આજકાલ ડીઝલ અને પેટ્રોલ આપણા જીવનનો સૌથી મહત્વનો હિસ્સો બની ચુકેલ છે. ધીરે ધીરે જેમ જેમ રસ્તા પર ગાડીઓની સંખ્યા વધી રહી છે. તે રીતે પેટ્રોલ-ડીઝલની ખપત પણ વધવા લાગી છે. સાથે સાથે તેની કિંમતો પણ આસમાને સ્પર્શ કરી ગઈ છે. જ્યારે માર્કેટમાં પેટ્રોલના ભાવ થોડા ઓછા થાય છે, ત્યારે લોકો તુરંત પોતાની ગાડીઓ ની ટાંકી ફુલ કરાવી લેતા હોય છે, પરંતુ આ વાત ખુબ જ ઓછા લોકોને જાણ હશે કે પેટ્રોલ અને ડીઝલ પણ એક સમય બાદ એક્સપાયર થઈ જાય છે.
સડી જાય છે પેટ્રોલ-ડીઝલ
અમુક લોકો એવા હોય છે જેનો ગાડીઓનો ઉપયોગ ઓછો થતો હોય છે અને તેના કારણે તેમની ગાડી ઘરમાં ઊભી રહેતી હોય છે. વળી બીજી તરફ અમુક લોકો પેટ્રોલ-ડીઝલના ભાવમાં ઘટાડો થયા બાદ પોતાની ગાડીઓની ટાંકી ફુલ કરાવી દેતા હોય છે. પરંતુ તેમાં પેટ્રોલ-ડીઝલ એમ જ પડેલું રહે છે. જોકે ઘણા મહિના બાદ જો તમે પોતાની ગાડી ને ચલાવો છો તો તમારી ગાડી પર તેનો પ્રભાવ પડી શકે છે. અહીંયા આજે અમે તમને આ બાબત વિશે જણાવવાના છીએ.
કેવી રીતે ખરાબ થાય છે પેટ્રોલ-ડીઝલ
ઘણા બધા લોકોને જાણ નહીં હોય કે ગાડીમાં ભરેલું પેટ્રોલ પણ ખરાબ થઈ શકે છે, એટલા માટે અમુક લોકો આ સમાચાર સાંભળીને આશ્ચર્યચકિત થઇ ગયા હશે. આવું એટલા માટે કારણ કે મોટા ભાગના લોકો એવું માને છે કે પેટ્રોલ અને ડીઝલ જેવી ચીજો ક્યારેય પણ ખરાબ થતી નથી, પરંતુ એવું બિલકુલ નથી. દરેક ચીજની એક્સપાયરી હોય છે. જણાવી દઈએ કે પેટ્રોલ અને ડીઝલ ખુબ જ જલદી ખરાબ થવા લાગે છે.
શેલ્ફ લાઈફ થઈ જાય છે ઓછી
એજ કારણ છે કે કાચા તેલની રિફાઈનરી કરતા સમયે તેમાં ઘણા પ્રકારના કેમિકલ ઉમેરવામાં આવે છે. સાથોસાથ તેની અંદર ઇથેનોલ પણ શામેલ કરી દેવામાં આવે છે. આ કેમિકલ પેટ્રોલ અને ડીઝલની શેલ્ફ લાઇફ ઓછી કરી નાખે છે. ત્યારબાદ જ્યારે ગાડીઓ ઉપયોગ થયા વગર ઉભી રહે છે અને તેમાં પેટ્રોલ પડ્યું રહે છે, ત્યારે ટેમ્પરેચર ની સાથે તે વરાળ માં પરિવર્તિત થઈ જાય છે. જેના લીધે બાદમાં આ પેટ્રોલ અથવા ડીઝલ સડી જાય છે.
પેટ્રોલ અને ડીઝલની કેટલા દિવસની હોય છે એક્સપાયરી
આ બધું સાંભળ્યા બાદ તમારા મનમાં સવાલ જરૂર ઉભો થયો હશે કે પેટ્રોલ અને ડીઝલ કેટલા સમય બાદ ખરાબ થઈ જાય છે? તો તમને જણાવી દઈએ કે પેટ્રોલ અને ડીઝલ ખરાબ થાય છે તેની પાછળ તાપમાન જવાબદાર હોય છે. જેટલું વધારે તાપમાન રહે છે એટલું જલ્દી પેટ્રોલ-ડીઝલ ખરાબ થઈ જાય છે. જો ખુબ જ વધારે તાપમાનમાં તમારી ગાડી એક મહિનાથી સતત ઉભી રહે છે તો આટલા સમયમાં તમારી ગાડી ની ટાંકી માં રહેલું પેટ્રોલ અથવા ડીઝલ સડી જાય છે.
એન્જિન ઉપર થાય છે અસર
જોકે ૩૦ ડિગ્રી તાપમાનમાં ગાડી ઉભી રહે છે તો ૩ મહિના તથા ૨૦ ડિગ્રી તાપમાનમાં ગાડી ઉભી રહે છે તો ૬ મહિના ગાડીમાં ભરેલું પેટ્રોલ અથવા ડીઝલ બગડતું નથી. પરંતુ જો તમે સડી ગયેલા પેટ્રોલ ડીઝલથી પોતાની ગાડી ચલાવો છો તો તેની અસર એન્જિન ઉપર થશે અને સાથોસાથ આવું કરવાથી ગાડીનું કાર્બોરેટર અને ફ્યુલ પંપ પણ ખરાબ થવાની સંભાવના વધી જાય છે.