશબેક’ ઓફર કરવાની જાહેરાત કરી છે.
પેટીએમ ફર્સ્ટ કાર્ડ નો લાભ લેવા ઉત્સુક વાર્ષિક 500 રુપિયા ફી આપવી પડશે પરંતુ જો તમે એક વરસના 50 હજાર રૂપિયાથી વધુનો ખર્ચ કરવાં તૈયાર હશે તો ફી માફ થઈ જશે. કંપનીનાં સીઇઓ વિજય શેખર શર્માનાં કહેવા પ્રમાણે કાર્ડની મિનિમમ માસિક મર્યાદા એક લાખ રૂપિયાની હશે.
ગ્રાહકોને દરેક ટ્રાન્ઝેક્શન ઉપર 1 % કેશબેક અપાશે. તે રકમ દર માસે ગ્રાહકના ખાતામાં આપોઆપ જમા થશે. સપ્ટેમ્બર 2017માં કંપનીએ ડેબિટ-કાર્ડ લોંચ કરેલું. સિટી ભારતમાં સૌથી મોટું ક્રેડિટ કાર્ડ જારીકર્તા છે. માર્ચ 2019 સુધીમાં દેશમાં એનાં 27 લાખ કાર્ડ છે. જ્યારે પેટીએમનાં 30 કરોડ ગ્રાહક છે.
પેટીએમની આ સ્કીમની ઓફરને પગલે આ ક્ષેત્રની કંપનીઓમાં હરિફાઇ વધું જામશે અને ગ્રાહકોને તડાકો પડી જશે એમાં કોઈ શંકા નથી. એ ઉપરાંત ડિજીટલ યુગમાં નવી ક્રાંતિનાં મંડાણ થશે. આ પ્રકારની જાહેરાતને ગ્રાહકોનો વ્યાપક આવકાર મળી રહેશે.
લેખ સંપાદક :મહેન્દ્ર સંઘાણી (વરિષ્ઠ પત્રકાર – સુરત)