યુરીન એટલે કે પેશાબ કરવો શરીરની સામાન્ય પ્રક્રિયા છે. પરસેવાની જેમ પેશાબ પણ શરીરમાંથી બિનજરૂરી તત્વોને બહાર કાઢવાની પ્રક્રિયા છે. પેશાબ રોકવાનો મતલબ છે કે તે બિનજરૂરી તત્વોને શરીરની અંદર રોકી રાખવા. ઘણી વખત એવું થાય છે કે તમને કોઈ કામની વચ્ચે પેશાબ લાગે છે, પરંતુ તમે તેને રોકી રાખો છો. ઘણી વખત કોઈ કામ, ચર્ચા અથવા પાર્ટીની વચ્ચે પેશાબ લાગે છે તો આપણે ઊઠીને જતા હોઈએ છીએ, તો મિત્રો કહે છે કે ૨ મિનિટ રોકી નથી શકતો? પરંતુ એક્સપર્ટ જણાવે છે કે પેશાબ રોકી રાખવો કોઈ મર્દાનગીનું કામ નથી. આવું કરવાથી તે તમારા સ્વાસ્થ્ય માટે હાનિકારક બની શકે છે. પેશાબ રોકવાથી જ શરીરના ઘણા અંગો પર તેનો ખરાબ પ્રભાવ પડે છે.
બેક્ટેરિયલ પ્રોબ્લેમ
અમુક લોકો રાત્રે સુતા સમયે ઊંઘમાં અથવા તો દિવસમાં કોઈ પણ કાર્યમાં વ્યસ્ત હોવાને લીધે લાંબો સમય સુધી પેશાબ રોકી રાખે છે, પરંતુ ડોક્ટર જણાવે છે કે તેને જો તમે લાંબો સમય સુધી રોકીને રાખો છો તો તમારું બ્લેડર બેક્ટેરિયાને વધારે વિકસિત કરીને ઘણા પ્રકારના સ્વાસ્થ્યનું જોખમ ઊભું કરે છે. તેવામાં તમે ઘણા પ્રકારના બેક્ટેરિયલ પ્રોબ્લેમ નો શિકાર બની શકો છો.
યુરીનરી ટ્રેક્ટ ઇન્ફેક્શન
લાંબો સમય સુધી પેશાબ રોકી રાખવાથી યુટીઆઈ એટલે કે યુરીનરી ટ્રેક્ટ ઇન્ફેક્શનનો ખતરો વધી શકે છે. પેશાબ રોકવાને કારણે જ આ સંક્રમણ ફેલાય છે. હકીકતમાં મનુષ્યના પેશાબમાં અલગ અલગ પ્રકારના દ્રવ્ય હોય છે, પરંતુ તેમાં બેક્ટેરિયા હોતા નથી. પરંતુ યુટીઆઇથી ગ્રસ્તિત થવા પર પેશાબમાં બેક્ટેરિયા પણ હોય છે. જ્યારે મુત્રાશય અથવા કિડનીમાં આ બેક્ટેરિયા પ્રવેશ કરી જાય છે અને આગળ વધવા લાગે છે તો યુટીઆઇ ની સ્થિતિ ઊભી થાય છે.
કિડનીમાં પથરી
પેશાબને એક કલાક અથવા વધારે સમય સુધી રોકી રાખવાની લીધે મહિલાઓ અથવા યુવાનોમાં પેશાબ સંબંધિત પરેશાનીઓ ઊભી થાય છે. તેવામાં શરૂઆતમાં બ્લેડરમાં દુખાવો થાય છે. ૮ થી ૧૦ કલાક શિફ્ટમાં બેસીને કામ કરતા યુવાનોને પેશાબ કરવાની જરૂરિયાત ત્યારે મહેસુસ થાય છે જ્યારે તે સ્થિતિ બદલે છે. વળી આ દરમિયાન કિડની માંથી યુરીનરી બ્લેડરમાં પેશાબ જમા થતો રહે છે.
એક્સપર્ટ જણાવે છે કે આવી સ્થિતિમાં દર મિનિટમાં ૨ એમએલ પેશાબ બ્લેડરમાં પહોંચે છે. જેને પ્રત્યેક ૧ થી ૨ કલાકની વચ્ચે ખાલી કરી દેવો જોઈએ. બ્લેડર ખાલી કરવામાં જો ૪ થી પ મિનિટ મોડું થાય છે તો પેશાબ ફરીથી કીડનીમાં જવા લાગે છે. આવી સ્થિતિ વારંવાર થાય છે તો પથરીની સમસ્યા શરૂ થઈ જાય છે. કારણ કે પેશાબમાં યુરિયા અને એમિનો એસિડ જેવા ઝેરી તત્વ હોય છે.
રીટેંશન ઓફ યુરિન
પ્રેશર હોવા છતાં પણ જો તમે ૩ થી ૪ મિનિટ સુધી પેશાબ રોકી રાખો છો તો યુરીનના ઝેરી તત્વ કિડનીમાં જવા લાગે છે. આ સ્થિતિને રીટેંશન ઓફ યુરીન કહે છે. તે સિવાય જો વારંવાર પેશાબ રોકવામાં આવે તો તેનાથી બ્લેડરના સ્નાયુઓ પણ કમજોર થઈ જાય છે. તેનાથી પેશાબ કરવાની ક્ષમતા પણ પ્રભાવિત થાય છે.
કિડની ફેલિયર ની સંભાવના
હેલ્થ એક્સપર્ટ જણાવે છે કે કિડની ફેલિયર એક એવી સમસ્યા છે જે કિડનીના અચાનક બ્લડથી ઝેરી તત્વો અને અવશેષોને ફિલ્ટર કરવામાં અસમર્થ હોવાના લીધે થાય છે. પેશાબ સાથે સંબંધિત દરેક પ્રકારના ઇન્ફેક્શન કિડની ઉપર ખરાબ અસર પડે છે. શરીરમાં યુરિયા અને ક્રિએટિનીન બંને તત્વ વધવાને લીધે તે પેશાબની સાથે શરીરમાંથી બહાર નીકળી શકતા નથી. તેઓમાં તેમાં બ્લડની માત્રા વધવા લાગે છે.
સામાન્યથી ઓછો પેશાબ આવવો, ભુખ ઓછી લાગવી, ઉલટી થવી, કમજોરી લાગવી, થાક મહેસુસ થવો વગેરે તેના લક્ષણ છે. એટલા માટે પેશાબ રોકવાને બદલે તેને શરીરમાંથી બહાર કાઢી નાંખવો જોઈએ.