પેટ્રોલ-ડીઝલની ચિંતા ખતમ! CNG કરતાં પણ વધારે એવરેજ આપે છે આ ૪ સસ્તી ઇલેક્ટ્રિક જબરદસ્ત કાર

Posted by

આજે અમે તમને તે ૪ ઇલેક્ટ્રિક કાર વિશે જણાવવા જઈ રહ્યા છીએ જેમાં ૩૧૨ થી ૪૫૨ કિલોમીટર સુધીની રેન્જ મળે છે. એટલે કે આ કાર એકવાર ફુલ ચાર્જ કરવા પર ૩૧૨ થી લઈને ૪૫૨ કિલોમીટર સુધી અટક્યા વગર ચાલી શકે છે. ઇલેક્ટ્રિક કારમાં Tata Nexon EV, 2021 Tata Tigor EV, Hyundai Kona, 2021 MG ZS EV સામેલ છે. આ ઇલેક્ટ્રિક કાર માં સીએનજી કારથી પણ વધારે માઇલેજ મળે છે. એટલે કે ૧ કિલોમીટરની યાત્રા કરવા પર તમને જેટલો ખર્ચ પેટ્રોલ-ડીઝલ કે સીએનજી કારમાં આવશે, તેનાથી ઘણી વધારે બચત તમને આ ઇલેક્ટ્રીક કારમાં પ્રતિ કિલોમીટર થશે. તેવામાં તમને પેટ્રોલ-ડીઝલની કિંમતની ચિંતા કરવાની જરૂરિયાત નથી. અમે તમને આ ઇલેક્ટ્રીક કારની કિંમતો અને ફીચર્સ વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જેથી તમે તમારી પસંદની ઇલેક્ટ્રિક કારને પોતાના બજેટમાં જાતે પસંદ કરી શકો. તો ચાલો એક નજર કરીએ.

Tata Nexon EV

Tata Nexon EV માં પરમેનેન્ટ મેગ્નેટ એસી મોટર આપવામાં આવશે. તેમાં પાવર માટે 30.2 kWh લિથિયમ આયન બેટરી આપવામાં આવી છે. જે લિક્વિડ કુલ્ડ અને IP67 સર્ટિફાઇડ છે. તેવામાં આ બેટરી પર પાણી અને ધુળની અસર નથી થતી. આ ઇલેક્ટ્રીક કાર સિંગલ ચાર્જ પર ૩૧૨ કિલોમીટરની રેન્જ આપે છે. સરળ ભાષામાં કહીએ તો એકવાર ફુલ ચાર્જ કરવા પર આ કાર અટક્યા વગર ૩૧૨ કિલોમીટર સુધી ચાલે છે. સ્પીડની વાત કરીએ તો ૯.૯ સેકન્ડ માં ૦-૧૦૦ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ પ્રાપ્ત કરી લે છે. આ ઈલેક્ટ્રીક કારને ફાસ્ટ ચાર્જર ની મદદથી માત્ર ૬૦ મિનિટ માં ૮૦ ટકા સુધી ચાર્જ કરી શકાય છે. જ્યારે હોમ ચાર્જર થી તેને ફુલ ચાર્જ કરવામાં ૮ કલાક લાગે છે. ફાસ્ટ ચાર્જરની મદદથી આ ઇલેક્ટ્રિક કાર ૪ કિલોમીટર પ્રતિ મિનિટ ની રેન્જ આપે છે. જ્યારે ફાસ્ટ ચાર્જર થી ૫૦ ટકા ચાર્જ કરવા પર તે ૧૫૦ કિલોમીટર ની રેન્જ આપે છે. તેની શરૂઆતની એક્સ-શો રૂમ કિંમત ૧૩.૯૯ લાખ રૂપિયા છે.

2021 Tata Tigor EV

આ ઇલેક્ટ્રિક કાર Ziptron પાવર ટ્રેન ટેકનિકથી સજ્જ છે. તેમાં લિથિયમ આયન બેટરી મળશે. જે IP-67 અને ૮ વર્ષની વોરંટી સાથે આવે છે. ઈલેક્ટ્રીક કાર સિંગલ ચાર્જ પર ૩૦૬ કિલોમીટર સુધીની રેન્જ આપે છે. નવી Tigor EV માં પાવર માટે 26 kwh લિથિયમ આયન બેટરી આપવામાં આવી છે. તેમાં પરમેનન્ટ મેગ્નેટ ઇલેક્ટ્રિક મોટર આપવામાં આવી છે. આ ઇલેક્ટ્રિક મોટર 73 bhp ની મેક્સિમમ પાવર અને 170 Nm નો પિક ટોર્ક જનરેટ કરશે. સ્પીડની વાત કરીએ તો તે ૫.૭ સેકન્ડમાં ૦-૬૦ કિલોમીટર પ્રતિ કલાકની સ્પીડ પ્રાપ્ત કરી લે છે.

તેમાં સાત ઇંચનો ટચ સ્ક્રીન ઇન્ફોટેનમેન્ટ સિસ્ટમ, Harman નો ઓડિયો સિસ્ટમ, મલ્ટીફંક્શનલ સ્ટીયરિંગ વ્હીલ અને સીટ પર પ્રીમિયમ અપ હોલસ્રી આપવામાં આવી છે. તેમાં iRA કનેક્ટેડ કાર ટેક આપવામાં આવ્યું છે. જે એપલ કાર પ્લે અને એન્ડ્રોઇડ ઓટો થી સપોર્ટ કરે છે. તેની શરૂઆતી એક્સ શોરૂમ કિંમત ૧૧.૯૯ લાખ રૂપિયા છે.

Hyundai Kona

Hyundai kona તેમાં 39.2 kWh ની બેટરી આપવામાં આવી છે. તેમાં પાવર માટે 100 kW  ની મોટર આપવામાં આવી છે. જે 131 bhp ની મેક્સિમમ પાવર અને 395 Nm પીક ટોર્ક જનરેટ કરશે. સ્પીડની વાત કરીએ તો તે ૯.૭ સેકન્ડમાં ૦-૧૦૦ કિલોમીટર પ્રતિ કલાકની સ્પીડ પ્રાપ્ત કરી લે છે. સારા અનુભવ માટે તેમાં ત્રણ રાઇટીંગ મોડ મળે છે. તેમાં ઇકો/  ઇકો પ્લસ, કમ્ફર્ટ અને સ્પોર્ટ્સ સામેલ છે. આ ઇલેક્ટ્રિક કાર ફુલ સિંગલ ચાર્જ માં ૪૫૨ કિલોમીટર સુધી રેન્જ આપે છે. ચાર્જર ની મદદથી તેને ૮ કલાકમાં ફુલ ચાર્જ કરી શકાય છે. જ્યારે ફાસ્ટ ચાર્જરથી આ ઇલેક્ટ્રિક કાર માત્ર ૧ કલાકમાં ૮૦ ટકા સુધી ચાર્જ થઇ જાય છે. તેમા સ્માર્ટ ઇકો પેડલ, વન પેડલ ડ્રાઇવિંગ અને યુટીલીટી મોડ જેવા ખાસ ફીચર આપવામાં આવ્યા છે. તેની શરૂઆતી એક્સ-શો રૂમ કિંમત ૨૩.૭૯ લાખ રૂપિયા છે, જે ૨૩.૯૮ લાખ રૂપિયા સુધી જાય છે.

2021 MG ZS EV

આ ઇલેક્ટ્રિક કાર 419 km ની રેન્જ આપે છે. તેમાં પરમેનન્ટ મેગ્નેટ સિંક્રનસ મોટર ને પાવર આપવા માટે 44.5 kWh Hi-Tech IP6 સર્ટિફાઇડ બેટરી પેક આપવામાં આવે છે. તેની મોટર 141 bhp ની મેક્સિમમ પાવર અને 353 Nm નો પીક ટોર્ક જનરેટ કરે છે. આ ઇલેક્ટ્રિક કાર માત્ર ૮.૫ સેકન્ડમાં ૦-૧૦૦ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ પ્રાપ્ત કરી લે છે. સ્ટાન્ડર્ડ એસી ચાર્જરની મદદથી આ ઇલેક્ટ્રીક એસયુવી ૬ કલાકમાં સંપુર્ણ ચાર્જ થઈ જાય છે. જોકે 50kw DC ફાસ્ટ ચાર્જરની મદદથી આ એસયુવી માત્ર ૫૦ મિનિટમાં ૮૦ ટકા સુધી ચાર્જ થઈ જાય છે. તેની શરૂઆતી એક્સ-શો રૂમ કિંમત ૧૩.૪૯ લાખ રૂપિયા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *