આ સંસારમાં દરેક મનુષ્ય તથા જીવિત પ્રાણી પાણીનું સેવન કરીને પોતાનું જીવન જીવે છે. પાણી પીવું બધા માટે અનિવાર્ય છે. પાણી વગર આ ધરતી ઉપર જીવન શક્ય નથી. તે સિવાય આપણે બધા જાણીએ છીએ કે મનુષ્ય શરીર નકામા પાણીને મુત્રનાં રૂપમાં શરીરમાંથી બહાર કાઢી નાખે છે. મનુષ્યનાં પેશાબનો રંગ ઘણા બધા રહસ્ય ખોલે છે. આજે આ આર્ટિકલમાં અમે તમને જણાવીશું કે કેવી રીતે પેશાબનાં રંગ ઉપરથી તમે પોતાના સ્વાસ્થ્ય વિશે જાણી શકો છો અને પેશાબ નો રંગ તમારા સ્વાસ્થ્ય વિશે શું સંકેત આપી રહેલ છે. તો જરા પણ મોડું જ કર્યા વગર ચાલો આ સમાચાર વાંચી લઈએ.
મનુષ્યના પેશાબ નો રંગ શરીરમાં થતી બીમારીઓની સાથે સાથે બદલતો રહે છે. આપણે બધા જાણીએ છીએ કે પેશાબ નો સીધો સંબંધ મનુષ્યના પેટ સાથે હોય છે. જો તમારું પેટ ખરાબ હશે તો પેશાબ નો રંગ પીળો પડવા લાગશે. તે સિવાય ઘણા બધા લોકોને પેટ સિવાય કિડની સાથે જોડાયેલી ઘણી બીમારીઓ ઘેરી લેતી હોય છે. તેવામાં તેમના પેશાબનો રંગ પણ સામાન્ય રહેતો નથી અને પીળો થઈ જાય છે. આ પીળા રંગના પેશાબથી આપણે તે વાત જાણી શકીએ છીએ કે આપણા શરીરનો સ્વાસ્થ્ય લેવલ ત્યાં સુધી પહોંચી ગયું છે. એટલે કે પેશાબના રંગથી આપણે પોતાનો સ્વાસ્થ્ય સ્થળ માપી શકીએ છીએ તો તમારા પેશાબનો રંગ બદલી જાય છે, તો નીચે આપેલા સંકેતોને તમારે વાંચી લેવા જોઈએ અને આ સંકેતો પરથી તમે નક્કી કરી શકો છો કે હવે તમારે શું કરવાનું રહેશે.
જો તમારા પેશાબ નો રંગ હળવો પીળો છે અથવા તો પાણી જેવા રંગ વાળો પેશાબ આવી રહ્યો છે, તો તમારે કોઈપણ પ્રકારની ચિંતા કરવાની આવશ્યકતા નથી. કારણ કે પેશાબનો રંગ પાણી જેવો હોવાનો મતલબ છે કે તમારું પેટ તથા કિડની એકદમ સ્વસ્થ છે અને તમને કોઈ પણ પ્રકારની બીમારીનો ખતરો નથી.
અમુક લોકોના પેશાબ નો રંગ પીળા કલરનો થઈ જાય છે તેનો મતલબ છે કે તમારા પેટમાં પાણીની કમી થઈ રહી છે અને જો તમે યોગ્ય રીતે પાણી પીવાનો શરૂ કરી દેશો તો આ પીળો રંગ ધીરે ધીરે પહેલા જેવો થઈ જશે.
જો તમારામાંથી કોઈ વ્યક્તિને ઘાટા પીળા રંગનો પેશાબ આવી રહ્યો છે તો તે તમારા માટે ખતરા નો સંકેત સાબિત થઈ શકે છે. કારણ કે ઘાટા પીળા રંગનો પેશાબ ત્યારે જ આવે છે જ્યારે વ્યક્તિના લીવરમાં કોઈ પણ પ્રકારની સમસ્યા ઊભી થઈ રહી હોય અથવા તો તમને હેપેટાઇટિસ નામનો રોગ ઘેરી રહ્યો હોય. તેવામાં તમારે તુરંત કોઈ સારા ડોક્ટરને મળી લેવું જોઈએ.
તમારા પેશાબનો રંગ જ્યારે દુધિયા સફેદ જેવો થઈ જાય તો તેનો મતલબ છે કે તમને કિડનીમાં પથરી થવાનું નક્કી છે અથવા તો તમારા શરીરમાં બેક્ટેરિયાની માત્રા વધારે થઈ ગઈ છે. જેના લીધે મુત્ર માર્ગમાં કોઈપણ પ્રકારનો સંક્રમણ થઈ શકે છે. તેવામાં તમારે તુરંત ડોક્ટરની સલાહ લેવી જોઈએ.
જો તમને હળવો લાલ અથવા ગુલાબી રંગનો પેશાબ આવી રહ્યો હોય તો તેનું કારણ છે કે તમે સ્ટ્રોબેરી જેવો કોઈ પદાર્થનું સેવન કરેલું હોય. તેમ છતાં પણ જો તમને દરરોજ આવો પેશાબ આવી રહ્યો છે તો તે તમારા માટે ખતરા નું ચિન્હ છે. તેનાથી સ્પષ્ટ જાહેર થાય છે કે તમારા શરીરની રક્ત કોશિકાઓ ખરાબ થઈ ગઈ છે અને તેમાંથી લોહી ભરીને તમારા પેશાબમાં આવી રહ્યું છે. તેવામાં આવું તમારા માટે જીવલેણ પણ સાબિત થઈ શકે છે.
ઘણી વખત ડોક્ટર આપણને એવી સ્ટ્રોંગ દવાઓ આપે છે જેના લીધે પેશાબ નો રંગ નારંગી થઈ જાય છે. તે સિવાય જે મનુષ્ય ગાજરનો સેવન કરે છે અથવા તેનો રસ પીવે છે તેના પેશાબનો રંગ પણ નારંગી થઈ જાય છે. તેવામાં તમારે ડરવાની જરૂરિયાત બિલકુલ પણ નથી.