પેશાબ કરતાં સમયે ભુલ પણ ના કરો આ ભુલ, નહિતર સહન કરવું પડશે ખરાબ પરિણામ

Posted by

વ્યક્તિ જ્યારે પેશાબ કરે છે તો તે દરમિયાન એવી ભૂલો કરે છે, જેનો તેને બિલકુલ અંદાજ હોતો નથી કે તેમના દ્વારા કરવામાં આવેલા ભૂલ તેમના સ્વાસ્થ્ય પર ખરાબ અસર પાડી શકે છે. કદાચ તે વાતનો અંદાજો પણ નથી લગાવી શકતા કે જો પેશાબ કરતા સમયે તમે નાની-નાની ભૂલો કરો છો, તો તેનાથી ખૂબ જ મોટું નુકસાન સહન કરવું પડી શકે છે. જો સવારે ઊઠીને તુરંત જ પેશાબ અને નિત્યક્રિયા થઈ જાય તો તે ખૂબ જ સારું હોય છે.

વિજ્ઞાન પણ તે વાતની પુષ્ટિ કરે છે કે પેશાબ સાથે જોડાયેલી અમુક ભૂલો આપણા સ્વાસ્થ્ય પર ખરાબ અસર પાડે છે. તે બધા ને ધ્યાનમાં રાખીને આજે અમે તમારા માટે અમુક એવી ભૂલો વિષે જાણકારી આપીશું, જેના કારણે તમારા સ્વાસ્થ્ય પર ખરાબ અસર પડી રહી છે.

ગંદા ટોયલેટનો ઉપયોગ

તમારે એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું રહેશે કે તમે ભૂલથી પણ પેશાબ કરવા દરમિયાન ગંદી જગ્યાનો પ્રયોગ કરવો નહીં. ખાસ કરીને આ વાત મહિલાઓએ વધારે ધ્યાન આપવી. જો તમે મજબૂરીમાં ક્યારેક સાર્વજનિક ટોયલેટનો ઉપયોગ કરો છો તો તે દરમિયાન તમારે સાવધાન રહેવું જોઈએ. એટલે કે જ્યારે તમે પેશાબ કરો છો તે પહેલાં ટોઇલેટ સીટ પર યોગ્ય રીતે પાણી નાખી દેવું, ત્યારબાદ જ પેશાબ કરવો. તમે ત્યાં પાણી નાખવાનું ભૂલો નહીં. આવું એટલા માટે જણાવવામાં આવે છે કારણ કે જો તમે ગંદી જગ્યા પર પેશાબ કરી રહ્યા છો, તો તમને યુરિન ઇન્ફેક્શન થવાનો ખતરો વધારે રહે છે અને તેની સાથોસાથ અન્ય ઘણી પરેશાનીઓ પણ થઈ શકે છે.

પેશાબને રોકવો નહીં

મોટાભાગના વ્યક્તિઓમાં આદત હોય છે કે જ્યારે તેઓ પોતાના કામમાં હોય અથવા કોઈ કારણને લીધે પેશાબ આવવા પર વધારે સમય સુધી રોકી રાખે છે અને જ્યારે તેમના કંટ્રોલ બહાર ન રહે ત્યારે તેઓ પેશાબ કરવા માટે જતા હોય છે. પરંતુ તેમની આ નાની ભૂલ તેમના સ્વાસ્થ્ય પર ખૂબ જ ગંભીર અસર પડે છે. તમારે ક્યારેય પણ પેશાબને લાંબો સમય સુધી રોકવો જોઈએ નહીં. કારણ કે આવું કરવાથી તમારી કિડની પર તેની ખરાબ અસર પડે છે. જો તમે સતત આવું કરી રહ્યા છો તો તમારી કેટલી પણ ખરાબ થવાનો ખતરો રહે છે.

પેશાબ માં વધારે ફીણ

જ્યારે તમે પેશાબ કરો છો તો તમને એવું લાગે છે કે સામાન્ય કરતા વધારે ફીણ બની રહ્યા છે અને આવું તમને સતત જોવા મળી રહ્યું છે, તો આ સ્થિતિમાં તમારે તુરંત ડોક્ટરની સલાહ લેવી જોઇએ. કારણ કે પેશાબ માં ફીણ આવવા ઘણી પ્રકારની બીમારીનો સંકેત છે. જેમકે કિડની ખરાબ હોવી, યુરિન ઇન્ફેક્શન હોવું વગેરેની સંભાવનાઓ બની શકે છે.

પેશાબ માંથી દુર્ગંધ આવવી

જો તમારા પેશાબ માંથી સતત દુર્ગંધ આવી રહી છે, તો તુરંત ડોક્ટરની સલાહ લેવી જોઈએ અને સમયની સાથે તેનો ઈલાજ જરૂર કરવો. જેથી કોઈ મોટી પરેશાની થી બચી શકાય.

પાણીનું ઓછું સેવન

એક સામાન્ય વ્યક્તિએ દરરોજ ઓછામાં ઓછું ૪ લિટર પાણીનું સેવન અવશ્ય કરવું જોઇએ. તેનાથી આપણા શરીરની યોગ્ય રીતે સફાઈ થઈ જાય છે. જેના કારણે ઘણી બધી ગંભીર બિમારીઓથી બચી શકાય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *