વજન ઘટાડવા માટે મગફળીથી વધારે સારું સ્નેક કોઈ નથી, જાણો મગફળી કેવી રીતે ખાવાથી વજન ઘટાડી શકાય છે

મગફળીને દુનિયાભરમાં એક પોપ્યુલર ફૂડ આઇટમ માનવામાં આવે છે. ભારતમાં તો મગફળીને “ગરીબોની બદામ” પણ કહેવામાં આવે છે. હાઈ પ્રોટિન અને હાઈ ફેટ હોવાને કારણે મગફળીને ખૂબ જ હેલ્ધી માનવામાં આવે છે. મગફળીને બાફીને, તળીને, પલાળીને, ઉકાળીને, વાનગીઓમાં નાખીને, શાકભાજીમાં ગ્રેવી માટે પીસીને વગેરે ઘણા રૂપમાં ઉપયોગ કરવામાં આવે છે. પ્રોટીન વધારે હોવાને કારણે પીનટ બટરને બોડી બિલ્ડિંગ માટે પણ લોકો ખૂબ જ પસંદ કરે છે.

ઘણા લોકો એવું પણ માને છે કે મગફળી ખાવાથી વજન ખૂબ જ ઝડપથી ઓછું થાય છે, વિજ્ઞાનનું માનવામાં આવે તો તે વાત સાચી પણ છે. પરંતુ વજન ઘટાડવા માટે તમારે યોગ્ય રીતે મગફળી ખાવી જોઈએ. એટલા માટે આજે અમે તમને જણાવીશું કે વજન ઘટાડવા માટે મગફળી શા માટે ફાયદાકારક છે અને તેને કેવી રીતે ખાવી જોઈએ.

મગફળી લાંબા સમય સુધી પેટને ભરેલું રાખે છે

મગફળીમાં સિમ્પલ કાર્બ્સ હોય છે. તે સિવાય મગફળીમાં પ્રોટીન અને ફાયબરની માત્રા પણ સારી હોય છે અને તે હેલ્દી ફેટનો સારો સ્રોત પણ છે. એટલા માટે જ્યારે પણ તમે મગફળી ખાવો છો તો તેને પચવામાં થોડો સમય લાગે છે. એ જ કારણ છે કે મગફળી ખાધા બાદ લાંબો સમય સુધી તમારું પેટ ભરેલું રહે છે અને તમને ભૂખ ઓછી લાગે છે. જોકે મગફળી ખાવાથી તમારે તેને લાંબા સમય સુધી ચાવવી પડે છે. એટલા માટે તે મનોવૈજ્ઞાનિક રૂપથી તમારી ભૂખને શાંત પણ કરે છે. એટલે કે કુલ મળીને જો તમે મગફળી ખાવો છો, તો ભૂખ જલદી લાગતી નથી.

મગફળીમાં હેલ્ધી ફેટ હોય છે જે સ્થૂળતા વધારતું નથી

મગફળીમાં ફેટ જરૂર હોય છે પરંતુ તે ફેટ હેલ્ધી હોય છે. તેનો મતલબ છે કે મગફળીમાં Monounsaturated Fatty Acids (MUFAs) અને Polyunsaturated Fatty Acids (PUFAs) હોય છે. એ જ કારણ છે કે મગફળી ખાવાથી તમારા શરીરમાં ચરબી વધતી નથી. જોકે કોઈનું શરીર કમજોર અને દુબળું પાતળું છે, તો તેને મસલ્સ બનાવવા માટે મગફળી જરૂરથી સહાયતા કરી શકે છે. તે સિવાય હેલ્ધી ફેટ હોવાને કારણે મગફળી ખાવાથી ઇન્ફ્લેમેશન થતું નથી અને ડાયાબિટીસ તથા હાર્ટ એટેક જેવી બીમારીઓ પણ થતી નથી.

ઓછી મળે છે કેલરી

સામાન્ય રીતે તો મગફળીમાં કેલરી વધારે હોય છે, પરંતુ તમને જાણીને આશ્ચર્ય થશે કે તેને ખાધા બાદ તમારા શરીરને વધારે કેલરી મળતી નથી. હવે તમે વિચારી રહ્યા હશો કે આવું કેવી રીતે? તો અમે તમને જણાવીશું તેની પાછળનું કારણ. હકીકતમાં જ્યારે તમે મગફળી ખાવો છો, તો તમે તેને દાંતથી સંપૂર્ણ રીતે તોડી શકતા નથી, ફક્ત તેના નાના નાના ટુકડા કરો છો. એટલા માટે તમે જેટલી પણ મગફળી ખાવો છો, તમારું પેટ તેટલી પુરી મગફળીને પચાવી શકતું નથી. મગફળીનો અમુક હિસ્સો સીધો મળ બની જાય છે. એટલા માટે જો તમે વધારે મગફળી પણ ખાઈ લીધી છે, તો તમારું પેટ તો ભરેલું રહેશે પરંતુ કેલરી ઓછી મળશે.

ફોતરા વગરની ૧૫૦ ગ્રામ મગફળીમાં અંદાજે ૨૦૭ કેલરી હોય છે. તમારું પેટ તેમાંથી ૫૦ થી ૭૫ ટકા જ મગફળીને પચાવે છે તો પણ તમને વધુમાં વધુ ૧૦૪ થી ૧૫૫ કેલરી જ મળશે, જે ખૂબ જ ઓછી છે. એટલા માટે તમે બે મુઠ્ઠી સુધી મગફળી આરામથી ખાઈ શકો છો.

કેવી રીતે મગફળી ખાવાથી વજન ઘટશે?

  • વજન ઘટાડવા માટે રેતીમાં શેકવામાં આવેલી સાદી મગફળી ખાવી સૌથી બેસ્ટ છે અથવા ફોતરા સહિત શેકવામાં આવેલી મગફળીને તોડીને ખાવી પણ હેલ્ધી છે.
  • ધ્યાન રાખો કે મગફળીના ઉપરની લાલ છાલને કાઢીને ખાવાથી તે ઓછી હેલ્ધી થઈ જાય છે. તેનું કારણ એ છે કે મગફળીની ઉપર રહેલા લાલ છાલમાં બધા જ એન્ટીઓક્સીડેન્ટ અને ફાઇબર હોય છે, જે તમારા શરીર માટે હેલ્ધી હોય છે.
  • તમારે તેલમાં તળેલી, ફ્લેવર વાળી મસાલાની સાથે ફ્રાય કરેલી મગફળી ખાવી જોઈએ નહીં. કારણ કે તેમાં કેલરી વધારે હોય છે અને મીઠું તથા અન્ય કેમિકલ્સ પણ વધારે હોય છે.
  • બાફેલી મગફળીમાં શેકેલી મગફળી થી ઓછી કેલરી હોય છે. એટલા માટે તમે મગફળીને બાફીને પણ ખાઈ શકો છો. લગભગ ૧૫૦ ગ્રામ બાફેલી મગફળીમાં ૧૧૬ ગ્રામ કેલરી હોય છે, જ્યારે તેટલી જ માત્રાની શેકેલી મગફળી માં ૨૦૪ કેલરી હોય છે. પરંતુ શેકેલી મગફળી તમારા પેટને ખૂબ જ સારી રીતે ભરી શકે છે.