ઘરમાં પૈસાનાં કોથળા ભરાઈ જશે, આ રાશિવાળા લોકોએ હાથમાં લાલ દોરો પહેરવો જોઈએ

Posted by

જ્યોતિષશાસ્ત્ર અનુસાર જણાવવામાં આવેલ છે કે કાંડા ઉપર દોરો પહેરવો ખુબ જ શુભ હોય છે. આપણે ઘણા લોકોના હાથમાં લાલ, કાળો તથા પીળો દોરો બંધાયેલો જોયેલો હશે. હાથના કાંડા ઉપર અલગ અલગ રંગના દોરા બાંધવા વાળા લોકોમાંથી અમુક લોકો તો બસ શોખને લીધે જ અલગ-અલગ રંગના દોરા કાંડા ઉપર બાંધતા હોય છે. વળી અમુક લોકો એવા હોય છે જે ધાર્મિક માન્યતાઓ અનુસાર પોતાના હાથ ઉપર દોરો બાંધતા હોય છે.

આજે અમે તમને કાંડા ઉપર બાંધવામાં આવતા દોરા સાથે સંબંધિત અમુક જાણકારીઓ આપવાના છીએ. આ પોસ્ટનાં માધ્યમથી અમે તમને જણાવીશું કે કઈ કઈ રાશિ સાથે જોડાયેલા લોકોના હાથના કાંડા ઉપર લાલ રંગનો દોરો બાંધવો શુભ માનવામાં આવે છે. તો ચાલો તે રાશિઓ વિશે જાણીએ.

સિંહ રાશિ

એવું કહેવામાં આવે છે કે જો સિંહ રાશિ સાથે સંબંધ ધરાવનાર લોકો પોતાના હાથના કાંડા ઉપર લાલ રંગનો દોરો પહેરે છે તો તેમના માટે તે ખુબ જ શુભ અને લાભદાયક સાબિત થાય છે. આ રાશિના લોકો પોતાના કાંડા ઉપર લાલ રંગનો દોરો બાંધે છે, તો તેમને ભગવાનની શક્તિ પ્રાપ્ત થાય છે. સાથોસાથ તેમને હંમેશા વેપાર અને નોકરીના ક્ષેત્રમાં સફળતા મળે છે. આ રાશિના લોકો જો લાલ રંગનો દોરો સંપુર્ણ શ્રદ્ધા અને વિશ્વાસની સાથે બાંધે છે અને જો કોઈને સાચો પ્રેમ કરે છે તો તેમને તેમનો પ્રેમ અવશ્ય પ્રાપ્ત થાય છે અને જીવનમાં સકારાત્મકતા પણ જળવાઈ રહે છે.

કર્ક રાશિ

કર્ક રાશિ અંતર્ગત આવતા લોકોએ પોતાના કાંડા ઉપર લાલ રંગનો દોરો બાંધવો શુભ માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે આ રાશિના જાતકો જો લાલ રંગનો દોરો પોતાના કાંડા ઉપર બાંધે છે, તો તેનાથી તેમને વેપારના ક્ષેત્રમાં સફળતા પ્રાપ્ત થાય છે. સાથોસાથ માતા લક્ષ્મી પણ તેમની ઉપર મહેરબાન રહે છે. પ્રભાવશાળી વ્યક્તિત્વ વાળા આ લોકો પોતાના જીવનમાં આવતી દરેક મુસીબતનો ઉકેલ ખુબ જ સરળતાથી શોધવામાં સફળ થાય છે.

એવું જણાવવામાં આવે છે કે આ રાશિ વાળા લોકો પોતાના જીવનમાં આવતી મોટામાં મોટી મુસીબત નો ઉકેલ પણ ખુબ જ સરળતાથી કાઢી લેતા હોય છે. કર્ક રાશિના જાતકોએ તે વાતનું ધ્યાન રાખવું જોઈએ કે તેમણે મંગળવારના દિવસે પોતાના હાથ ઉપર લાલ રંગનો દોરો બાંધવો જોઈએ અને બજરંગબલીનાં દર્શન કરવા જોઈએ. આવું કરવાથી તેમના જીવનમાં આવતા તમામ કષ્ટ દુર થઈ જાય છે અને જીવનમાં ખુશહાલી આવે છે.

મિથુન રાશિ

મિથુન રાશિ વાળા લોકો વિશે એવું કહેવામાં આવે છે કે તેમણે હંમેશા પોતાના કાંડા ઉપર લાલ રંગનો દોરો બાંધવો જોઈએ. આવું એટલા માટે કારણ કે આવું કરવાથી મિથુન રાશિ વાળા લોકોના જીવનમાં દુશ્મનોની કોઈ અસર થતી નથી. આ રાશિ સાથે જોડાયેલા લોકો જ્યારે પણ કોઈ પણ જગ્યાએ જાય છે તો તેમને ખુબ જ સન્માન મળે છે. તેની સાથોસાથ તેમની ઉપર હનુમાનજીની કૃપા હંમેશા જળવાઈ રહે છે. હનુમાનજીની કૃપા હોવાને લીધે તેમના જીવનમાં આવતી દરેક પરેશાનીઓમાંથી તેમને છુટકારો મળી જાય છે.

તેની સાથે જ મિથુન રાશિના જે જાતકોના લગ્નમાં અડચણ આવી રહી હોય જો તેઓ પોતાના કાંડા ઉપર લાલ દોરો બાંધે છે તો તેનાથી તેમની વિવાહ સંબંધી પરેશાનીઓ દુર થઈ જાય છે અને તેમને ખુબ જ જલ્દી એક સારો જીવનસાથી પણ મળી જાય છે. સાથોસાથ જો તમારા જીવનમાં કોઈપણ પ્રકારનો દોષ છે તો તે પણ દુર થઈ જાય છે. તેની સાથે જ અમે તમને જણાવી દઈએ કે મિથુન રાશિના જાતકોએ શુક્રવારના દિવસે લાલ રંગનો દોરો પોતાના જમણા હાથના કાંડા ઉપર બાંધવો શુભ માનવામાં આવે છે. તેનાથી તેમના જીવનમાં પ્રગતિના બધા રસ્તા ખુલી જાય છે અને તેઓ ખુબ જ આગળ વધે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *