પેટ્રોલ પંપનો રસ્તો ભુલાવી દેશે આ ટોપ ૩ ઇલેક્ટ્રિક સ્કુટર, સિંગલ ચાર્જમાં ચાલશે ૨૩૬ કિલોમીટર

ભારતમાં ઇલેક્ટ્રિક વ્હીકલનું માર્કેટ ખુબ જ ઝડપથી વધી રહ્યું છે. જેમાં તમામ વાહન નિર્માતા કંપનીઓ સાથે નવી સ્ટાર્ટ અપ કંપનીઓ પણ પોતાના ઇલેક્ટ્રિક વ્હિકલ લોન્ચ કરી રહી છે. જો તમે પણ એક લાંબી રેન્જ વાળું ઈલેક્ટ્રીક સ્કુટર ખરીદવાનું વિચાર બનાવી રહ્યા છો, તો અહીં જાણી શકો છો ભારતનાં ઈલેક્ટ્રીક સ્કુટર વિશે, જે આપે છે ૨૩૬ કિલોમીટર સુધી ની રેન્જ.

Simple One

બેંગ્લોરની એક સ્ટાર્ટઅપ કંપની સિમ્પલ એનર્જીએ સિમ્પલ વન ઈલેક્ટ્રીક સ્કુટરને લોન્ચ કર્યું છે,  આ કંપનીનું ફ્લેગ શિપ સ્કુટર છે. જેની કિંમત ૧.૧૦ લાખ રૂપિયા રાખવામાં આવી છે અને કંપનીની આધિકારિક વેબસાઇટ પર જઇને ૧,૯૪૭ રૂપિયાની ટોકન એમાઉન્ટ સાથે બુક કરી શકાય છે. પહેલા ચરણમાં કંપની ઇલેક્ટ્રિક સ્કુટરને દિલ્હી, ઉત્તર પ્રદેશ, ગોવા, તમિલનાડુ અને કર્ણાટક સહિત ૧૩ રાજ્યમાં ઉપલબ્ધ કરાવશે. પરંતુ જલ્દી જ તેને દેશના બીજા બધા પ્રમુખ રાજ્યમાં લોન્ચ કરવામાં આવશે.

આ સ્કુટરમાં કંપનીઓએ 4.5 kwh બેટરી આપી છે. જે 72 nm ટોર્ક જનરેટ કરી શકે છે. તેની રેન્જને લઈને કંપનીનો દાવો છે કે આ સ્કુટર સિંગલ ચાર્જમાં ૨૩૬ કિલોમીટરની ડ્રાઇવિંગ  રેન્જ આપે છે. જેમાં તમને મળશે ૧૦૫ કિલોમીટર પ્રતિ કલાકની ટો૫ સ્પીડ. કંપનીનો દાવો છે કે, આ સ્કુટર માત્ર ૨.૯ સેકન્ડમાં ૦ થી ૪૦ કિલોમીટર પ્રતિ કલાક અને ૩.૬ સેકન્ડમાં ૫ થી ૫૦ કિલોમીટર પ્રતિ કલાકની સ્પીડ પ્રાપ્ત કરી શકે છે. આ સ્કુટરમાં કંપનીએ ૩૦ લીટરનું મોટું બુટ સ્પેસ આપ્યું છે. આ સિવાય તેમાં ૭ ઇંચનો ડિજિટલ ડેશબોર્ડ, નેવિગેશન જીઓ ફેસિંગ, એસઓએસ મેસેજ બ્લુટુથ કનેક્ટિવિટી જેવા ફીચર્સ આપવામાં આવ્યા છે.

Ola S1

ઓલા ઈલેક્ટ્રીક એ પોતાના સ્કુટરને ૧૫ ઓગસ્ટના દિવસે લોન્ચ કર્યું છે. કંપનીએ આ સ્કુટરનાં બે વેરિયન્ટ બજારમાં ઉતાર્યા છે. જેમાં પહેલું Ola S1 અને બીજું Ola S1 Pro છે. ઓલા ઇલેક્ટ્રિક ની આ સ્કુટરમાં 3.9 kwh વાળું બેટરી પેક આપ્યું છે, જે 8.5 kw ની પાવર જનરેટ કરી શકે છે. તેને ફુલ ચાર્જ થવામાં ૬ કલાકનો સમય લાગે છે. કંપનીનો દાવો છે કે આ સ્કુટર ફુલ ચાર્જ થયા બાદ ૧૮૧ કિલોમીટરની ડ્રાઈવિંગ રેન્જ આપે છે. તે સિવાય કંપનીનું એવું પણ કહેવાનું છે કે આ સ્કુટરમાં ૩ સેકન્ડમાં ૦ થી ૪૦ કિલોમીટર પ્રતિ કલાકની સ્પીડ પ્રાપ્ત કરી શકાય છે.

આ  સ્કુટર ની ટોપ સ્પીડ ૧૧૫ કિલોમીટર પ્રતિ કલાક છે. કંપનીએ તેમાં ત્રણ ડ્રાઇવિંગ મોડ આપ્યા છે. જેમાં પહેલા નોર્મલ મોડ, બીજું સ્પોર્ટ મોડ અને ત્રીજો હાયપર મોડ છે. Ola S1 ની શરૂઆતી કિંમત ૯૯,૯૯૯ રૂપિયા છે. વળી Ola S1 Pro ની કિંમત ૧,૨૯,૯૯૯ રૂપિયા છે. પરંતુ દિલ્હીમાં કેન્દ્ર સરકારની ફેમ-૨ સબસિડી અને દિલ્હી સરકાર દ્વારા આપવામાં આવી રહેલી સબસીડી પછી તેની કિંમત ૮૫,૦૯૯ રૂપિયા થઈ જાય છે.

Okinawa Praise

જાપાન ઇલેક્ટ્રિક વાહન નિર્માતા કંપની ઓકિનાવા હાલમાં જ ભારતના ઇલેક્ટ્રિક વ્હીકલ માર્કેટમાં પ્રવેશ કર્યો છે. જેમાં તેમણે પોતાના સ્કુટર ની એક લાંબી રેન્જ લોન્ચ કરી છે. જેમાં Okinawa Praise કંપનીનો ફ્લેગ શિપ ઈલેક્ટ્રીક સ્કુટર છે. કંપનીએ આ સ્કુટરમાં ૧૦૦૦ વોટ ની રીમુવેબલ લિથિયમ આયન બેટરી પેક આપ્યું છે. જેને ઘર અને ઓફિસ ક્યાંય પણ સરળતાથી ચાર્જ કરી શકાય છે.

આ સ્કુટરને ફુલ ચાર્જ થવામાં ૬ થી ૮ કલાક લાગે છે. જેમાં કંપનીનો દાવો છે કે, આ સ્કુટર એકવાર ફુલ ચાર્જ થયા બાદ ૧૭૦ થી ૨૦૦ કિલોમીટર સુધીની ડ્રાઇવિંગ રેન્જ આપે છે. જેમાં તમને ૭૫ કિલોમીટર પ્રતિ કલાકની ટોપ સ્પીડ મળશે. Okinawa Praise ની શરૂઆતની કિંમત ૭૧,૯૯૦ રૂપિયા છે. પરંતુ કેન્દ્ર સરકારની ફેમ-૨ સબસીડી પછી તેની કિંમત હજુ પણ ઓછી થઈ જાય છે.