પેટ્રોલ કાર કે ડીઝલ કાર? જાણો તમારા માટે કઈ કાર ખરીદવી રહેશે ફાયદાકારક

એક દશક પહેલાં ભારતમાં ડીઝલ કારનો જબરજસ્ત વધારો જોવા મળી રહ્યો હતો. ડીઝલ કાર ખરીદવાનું સૌથી મોટું કારણ તેની એવરેજ અને દમદાર એન્જીન હતું. તે સમયે પેટ્રોલ અને ડીઝલની કિંમતોમાં પણ ખૂબ જ મોટું અંતર જોવા મળતું હતું. પરંતુ હવે આ અંતર કહેવા માત્ર પૂરતું રહી ગયું છે. આજનાં સમયમાં પેટ્રોલની અને ડીઝલની કિંમત બિલકુલ એક જેવી થઈ ગઈ છે. એટલે કે હવે તેમની કિંમતોમાં બિલકુલ અંતર રહ્યું નથી. વળી હવે પેટ્રોલ એન્જિન પણ વધારે રિફાઇન્ડ અને વધારે એવરેજ આપવા લાગ્યા છે. તેવામાં સવાલ ઊભો થાય છે કે તમારે પેટ્રોલ કાર લેવી જોઈએ કે ડીઝલ કાર? ખૂબ જ સરળ ભાષામાં આજે અમે તમને જણાવીશું કે ક્યુ વાહન તમારા માટે બેસ્ટ રહેશે, તો ચાલો જાણીએ.

ઓટો એક્સપર્ટની સલાહ

ઓટો એક્સપોર્ટ જણાવે છે કે જો તમે દરરોજ ૫૦-૬૦ કિલોમીટર ગાડી ચલાવો છો, તો તમે પેટ્રોલ કાર પસંદ કરી શકો છો અને જો તમે દરરોજ ૭૦-૧૦૦ કિલોમીટર અથવા તેનાથી વધારે કાર ચલાવો છો, તો ડીઝલ કાર પસંદ કરી શકો છો. પરંતુ એક વાત ધ્યાનમાં લેવાની રહેશે કે ડીઝલ કારની સર્વિસ પેટ્રોલ કારની તૂલનામાં વધારે મોંઘી હોય છે. ડીઝલ કાર ૧૦ વર્ષ બાદ ભંગાર બની જાય છે. એટલું જ નહીં ડીઝલ કાર પેટ્રોલ કારના મુકાબલામાં ૧ લાખ અથવા વધારે મોંઘી પણ હોય છે.

પેટ્રોલ અને ડીઝલ કારની કિંમતમાં મોટું અંતર

આ સમયમાં પેટ્રોલ અને ડીઝલ કારની કિંમતમાં ખૂબ જ મોટું અંતર છે. ઉદાહરણ તરીકે મારુતિ સ્વિફ્ટ પેટ્રોલ ની કિંમત જ્યાં પ લાખ રૂપિયા આસપાસથી શરૂ થાય છે, તો વળી સ્વિફ્ટ ડીઝલ ની કિંમત ૬ લાખ રૂપિયા આસપાસથી શરૂ થાય છે. એટલે કે કિંમતમાં અંદાજે ૧ લાખ રૂપિયાનું અંતર છે. એટલું જ નહીં હ્યુન્ડાઇ ગ્રાન્ડ i10 પેટ્રોલની કિંમત પ લાખ રૂપિયાની આસપાસ શરૂ થાય છે, વળી ગ્રાન્ડ i10 ડીઝલની કિંમત ૬.૧૫ લાખ રૂપિયાની આસપાસ શરૂ થાય છે. અહીંયા પણ ૧ લાખથી વધારેનો ફરક જોવા મળે છે.

સર્વિસ અને મેઇન્ટેનન્સ કોસ્ટમાં કેટલો ફરક?

પેટ્રોલ અને ડીઝલ કારની સર્વિસ અને મેન્ટેનસમાં પણ ખૂબ જ ફરક જોવા મળે છે. ઓટો એક્સપર્ટના જણાવ્યા અનુસાર ડીઝલ કારોની સર્વિસ અને મેન્ટેનન્સ વધારે હોય છે. એટલું જ નહીં ડીઝલ કારોને પેટ્રોલ કારની તૂલનામાં વારંવાર સર્વિસ માટે લઇ જવી પડે છે, જેનાથી ગ્રાહકના ખિસ્સા ઉપર પણ અસર પડે છે. એક સર્વિસ સેન્ટર સાથે વાતચીત ના આધાર પણ અમને મળી આવ્યું હતું કે ૧ હજાર કિલોમીટર બાદ સ્વિફ્ટ પેટ્રોલ માં જ્યાં ૨૧૦૦ રૂપિયાનો ખર્ચ આવે છે, તો વળી ડીઝલ પર ૩૫૦૦ રૂપિયાનો ખર્ચ આવે છે. જ્યારે ૩ હજાર કિલોમીટર બાદ સર્વિસ અને મેન્ટેનસમાં જ્યાં સ્વીટ પેટ્રોલમાં ૩૩૦૦ રૂપિયાનો ખર્ચ આવે છે, તો વળી ડીઝલ મોડલ પર આ વધીને ૭૮૦૦ રૂપિયા સુધી પહોંચી જાય છે.

એવરેજમાં કેટલું અંતર

આજકાલ પેટ્રોલ કારો પણ ડીઝલની આસપાસ એવરેજ આપવા લાગી છે. ગ્રાન્ડ i10 પેટ્રોલ જ્યાં ૧૮.૯ કિલોમીટર પ્રતિ લિટરની એવરેજ આપે છે, તો વળી તેનું ડીઝલ મોડલ ૨૪ કિલોમીટર પ્રતિ લિટરની એવરેજ આપે છે. જ્યારે મારુતિ સ્વિફ્ટ પેટ્રોલ ૨૨ કિલોમીટર પ્રતિ લીટરની માઇલેજ આપે છે, તો ડીઝલ સ્વિફ્ટ ૨૮.૪ કિલોમીટર પ્રતિ લિટરની એવરેજ આપે છે.

ડર્ટી ફ્યુલ

એક સ્ટડી અનુસાર પેટ્રોલની તુલનામાં ડીઝલ ૪ ગણું વધારે નાઇટ્રોજન ઓક્સાઇડ અને ૨૨ ગણું વધારે ખતરનાક કણ છોડે છે. ડીઝલ માં રહેલ સલ્ફર નામની ધાતુ સલ્ફર ડાયોક્સાઇડ બનાવે છે, જેનાથી નાક, ગળા અને શ્વાસ નળીમાં સમસ્યા ઊભી થાય છે અને ખાંસી, છીંક અને શ્વાસની સમસ્યા ઉત્પન્ન થાય છે. તમારા સ્વાસ્થ્ય માટે પણ ડીઝલ વધારે ખતરનાક સાબિત થાય છે.

પરિણામ

પેટ્રોલ એન્જિન હવે ડીઝલ એન્જિનનાં મુકાબલામાં સતત શ્રેષ્ઠ બનતું જઈ રહ્યું છે. ડીઝલ ફ્યુઅલ ની તુલનામાં પેટ્રોલ પર્યાવરણને ઓછું નુકસાન પહોંચાડે છે. ફ્યુલની કિંમત અને એવરેજમાં હવે વધારે ફરક રહી ગયો નથી. સાથોસાથ પેટ્રોલ કાર ઓછો ખર્ચ માંગે છે, તેવામાં અમે તમને પેટ્રોલ કાર ખરીદવાની સલાહ આપીએ છીએ.